કોરોના કાળમાં વધતી ચિંતાને દૂર કરવા તેમજ ડિપ્રેશનમાંથી બહાર આવવા કરો આ ટોલ ફ્રી નંબર પર કોલ, મળશે મનોચિકિત્સકની મદદ

104 પછી કોરોનાના સમયમાં શરૂ કરવામાં આવી સાંત્વના હેલ્પલાઇન, કોરોના ની ચિંતામાં સર્જાયેલી માનસિક સમસ્યા નો ઉકેલ આપશે રાજ્યના નિષ્ણાંત મનોચિકિત્સક, આ ટોલફ્રી હેલ્પલાઇન પર લોકોને મળશે મનોચિકિત્સકની મદદ…

image source

રાજ્યમાં કોરોના નો કહેર યથાવત છે દરરોજ હાલ પણ કરો નાના મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે જો કે રાજ્યમાં મૃત્યુ દર કરતાં રિકવરી રેટ ઘણો સારો હોવાથી અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતની સ્થિતિ સારી છે તેમ છતાં પણ આની અસર લોકો ના માનસિક સ્વાસ્થ્ય પર પણ થઈ રહી છે આ વાતને ધ્યાનમાં રાખી તાજેતરમાં જ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં સાંત્વના હેલ્પલાઇન શરૂ કરવા સહિતના મુદ્દા પર ચર્ચા થઇ હતી

image source

આ બેઠકમાં જ અમદાવાદ શહેર મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને અલગ-અલગ ઝોનના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધન્વંતરી રથ, 104 હેલ્પલાઇન, સંજીવની વાન જેવી સુવિધાઓ બાદ હવે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લોકો ના માનસિક સ્વાસ્થ્ય માં સુધારો થાય અને જરૂર જણાય ત્યારે તેઓ મનોવૈજ્ઞાનિક ની મદદ લઈ શકે તે માટે કોરોના સાંત્વના નામની નવી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

image source

આ નવી હેલ્પલાઇન નંબર 1100 છે. આ હેલ્પલાઇન પર બે ખાસ ટીમ 9:00 થી 09:00 સુધી ઉપલબ્ધ રહેશે અને શહેરીજનોના માનસિક સ્વાસ્થ્ય અંગે નિશુલ્ક માર્ગદર્શન પૂરું પાડશે. 1100 હેલ્પલાઇનની દરેક ટીમમાં ત્રણ નિષ્ણાંત, તાલીમ પામેલા અનુભવી મનોચિકિત્સક હાજર રહેશે. આ મનોચિકિત્સક ફોન કરનારને તેના પ્રશ્નોનું સમાધાન આપશે.

image source

હેલ્પ લાઈન શરુ કરવાનો મુખ્ય ઉદ્દેશ કોરોના ની અસરો, તેના અંગેની ચિંતા, લોકોના નકારાત્મક વિચારો, નજીકની વ્યક્તિને સંક્રમણથી ફેલાયેલો ભય, માનસિક આઘાત, ઉદાસીનતા, સલામતીની ચિંતા જેવી માનસિક તકલીફો વિશે લોકોની ચિંતા નું નિદાન કરવાનું છે. આ ઉપરાંત નિષ્ણાંતોની ટીમમાં સ્ત્રીઓની સમસ્યાઓને સાંભળી તેમના નિરાકરણ લાવવા માટે પ્રત્યેક ટીમમાં એક મહિલા તબીબ ચિકિત્સકને પણ રાખવામાં આવ્યા છે.

image source

આ ઉપરાંત ફોન કરનાર વ્યક્તિની સ્થિતિ ગંભીર જણાય તો એસ પી હોસ્પિટલ અને એલજી હોસ્પિટલમાં ડોક્ટરોની મદદ લઇ એક ટીમ બનાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે જ ખાસ વ્યવસ્થા કરવાનું નક્કી કરાયું છે કે કોરોના સાંત્વના ટીમ એક સાથે અનેક કોલ સાંભળી શકે અને દરેક દર્દી ની સમસ્યાઓનું નિવારણ લાવી શકે.

image source

Amc એ પણ જણાવ્યું છે કે કોરોના થાય તેવી ચિંતા, કુટુંબીજનો ઘરની બહાર ન જવા દેતા હોય તેના કારણે થતી મૂંઝવણ અને નોકરીમાં ઊભી થયેલી આર્થિક મુશ્કેલી, માનસિક તણાવ બાળકોના અભ્યાસની ચિંતાના કારણે જો કોઈ લોકો મુંજવણ અનુભવતા હોય છે તેવી સ્થિતિ હોય તો લોકો કોરોના સાંત્વના હેલ્પલાઇનની મદદ લઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત