કોઇ પણ ડાયટિશિયન પાસે ગયા વગર આ ડાયટ પ્લાન ફોલો કરીને ઉતારી દો માત્ર 10 મહિનામાં 27 કિલો વજન

કોઈપણ જાતના ડાયેટીશિયનની મદદ વગર જાતે જ યુનિક ડાયેટ પ્લાન બનાવીને માત્ર 10 જ મહિનામાં ઘટાડ્યું 27 કિલો વજન, શું તમે પણ થોડા સમયમાં વજનમાં કરવા માગો છો ધરખમ ઘટાડો ? તો અપનાવો જીનલ પટેલનો આ યુનિક ડાયેટ પ્લાન

image source

મેદસ્વીતા એ એવી મેડિકલ કન્ડીશન છે જેમાં શરીરની ચરબી જરૂર કરતાં વધારે પડતી વધી જાય છે. અને તેના કારણે તમારા શારીરિક સ્વાસ્થ્ય પર માઠી અસર થઈ શકે છે. મેદસ્વીતા ખાસ કરીને વધારે પડતાં ખોરાક અને તેના કરતાં પણ વધારે, વધારે પડતાં અનહેલ્ધી ખોરાક જેમ કે જંક ફૂડ, તીખો તળેલો ખોરાક અનિયમિત ખોરાક, વધારે પડતી ખાંડવાળો ખોરાક વિગેરેથી થાય છે અને સાથે સાથે તમારી લાઇફસ્ટાઇલ પણ તેના માટે જવાબદાર હોય છે.

હૃદયના રોગો તેમજ હાર્ટ એટેક, ઉચ્ચ રક્ત ચાપ, ડાયાબીટીસ, કેન્સર, ઓઇસ્ટીઓઆર્થરીટીઝ, શ્વાસ લેવાની તકલીફો, અસ્થમા ઉપરાંત ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ સામાન્ય વ્યક્તિ કરતાં એક મેદસ્વી વ્યક્તિને વધારે પ્રમાણમાં રહે છે. આમ સીધી જ કે આડકતરી રીતે મેદસ્વીતા માત્ર શરીરની જાડાઈ નહીં રહીને એક પ્રકારનો રોગ બની ગયો છે. જેનાથી યોગ્ય સમયે છૂટકારો મેળવી જ લેવો જોઈએ નહીંતર સમય જતાં તે તમારા શરીરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છો.

ભારતની વાત કરીએ તો આજે 135 મિલિયન વ્યક્તિઓ મેદસ્વિતાથી અસર ગ્રસ્ત છે. મેદસ્વીતા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે. જેમાં તમે શારીરિક રીતે પ્રવૃત્તિશીલ ન હોવ, વધારે પડતો ખોરાક લેતા હોવ. વારસાગત રીતે તમે મેદસ્વી હોઈ શકો છો, ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ વાળો ખોરાક લેતા હોવ, તમારા ખોરાકની ફ્રીક્વન્સી પણ તેના માટે જવાબદાર હોઈ શકે, કોઈ દવાની સાઇડ ઇફેક્ટ પણ હોઈ શકે, તેની પાછળ સાઇકલોજીકલ પરિબળ પણ જવાબદાર હોઈ શકે છે.  પણ જો તમારે સ્વસ્થ અને લાંબુ જીવન જીવવું હોય તો તમારે તમારું વજન હેલ્ધીલી ઘટાડવું જ પડશે. અને માટે આજે અમે તમારી સમક્ષ તેવી વ્યક્તિની પ્રેરણાત્મક વાત લઈને આવ્યા છે જેમણે જાતે જ કોઈ પણ જાતના ટ્રેઈનર કે પછી ડાયેટીશીયનની મદદ વગર પોતાની આંતર સુજથી માત્ર 10 જ મહિનામાં 27 કીલો વજન ઘટાડ્યું છે. તેમનું નામ છે જીનલ પટેલ. તો ચાલો જાણીએ તેમની વેઇટ લોસ સ્ટોરી.

કેવી રીતે મળી યુનિક ડાયેટ પ્લાન બનાવવાની પ્રેરણા

24 વર્ષીય જીનલ બેનનું વજન પહેલેથી જ વધારે હતું. તેમને ઝડપથી વજન ઘટાડવું હતું અને સાથે સાથે તેઓ મેદસ્વીતાના કારણે જે વિવિધ રોગો થાય છે તે વિષે પણ જાણતા હતા. અને પોતાના વજનના કારણે પોતાની સાથે તેવું કંઈ ન થાય તે હેતુથી તેઓ પોતાનું વજન ઘટાડવા માગતા હતા અને બસ તે ખ્યાલથી જ તેમને આ યુનિક ડાયેટ પ્લાન બનાવવાની પ્રેરણા મળી.

જીનલ બેનનું ડાયેટ રૂટિન

જીનલ બેનનું વજન 90 કીલો હતું. અને તેમને ખૂબ જ ઝડપથી પણ હેલ્ધીલી વજન ઘટાડવું હતું. એટલે તેમણે સૌથી પહેલો સુધારો પોતાના ડાયેટમાં કર્યો. તેમનો પેહલાં જે ફૂડી નેચર હતો તેને તેમણે અલવિદા કહી દીધું. તેઓ પહેલાં મન ફાવે તે ખાઈ લેતા. પંજાબી, સાઉથ ઇન્ડિયન, સૂપ, ચીઝ સેન્ડવીચ, કેક ચોકલેટ, આઇસક્રીમ બધી જ તેમની ભાવતી વાનગીઓ હતી પણ તેમણે તે બધું જ પડતું મુક્યું અને હેલ્ધી લીમીટેડ ડાયેટ તરફ વળ્યા. જો કે તેમણે પોતાના માટે કેટલીક લો ફેટ રેસીપીઝ પણ ઇનોવેટ કરી છે.

જીનલ પટેલનો ડાયેટ પ્લાન

image source

સવારનો નાશ્તોઃ સવારના નાશ્તામાં ઓછા તેલમાં બનાવેલા પૌંઆ, ઉપમા, ઇડલી સંભાર, ઉત્તપમ, તેમજ ફ્રેશ ફ્રૂટ જ્યુસ તેઓ લે છે.

લંચના એક કલાક પહેલાઃ બપોરના ભોજન પહેલાં એક કલાકે તેઓ સલાડ લે છે.

બપોરનું ભોજનઃ એક વાટકી દાળ – ભાત – શાક

સાંજનો નાશ્તોઃ સાંજે કોઈપણ એક ફ્રૂટ

ડીનરઃ ગ્રીન ટી

સુતી વખતેઃ સુવાના એક કલાક પહેલાં તેઓ એક કપ ગાયનું દૂધ લે છે

વ્યાયામઃ પોતાના યુનિક ડાયેટને ફોલો કરવાની સાથે સાથે તેઓ રોજ 1.30 થી 2 કલાક જીમમાં વર્કાઉટ પણ કરે છે. જેમાં તેઓ 1 કલાક કાર્ડિયો અને 30 મિનિટ એબ્સ એક્સરસાઇઝ કરે છે.

પીવાનું પાણીઃ જીનલબેન જ્યારે પણ પીવે ત્યારે હુંફાળું જ પાણી પીવે છે. તેના કારણે તેમની કબજિયાતની સમસ્યા પણ સદંતર દૂર થઈ ગઈ છે.

આમ પોતાના 90 કીલોના વજનને સીધું જ 63 પર લાવવા તેમણે સતત 10 મહિના આ ડાયેટ પ્લાનને ફોલો કર્યું હતું. જો કે તેઓ મહિનામાં બે દિવસ ચીટ ડે પણ રાખતા હતા જ્યારે તેઓ પોતાની પસંદનું ફૂડ લેતા હતાં. બીજા દીવસથી તરત જ તેઓ ઉપર જણાવેલા સ્ટ્રીક્ટ ડાયેટ પર ચડી જતાં.

વજન ઘટ્યા બાદનો અનુભવ

કોઈ પણ વ્યક્તિ જ્યારે માત્ર 10 જ મહિનામાં 27 કીલો વજન ઘટાડે ત્યારે તેના અનુભવો પણ અસામાન્ય જ રહેવાના. જીનલબેન સાથે પણ કંઈક તેવું જ થયું. તઓ હવે ખૂબ જરીલેક્સ ફીલ કરે છે, તેમને પહેલાંની જેમ વારંવાર થાક નથીલાગતો, હંમેશા તાજગીની ફીલીંગ રહે છે. પોતાની જાતને ફીટ અનુભવે છે, તેમજ આળસ પણ દૂર થઈ ગઈ છે. માનસિક તાણ પણ નથી રહેતી. આ ઉપરાંત તેમના વજનમાં આવેલા ધરખમ ઘટાડાના કારણે લોકો તેમની ફીટનેસના વખાણ પણ કરે છે અને તેમની પાસેથી વજન ઘટાડવા માટે સલાહ પણ લે છે.

જીનલબેનનું લક્ષ હતું 90 કીલોમાંથી 63 પર આવવું જે તેમણે માત્ર 10 જ મહિનામાં હેલ્ધીલી અચિવ કરી લીધું. ત્યાર બાદ હવે તેઓ પોતાનું વજન મેઇન્ટેઇન રાખવા માટે દીવસમાં ડોઢ કલાક જીમમાં વર્કાઉટ કરે છે. અને તેમણે પોતાના સ્ટ્રીક્ટ ડાયેટને થોડું હળવું પણ બનાવી નાખ્યું છે. જો તમે પણ ઝડપથી વજન ઘટાડવા માગતા હોવ તો તમે પણ આવો કોઈ ઉપાય અજમાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત