કોર્ટમાં દલીલો કરી આરોપીના હાલ બેહાલ કરતાં વકીલોની કોરોનાએ બગાડી દશા

કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે દેશમાં 25 માર્ચથી કડક લોકડાઉન અમલમાં મુકવામાં આવ્યું. આ લોકડાઉનમાં દેશભરમાં દરેક પ્રકારના ધંધા, વ્યવસાય, નોકરી બધું જ ઠપ્પ થઈ ગયું.

image source

એટલું જ નહીં લોકડાઉનના 3 મહિના દરમિયાન કોર્ટ પણ બંધ રહી હતી. બધું જ બંધ કરવા છતા કોરોના તો કંટ્રોલ ન થયો પરંતુ લોકોના હાલ બેહાલ થઈ ચુક્યા છે. હજારો લોકોએ રોજગારી ગુમાવી છે તો કેટલાક લોકોને તો પોતાના ધંધા બદલી દેવા પડ્યા છે.

આવું જ કંઈ થયું છે રાજ્યના કેટલાક વકીલો સાથે. લોકડાઉનમાં કોર્ટ પણ બંધ રહેતા આશરે 500 જેટલા વકીલોની આવક પણ બંધ થઈ જતા તે સાક્ષર બેરોજગાર બન્યા છે. રાજ્યના નાના ગામમાંથી અમદાવાદમાં આવી ભાડે મકાન રાખી પ્રેક્ટીસ કરતાં વકીલોની આવક લોકડાઉનમાં બંધ જતા તેમની હાલત કફોડી બની છે.

image source

જાણવા એમ પણ મળે છે કે કેટલાક વકીલોએ તો કામના અભાવ અને ઘરનું રોજગાર ચલાવવા માટે હાલ અન્ય કામ કરવાનું શરુ કર્યું છે. કેટલાક વકીલો પરંપરાગત ખેતીકામમાં તો કેટલાક વકીલોએ અન્ય નોકરી કરવાની શરૂઆત કરી દીધી છે.

image source

વાત કરીએ અમદાવાદ શહેરની તો જાણવા મળ્યાનુસાર સૌરાષ્ટ્રના નાનકડા ગામના વતની એવા એક વકીલે શહેરમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો અને તેઓ સેશન્સ અને હાઈકોર્ટમાં વકીલાત કરતા હતા. સામાન્ય દિવસોમાં તેમની પ્રેક્ટિસ સારી ચાલતી હતી. તેમાંથી તે પરિવારનું ગુજરાન ચલાવી ગામડે થોડા રૂપિયા મોકલી પણ શકતા એટલી કમાણી થતી. પરંતુ લોકડાઉનમાં તેમને ફ્લેટનું ભાડુ ભરી શકે તેટલી આવક પણ થતી બંધ થઈ ગઈ. આથી તેઓ ફ્લેટ ખાલી કરી અને પોતાના ગામ પરત ફરી ગયા છે.

image source

આવી જ આર્થિક તકલીફ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા જુનિયર વકીલને પણ શરુ થઈ હતી. તેથી તેમણે ઓનલાઈન ફૂડ ડિલિવરી કરવાની નોકરી શરુ કરી છે. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં તેમને સારી આવક થતી હતી પરંતુ હવે જ્યાં સુધી કોર્ટ સંપૂર્ણ ખુલશે નહીં ત્યાં સુધી સનદ પરત આપી અને તેઓ આ વ્યવસાય કરશે. આ સિવાય અન્ય એક વકીલે પણ ઓનલાઈન ફુડ ડિલિવરી એપનું કામ સ્વીકારવાનું નક્કી કર્યું છે.

image source

આ જ રીતે બનાસકાંઠાથી અમદાવાદ આવેલા હાઈકોર્ટના એક વકીલનું પણ કામ બંધ થઈ જતા તેમણે પણ વતન પરત ફરી અને ખેતી કરવાનું શરુ કર્યું છે. જો કે આ અંગે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના એક સભ્યનું કહેવું છે કે હજુ સુધી વકીલો લોકડાઉન દરમિયાન તેમની સનદ જમા કરાવી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત