આનંદો! હવે અમદાવાદ બનશે દેશનું સ્પોર્ટ્સ સિટી, 4600 કરોડના ખર્ચે તમને મળશે આવી જોરદાર સુવિધાઓ

આજે દરેક ગુજરાતી માટે એક ગૌરવશાળી દિવસ કે કેમ કે આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આવેલા મોટેરા ખાતે આ સ્ટેડિયમને હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખવામાં આવશે. તો બીજી તરફ અમદાવાદ હવે સમગ્ર ભારતમા સ્પોર્ટ્સ સિટીના નામથી પણ ઓળખાશે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં હવે એક જ જગ્યાએ કોમનવેલ્થ, એશિયાડ, ઓલમ્પિક જેવી રમતની સ્પર્ધાઓ યોજાઈ શકશે. આ માટે અમદાવાદમાં હાલ 4600 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ અમદાવાદમા આવેલા નારણપુરા વિસ્તારમાં 18 એકરમાં 458 કરોડના ખર્ચે એક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પણ બનાવવામાં આવી રહ્યું છે. જ્યાં દરેક પ્રકારની રમતને લગતી પ્રવૃતિઓ કરાવવામાં આવશે.

image source

આ સ્પોર્ટ સંકૂલ અંગે વિધિવત વાત કરીએ તો આ નવા તૈયાર કરવામાં આવતા સ્પોર્ટ્સ સંકુલમાં 3000 એપાર્ટમેન્ટ બનાવવામાં આવશે. જેમાં 12 હજાર બાળકોને રહેવાની સુવિધા પુરી પાડવામાં આવશે. આ તમામ બાળકો એક સાથે અહીં કોચિંગ લઈ શકશે. જેને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ સાથે જોડવામાં આવશે. આ અંગે તમને જણાવી દઈએ કે નારણપુરા વિસ્તારમાં બનવા જઈ રહેલા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આંતરપાષ્ટ્રીય કક્ષાની ફેસિલિટી યુવાઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કોમ્પલેક્ષમાં જીમ્નેશિયમ, 50 ડિલક્સ રૂમ અને 5 સ્યૂટ રૂમ સાથે ક્લબ હાઉસ,કબડ્ડી, બાસ્કેટબોલ, ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ, રેસ્ટોરન્ટ, ઓલિમ્પિક કદનો સ્વિમિંગપૂલ, પાર્ટી એરિયા, 3D પ્રોજેક્ટર થિયેટર અને ટીવી રૂમ જેવી સુવિધાઓ પણ છે. હોકી, બોક્સિંગ, લોન ટેનિસ, રનિંગ ટ્રેક વગેરે જેવી સ્પોર્ટ એક્ટિવીટી અને વર્લ્ડ ક્લાસ સુવિધા આપવામાં આવશે.

image source

તમને જણાવી દઈએ કે આજે રાષ્ટ્રપતિ રામનાથી કોવીંદના હસ્તે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિ પૂજન અને મોટેરા ખાતે નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવવામાં આવી રહ્યો છે તેને સરદાર પટેલનું નામ આપવામાં આવશે. આ કોમ્પલેક્ષમાં વિશ્વસ્તરના દરેક રમતોની ફેસિલિટી મળી રહેશે. જેના કારણે રમતવીરોને કોચીંગ અને કોચના રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જેનું ભૂમિપૂજન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હસ્તે કરવામાં આવ્યું હતું. નોંધનિય છે કે આ સ્પોર્ટ્સ સંકુલ 233 એકર જમીનમાં બનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ દેશનું સૌથી મોટું સંકુલ હશે આટલા વિશાળ ક્ષેત્રફળમાં ક્યાય પણ આવુ સંકુલ હાલમાં બનાવવામાં આવ્યું નથી.

image source

આ સંકુલ અંગે મળતી માહિતી પ્રમાણે ઓલિમ્પિક સહિતના રમત માટે 6 મહિનામાં અમદાવાદ તૈયાર થઈ જશે. જેથી અમદાવાદની ઓળખમાં ચાર ચાંદ લાગી જશે અને શહેર સ્પોર્ટ્સ સિટી બની જશે.

image source

નોંધનિય છે કે સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવ 233 એકરમાં બનાવવામાં આવશે, તમને જણાવી દઈએ કે આ એન્કલેવ દેશનું સૌથી મોટુ એન્કલેવ બનશે. તો બીજી તરફ સ્ટેડિયમ અને એન્કલેવ સાથે આસપાસની 65 શાળાઓને જોડવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓ સપ્તાહમાં એક દિવસ અહીં આવશે અને રમતો રમશે. નોંધનિય છે કે આ માટે 34 બસોની પણ વ્યવસ્થા કરવામાં આવશે જેથી શાળાના વિધાર્થીઓ રમત-વીરો તેમાં રમત-ગમત માટે આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે આ સ્પોર્ટ્સ એન્કલેવનું પી.પી.પી. મોડલથી નિર્માણ કરવામાં આવશે જેન ખર્ચા કુલ રૂ. 4600 કરોડ થસે. જેમા ફુટબોલ, એથ્લેટિક, ઇન્ડોર સ્ટેડિયમ તેમજ હોકી સ્ટેડિયમ, તેમ અનેક રમતોને આવરી લેતા કુલ 20 સ્ટેડિયમ આ સંકુલમાં નિર્માણ કરવામા આવશે અને રમત-ગમત ફિલ્ડમાં જે ખેલાડી રાજ્ય અને દેશનું નામ રોશન કરશે તેના નામની સાથે સ્ટેડિયમનું નામ જોડવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!