બ્રેડ વેજીટેરીયન મન્ચૂરિયન – હોટલો અને રેસ્ટોરન્ટમાં મળતા હોય એવા સેમ બ્રેડ મન્ચૂરિયન બનાવી શકો…

વધેલા બ્રેડ માં થી બનાવેલી છે આ વાનગી.બગડી જાય તે પહેલા મારે વાપરવા જરૂરી હતા.એટલે મેં આ રીતે વાપરી ને વાનગી બનાવી.. રીત સરળ ને ઝડપ ની છે,.મારે ગઈ કાલે પાવભજી બનાવ્યું હતું તો બ્રેડ વધ્યા હતા

તો મેં આજે મંચુરિયન બનાવ્યા છે …આજે અમે તમારા માટે બ્રેડ વેજીટેરીયન મન્ચૂરિયન બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. મન્ચૂરિયન એક વસ્તુ છે જે ચાઇનીઝની ઘણી બધી રેસિપીમાં ઉપયોગમાં લેવાય છે. એટલે આજે અમે તમને ઘરે જ પરફેકટ બ્રેડ મન્ચૂરિયન કેવી રીતે બનાવી શકાય તે જણાવીશું. એ શીખી લીધા પછી તમે ઘરે જ હોટલો અને રેસ્ટોરન્ટમાં મળતા હોય એવા સેમ બ્રેડ મન્ચૂરિયન બનાવી શકો.

સામગ્રી :

  • – 4-5 બ્રેડ
  • – 1/2 કપ મેંદો અથવા કોર્ન ફ્લોર
  • – 2 નગ કાંદો ( લાંબો સમારેલો )
  • – 1/2 કપ લીલું લસણ
  • – 2 નગ ીલા મરચા
  • – 1/2 કોબી ( છીણેલી )
  • – 1 નગ કેપ્સિકમ ( લાબું સમારેલું )
  • – 1 નાનો ટુકડો આદુ
  • – 1/2 કપ લીલી ડુંગળી
  • – સ્વાદાનુસાર ચીલી સોસ,ગ્રીન સોસ,રેડ ચિલ્લી સોસ
  • – તળવા માટે તેલ
  • – મરી પાઉડર

રીત

સ્ટેપ 1

બ્રેડ નો ભૂકો કરી લો. બધા શાક ને સમારી લો.

અથવા grat કરી લો ,આદુ,મરચા ને લસણ ને વાટી / સમારી લો.બધું સમારેલી સામગ્રી ને બ્રેડ ના ભુકા માં ઉમેરો ને બરાબર ભેળવી લો. તેમાં લાલ ચીલી સોસ ને લીલો ચીલી સોસ ઉમેરો.( આ Optional છે )..તેનો કણક બાંધી લો.લીંબુ ના કદ ના ગોળા વાળી…

જેટલું તેલ પેન માં ગરમ કરી તેમાં આ ગોળા ને સોનેરી રંગ ના તળી લો.

સ્ટેપ :2

હવે એક કડાઈ માં તેલ લઇ તેમાં લાંબા સમારેલા કેપ્સિકમ ,કાંદા અને આદુ માર્ચ અને લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળો …..ચાયનીઝ બનાવતા હોય ત્યરે ફુલ ગેસ પર સંતાડવું જરુરી છે …કેમ કે સાક ક્રન્ચી લાગે …પછી તેમાં ચાયનીઝ સીઝઈનીંગ કરી લેવા જેવા કે સ્વાદાનુસાર ચીલી સોસ,,ગ્રીન સોસ,રેડ ચિલ્લી સોસ અને મરી પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી લેવું ..અને ઉપર થી બોલ્સ ઉમેરી ગરમ સર્વ કરવું .અને લીલી ડુંગળી થી ગાર્નિશ કરો ..

નોંધ :

– ચાયનીઝ વાનગી ઓ બનાવ માં આ બોલ્સ ને વાપરી શકો છો.)


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.