જાણો ગુજરાતને મળેલી વેક્સીનની A TO Z માહિતી, સાથે ખાસ જાણજો એક્સપાયરી ડેટ ક્યારે છે

ગુજરાતમાં કોરોના રસીનો પહેલો જથ્થો આવી પહોંચ્યો છે.અને ગુજરાતના ડેપ્યુટી સીએમ, ગૃહરાજ્ય મંત્રી, આરોગ્ય સચિવે કોરોના રસીને આવકારી છે. ગુજરાત માટે 2.76 લાખ રસી નો જથ્થો મોકલવામાં આવ્યો છે. જેમાંથી 1 લાખ 20 હજાર ડોઝ અમદાવાદ સિવિલમાં અને 96 હજાર ડોઝ ગાંધીનગર સિવિલ પહોંચાડાયો છે.

image source

હાલ રસીના આ જથ્થાને કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવ્યો છે. અને રસી આપવાની શરૂઆત ઉત્તરાયણ પછી તરત શરૂ થશે.

તમને જણાવી દઈએ કે કોરોના વેકસીનનો જથ્થો અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયો છે. અને હાલ આ વેક્સીનને હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવી છે. કુલ 23 બોક્સ મળ્યા છે જેમાંથી 10 બોક્સ સિવિલ હોસ્પિટલમાં રહેશે.

image source

સિવિલ હોસ્પિટલમાં રિજયોનલ વેકસીન સ્ટોર બનાવવામાં આવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા 10 વેક્સીન બોક્સમાં 1.20 લાખ રસીના યુનિટ છે. જેમાંથી અમદાવાદ શહેર, ગ્રામ્ય, સુરેન્દ્રનગર, ખેડા અને આણંદમાં વેક્સીનનો જથ્થો મોકલવામાં આવશે.

image source

આજે ગુજરાતને વેક્સીનનો જે જથ્થો મળ્યો છે એની ખાસ વાત એ છે કે, આ તમામ વેક્સીન 3 નવેમ્બર, 2020 ના રોજ બનેલી છે અને તેની એક્સપાયરી ડેટ 1 મે, 2021 છે. એટલે કે, ત્રણ મહિનામા જ આ બધી જ વેક્સીનનો ઉપયોગ કરી લેવાનો રહેશે. વેક્સિનને કોલ્ડ સ્ટોરેજના 2 થી 8 ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવશે.

કોરોના વાયરસની આ વેક્સીનના બોક્સની ઉપર કેટલીક માહિતી આપવામાં આવી છે. આ માહિતીમાં વેક્સીન કેવી રીતે સાચવવી, કેટલા તાપમાનમાં સાચવવી વગેરેનો સમાવેશ થાય છે. એટલું જ નહીં જો વીજ પુરવઠો ન હોય એ સ્થિતિમાં વેકસીન કેવી રીતે સાચવવી અને કેવી રીતે એને તત્કાલ ટ્રાન્સફર કરવી એની માહિતી પણ લખેલી છે.

image source

ગુજરાત રાજ્યમાં હાલ અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે રસી પહોંચી છે. જેમાં 60 હજાર ડોઝ ભાવનગર વિસ્તારમાં મોકલાશે.હજી આવતીકાલે વધુ રસીનો જથ્થો પુણેથી આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. જે સુરત, વડોદરા, રાજકોટ શહેરમાં ઉપલબ્ધ કરાશે. સુરતમાં આજે કે કાલે 93,500 ડોઝ વેક્સીનનો જથ્થો પહોંચશે. અને 94,500 રસીના ડોઝ આવતીકાલે વડોદરા પહોંચશે. 77 હજાર કોરોના રસીનો ડોઝ આવતીકાલે રાજકોટ પહોંચશે.

image source

કોરોના વાયરસની વેકસીનના 94,500 ડોઝ વડોદરા માટે ફાળવવામાં આવ્યા છે. કોવિડ વેકસીન વડોદરામાં આજે કે આવતીકાલે પહોંચી શકે છે. જો પૂણેથી બાય એર રસી આવે તો આજે પહોંચશે અને જો બાય રોડ આવે તો આવતી કાલે રસી વડોદરા પહોંચશે.

તમને જણાવી દઈએ કે વડોદરા કોર્પોરેશન અને 7 જિલ્લાને વેક્સીન ફાળવવામાં આવનાર છે. જેના માટે વડોદરા રિજનલ સ્ટોરેજ ખાતે કોવિશિલ્ડ વેક્સીન પહોંચશે. કોર્પોરેશનને 16400 ડોઝ, વડોદરાને 10,438, નર્મદાને 4215, છોટા ઉદેપુર 5879, ભરૂચને 10119, દાહોદને 12619, મહીસાગરને 6730 અને પંચમહાલને 8419 ડોઝ મોકલાશે. વડોદરા ઝોન પાસે 14 લાખ 50 હજાર ડોઝ રાખવાની કેપેસિટી છે. આઈ.એલ.આર રેફ્રિજરેટરમાં રસી રાખવામાં આવશે. 11 આઈ.એલ.આર રેફ્રિજરેટરમાં વેક્સીનના ડોઝ મૂકવામાં આવશે. 25 આઈ.એલ.આર માંથી 23 રેફ્રિજરેટર 7 જિલ્લામાં મોકલાયા છે.

image source

વેક્સીનને જુદા જુદા વિસ્તારમાં પહોંચાડવા જતા વાહનોની સુરક્ષા માટે પોલીસનું વાહન પાયલોટિંગમાં રહેશે. રિજનલ સ્ટોરેજ ખાતે 2 હથિયારધારી પોલીસ કર્મી 24 કલાક હાજર રહેશે. દરેક જિલ્લામાંથી ફાર્મસીસ સાથે 3 નો સ્ટાફ વેક્સીન લેવા રિજનલ ઓફિસ પહોંચશે.

જો રાજકોટની વાત કરીએ તો વેક્સીન આવતીકાલ સવાર સુધીમાં આવી પહોંચશે. સૌરાષ્ટ્રમાં કોરોનાની વેક્સિન જ્યાં રાખવામાં આવશે તે રિજિયોનલ રૂમમાં આવતીકાલે સૌરાષ્ટ્ર ઝોન માટે કોવિશિલ્ડના 77 હજાર ડોઝની ફાળવણી કરવામાં આવશે. જ્યાં વેક્સિન સ્ટોરેજ રાખવામાં આવ્યું છે તે જગ્યાને પ્રતિબંધિત જગ્યા જાહેર કરવામાં આવી છે.

વેક્સિનનો જથ્થો એકવાર રાજકોટ પહોચે તે પછી વેક્સિનના જથ્થાને અલગ અલગ જિલ્લાને વહેંચી દેવામાં આવશે. વેકસીનને સવારે એરપોર્ટથી વેકસીન સ્ટોર સુધી પોલીસ બંદોબસ્ત સાથે પહોંચાડવામાં આવશે.

image source

આવતીકાલે મુંબઇથી વેકસીનનો જથ્થો રાજકોટ આવશે. રાજકોટથી કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વહેંચણી કરવામાં આવશે અને તમામ જિલ્લા મથકોએ રાખવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત