ઉદીયમાન સૂર્યને અર્ધ્ય આપવા વારાણસીના ગંગા ઘાટ પર ભેગી થઇ ભારે ભીડ, પોલીસે ગંગા ઘાટ પર રાખી ડ્રોનથી નજર

છઠ્ઠ મહાપર્વ આજ રોજ શનિવારના ઊગતા સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવાની વિધિ અર્ધ્ય આપવાની સાથે જ પૂરી થઈ ગઈ છે. છઠ્ઠ પુજાના
બીજા દિવસે સૂર્ય દેવને અર્ધ્ય અર્પણ કરવા માટે ગંગા નદીના ઘાટ પર ભક્તોની ભારે ભીડ ઉમટી આવી હતી, જેમાં વારાણસી અને
ગોરખપુરના ઘાટ પર ભક્તોએ સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કર્યું છે.

image source

ભક્તો સાથે વાતચીત કરવા દરમિયાન જણાવ્યું હતું કે, તેમને વિશ્વાસ છે કે, સૂર્ય તેના તેજથી કોરોના વાયરસ સંક્રમણની મહામારીને ખતમ કરી દેશે. સવારના ૬:૩૯ વાગે સૂર્યોદય થવાની સાથે જ ગંગાઘાટ પર જયઘોષ કરવામાં આવ્યો હતો.

ગોરખપુર જીલ્લામાં કોરોના વાયરસ છતાં પણ પર્વમાં ભારે ઉત્સાહ.

image source

ગોરખપુર જીલ્લામાં છઠ્ઠ પુજાના તહેવારની ઘણી ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. આ તહેવાર દરમિયાન ગોરખપુર જીલ્લાના ચૌરી
ચૌરા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં છઠ્ઠ તહેવારની ઉજવણી કરવા માટે ભેગી થયેલ ભીડ પર કોરોના વાયરસ સંક્રમણની મહામારી ભારે પડી છે.
શાસન દ્વારા તૈયાર કરવામાં આવેલ પોલીસ સ્ટેશનના અધ્યક્ષ પ્રમોદ ત્રિપાઠીના નેતૃત્વ હેઠળ ડ્રોનમાં કેમેરાની મદદથી નજર રાખવામાં
આવી રહી હતી, પરંતુ અહિયાં એટલી હદે ભીડ એકઠી થઈ ગઈ હતી કે, તેના લીધે બધી તૈયારી પર પાણી ફરી વળ્યું હતું, અત્યારે પણ આ જ સ્થિતિ જળવાઈ રહી છે.

પોલીસ વારાણસી શહેરમાં બોટ અને ડ્રોનની મદદથી નજર રાખવામાં આવી રહી હતી.

image source

વારાણસી શહેરના શીતલા ઘાટ, દશાશ્વમેઘ ઘાટ પર ભક્તોની ભીડને જોતા રસ્તાઓને થોડાક સમય માટે બંધ કરી દેવાની ફરજ પડી ગઈ
હતી. લોક આસ્થાના મહાપર્વ પર લોકોની એક જ કામના હતી કે, સુખ- સમૃદ્ધિની સાથે જ દુનિયા માંથી કોરોના વાયરસ સંક્રમણની
મહામારી ખતમ થવાની કામના હોય છે. નાના નાના કુંડ, તળાવમાં પણ મહિલાઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું.

image source

ત્યાં જ કેટલાક સ્થળોએ ભક્તોએ ઢોલ- નગાડાની સાથે ઘાટ પર પૂજા કરવા માટે પહોચી ગયા હતા. ત્યાં જ આ બાજુ ગંગા ઘાટ પર સુરક્ષા માટે પોલીસ ગંગાઘાટ પર બોટની મદદથી નજર રાખી રહી હતી, આ સાથે જ ડ્રોનની મદદથી પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત