109 વર્ષના દાદાથી લઇને ત્રણ વર્ષના પૌત્રને થયો હતો કોરોના, જાણો કેવી રીતે જીત્યા જંગ

109 વર્ષના દાદા થી લઇ ત્રણ વર્ષના પૌત્ર સુધી સાત સભ્યો એકસાથે થયા કોરોના પોઝિટિવ…, સુરતના આ પરિવારે ઘરમાં રહીને જ કોરોનાને હરાવ્યો આ રીતે, ઘરમાં જ રહેવું અને આ પદ્ધતિ છે દવા લઈ એક પરિવારના સાત લોકો થયા કોરોના મુક્ત

image source

ગુજરાતમાં કોરોના નું સંક્રમણ ફેલાવવાનું શરૂ થયું ત્યારે કોરોના માટે કદાચ એકમાત્ર ટાર્ગેટ અમદાવાદ મહાનગર હતું પરંતુ હવે અમદાવાદની સ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે તો સાથે જ સુરત સ્થિતિને કોરોના બગાડી રહ્યું છે હાલ સુરતમાં કોરોનાવાયરસ ના કેસ ની સંખ્યા સૌથી વધુ નોંધાઇ રહી છે જેના કારણે આરોગ્ય તંત્ર પણ વધુ સક્રિય થઇ ગયું છે અને કોરોના ને કાબુમાં લેવા કડક કાર્યવાહી પણ કરી રહ્યું છે

જોકે આવા કપરા સમયમાં સુરતના વરાછા વિસ્તારના ગોયાણી પરિવારના સભ્યો લોકો માટે ઉદાહરણ બની ગયા છે. આ પરિવારના એક બે નહીં પરંતુ સાત સભ્યો ને કોરોના થયો હતો પરંતુ આખા પરિવારે કોરોનાને હરાવ્યો છે જેમાં ૧૦૬ વર્ષના દાદા થી લઈ સાડા ત્રણ વર્ષનો પૌત્ર પણ આવી જાય છે

image source

સુરતના મોટા વરાછામાં રહેતા ગોયાણી પરિવારના એક પછી એક એમ સાત સભ્યોને કોરોના નો ચેપ લાગ્યો આ પરિવારના ૧૦૬ વર્ષના સૌથી મોટા વ્યક્તિ સાડાત્રણ વર્ષના સૌથી નાના બાળક અને ઘરની પુત્રવધુ જે ગર્ભવતી હતી તેને પણ કોરોના થઈ ગયો હતો. પરિવારના તમામ સભ્યો ને કોરોના થયો હોવા છતાં પણ આ પરિવારે હિંમત ન હારી અને તમામ લોકો ઘરમાં જ આઈસોલેશન માં રહ્યા.

image source

હા પરિવારે કોરોનાને આયુર્વેદની મદદથી પરાજય આપ્યો પરિવારનું કહેવું છે કે લોકોએ કોરોના થી ડરવાની જરૂર નથી તેની જો યોગ્ય સારવાર લેવામાં આવે અને મજબૂત રાખવામાં આવે તો કોરોના સામે સરળતાથી જીતી શકાય છે. આ પરિવારમાં સૌથી પહેલા કોરોના પોઝિટિવ સાડા ત્રણ વર્ષનો પૌત્ર આવ્યો હતો તેને બે દિવસ આવ્યા બાદ તેનો રિપોર્ટ કરવામાં આવતા તેને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. તકેદારીના ભાગરૂપે પરિવારના અન્ય સભ્યો એ પણ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો અને જાણવા મળ્યું કે પરિવારના 7 સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે.

image source

પરિવારના સભ્યોનું ટેસ્ટ પોઝિટીવ આવ્યો પરંતુ દરેકને લક્ષણો ગંભીર ન હતા તેથી તેમણે હોમ આઈસોલેશનમાં રહેવાનું અને સારવાર લેવાનું નક્કી કર્યું. જોકે આ પરિવારના ૯૭ વર્ષના કાશીબા અને તેમની દીકરી અને પૌત્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરિવારના ત્રણ સભ્યો કોરોના નેગેટિવ હોવાથી તેઓ અન્ય સંબંધીના ઘરે રહેવા જતા રહ્યા.

image source

એક જ પરિવારમાં સાત લોકો એકસાથે કોરોના પોઝિટિવ હોવા છતાં પરિવારના એક પણ સભ્ય એ હિંમત ન હારી અને મક્કમ મનોબળ સાથે કોરોના સામે લડવાનું નક્કી કર્યું. બધા જ લોકો સકારાત્મક વિચારો સાથે અને આયુર્વેદિક પદ્ધતિથી દવા કરી હોમ આઈસોલેશનમાં જ કોરોના મુક્ત થયા. પરિવારનું જણાવવું છે કે તેમના હોમઆઈસોલેશન ના સમયગાળા દરમિયાન તેમની સોસાયટીના સભ્યો, મિત્રો અને સગા-સંબંધીઓ એ તેમને જરૂરી ચીજવસ્તુઓ ઘર સુધી પહોંચાડી ખૂબ મદદ કરી હતી. તેઓ ડૉક્ટર પાસે પણ ફોન પર જ માર્ગદર્શન લઈ અને દવાઓ લેતા હતા. કોરોના ને હરાવવા માટે તેમણે આયુર્વેદિક ફાકી, ઉકાળા વગેરે જેવા ઉપાયો કર્યા અને અંતે કોરોના ને માત આપી…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – 

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત