ઉર્વશી રૌતેલાએ માતાને આપી અનોખી ગિફ્ટ, બર્થ ડેના દિવસે કટ કરી સોનાની કેક: PICS

અભિનેત્રી ઉર્વશી રૌતેલા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ ઉર્વશી રૌતેલાએ તેની માતાના જન્મદિવસ પર એક ખાસ સરપ્રાઈઝ આપી છે, જેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે શેર કરી છે. આ ખાસ પ્રસંગે, ઉર્વશીએ તેની માતાને એક અસલી ગોલ્ડ પ્લેટેડ કેકની સરપ્રાઈઝ આપી હતી. ઉર્વશીએ ખુદ સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને આ માહિતી આપી હતી. આ સાથે ઉર્વશીએ આ ખાસ પ્રસંગની કેટલીક તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે શેર કરી છે.

image source

હું તારા વિના કશું જ નથી

આ તસવીરો શેર કરતા ઉર્વશીએ લખ્યું છે – ‘માતાના જન્મદિવસ પર રીયલ ગોલ્ડ પ્લેટેડ કેકની સરપ્રાઈઝ આપી. હેપી બર્થ મમ્મી મીરા રૌતેલા. હું તારા વિના કશું જ નથી, પરંતુ જો તમે સાથે છો તો હું બધું જ છું. લવ યુ. દરરોજ હું જાગું છું, તો તમે હંમેશા આભાર કહેવા માટે હાજર હો છો. મારી પાસે તમારી ગાઈડલાઈન્સ છે, તમારો સ્નેહ, તમારો પ્રેમ અને તમારૂ દિલ છે. કોઈ એવી વ્યક્તિ છે જે મને બિનશરતી, પ્રેમ કરે છે. મારા હૃદયમાં તમારૂ સ્થાન કોઈ ન લઈ શકે. હું હંમેશાં તમને પ્રેમ કરું છું. હું ક્યાંય પણ જઉં અથવા કોઈને પણ હું મળુ, તમે હંમેશા મારા માટે નંબર 1 છો.

મરૂન કલરના લોંગ ડ્રેસમાં આકર્ષક લાગી રહી છે ઉર્વશી

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણી વાર તેના લૂકને કારણે હેડલાઇન્સમાં રહે છે. ઉર્વશી રૌતેલાએ તેની નવી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી છે, જેમાં તે મરૂન કલરના લોંગ ડ્રેસમાં આકર્ષક લાગી રહી છે.

ઉર્વશી રૌતેલાના ઇન્સ્ટાગ્રામ પર હજારો ફેન્સ

તમને જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલાના ઇન્સ્ટાગ્રામ પર હજારો ફેન્સ છે, જે તેની તસવીરો પર દિલ ખોલીને લાઈક્સ અને કોમેન્ટ કરે છે. છેલ્લા કેટલાક સમયથી ઉર્વશી બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવી ચૂકી છે. ઈંસ્ટાગ્રામ પર ઉર્વશી રૌતેલા ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં ધૂમ મચાવતી રહે છે. અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેની સુંદરતા, ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડનેસ માટે જાણીતી છે. ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેની સ્ટાઇલના દિવાના છે.

અરબ ફેશન વીકમાં શોસ્ટોપર બની ઉર્વશી

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ એક મોટું પરાક્રમ કર્યું છે. તે અરબ ફેશન વીકમાં શોસ્ટોપર બનનારી પહેલી ભારતીય મહિલા બની ગઈ છે. તેના ફેન્સ ઉર્વશીની સફળતાના વખાણ કરતાં નથી થાકતા. ઉર્વશી રૌતેલાના ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમા તે સિલ્વર કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. આ સાથે ઉર્વશીએ હેવી ડાયમંડ જ્વેલરી પહેરી છે અને સાથે ગોલ્ડન શેડનો આયશેડો લગાવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત