ખુબ દુ:ખદ, ઉનામાં ‘તાઉ તે’ વાવાઝોડાંના કારણે વિધવા મહિલાનું ઘર પડી ભાંગ્યું, 18 કલાક કંઈ જ ખાવા ન મળ્યું

તાઉ તે વાવાઝોડું આવ્યું અનેક લોકોના જીવન બરબાદ કરતું ગયું. ત્યારે ઉનાના વિદ્યુતનગરમાં હુડકો સોસાયટીમાં રહેતાં વિધવાને જે પરેશાની થઈ એ સાંભળીને તમારા પેટનું પાણી હલી જશે અને ખુબ દુખ થશે. આ મહિલાએ મીડિયા સમક્ષ પોતાની આપવીતી સંભળાવી હતી. તેમણે જણાવ્યું હતું કે રાતે 170ની સ્પીડે પવન ફૂંકાતાં પોતાનું ઘર પડી ભાંગ્યું હતું.

image source

આથી બે પુત્રો અને પોતાનો જીવ બચાવવા આખી રાત ખૂણામાં બેસીને જ પસાર કરવી પડી હતી. અનાજ પલળી ગયું હોવાથી 18 કલાકથી અન્નનો દાણો પણ મોઢામાં નાખ્યો નથી અને પેટ એકદમ ખાલી ખમ્મ છે. આ મહિલા ઉનાના વિદ્યુતનગર વિસ્તારમાં હુડકો સોસાયટીમાં રહે છે અને એનું નામ મનીષાબેન દીપકગિરી છે.

image source

ઉલ્લેખનીય છે કે મનિષા બેન વિધવા છે અને સંતાનમાં બે પુત્ર પણ છે. ગઈકાલે વાવાઝોડું ત્રાટક્યું ત્યારે પોતાનું ત્રણ રૂમનું મકાન પડી ગયું. આથી તેઓ પોતાનો અને બંને પુત્રોનો જીવ બચાવવા માટે ઘેલા ઘેલા બની ગયા હતા. અને આમ પણ કોઈ ઘેલા ન બને. ધરાશાયી થયેલાં મકાનનો એક ખૂણે ઊભાં રહી આખી રાત ત્રણેયે ભયના ઓથાર નીચે વિતાવી હતી. પવનની ગતિ એટલી હતી કે એકબીજાના ઘરે પણ જવાય એવું નહોતું તેથી ત્યાં જ બેસીને આખી રાત કાઢી હતી. મનીષાબેને જણાવ્યું હતું કે રાતે આઠ વાગ્યાના ભૂખ્યા પેટે અમે ઊભાં હતાં. વરસાદ બહુ જ વરસી રહ્યો હતો અને બહુ દોડાદોડી કરીએ તોપણ ક્યાંય જવાય તેવું નહોતું.

image source

મનિષા બેને એ કાળી રાત વિશે જે વાત કરી એ સાંભળીને પણ આપણે તો હચમચી ઉઠીએ છીએ તો વિચારો કે એમણે કઈ રીતે આ રાત કાઢી હશે. મનિષા બેન કહે છે કે એકના એક પગે આખી રાત વિતાવી હતી. પવન એટલો હતો કે બાજુના ઘરે પણ જવાય એવો માહોલ હતો નહીં. નુકસાનીમાં એક રૂમ આખો પડી ગયો છે, બીજા રૂમનાં પતરાં ઊડી ગયાં છે તેમજ એક રૂમમાં સ્લેબ હતો એ પણ ધરાશાયી થઇ ગયો છે.

કાલના ભૂખ્યા હતા, આજે જમ્યા છીએ. ગાદલાં, ગોદડાં અને અનાજ બધું પલળી ગયું છે. મનીષાબેન વિશે માહિતી મળી રહી છે કે પતિ દીપકગિરીનું થોડાં વર્ષો પહેલાં અવસાન થયું હતું. પતિના અવસાન પછી મનીષાબેન પર બે બાળકોને મોટા કરવાની જવાબદારી આવી ગઇ હતી. આથી તેઓ કોઇ પાસે હાથ લાંબો કરવાને બદલે પાણીપૂરીની રેકડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે તાઉ-તે વાવાઝોડું ગુજરાત પર આફત બનીને આવ્યું અને ઠેર ઠેર વિનાશ વેરતું ગયું છે. રાજ્યમાં સૌથી વધારે અસર ઉનામાં જોવા મળી રહી છે. ઉનામાં ઠેરે ઠેર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયાં છે તેમજ કાચાં મકાનો બાંધી રહેતા લોકોનાં ઘર પણ પડી ભાંગતાં ઉપર આકાશ અને નીચે ધરતી જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

image source

રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓએ ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ શરૂ કર્યું છે. ત્યારબાદ અમરેલી અને ગીર સોમનાથના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!