ઘરે બેઠા આ એક્ટરએ વિક્કી કૌશલના કર્યા હેરકટ, જાણો કોણ છે એ ટેલેન્ડેટ વ્યક્તિ

14 એપ્રિલ સુધીનું લોકડાઉન હવે 3 મે સુધી લંબાયુ છે તેવામાં લોકડાઉન વચ્ચે બોલિવૂડ સ્ટાર્સ સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ થયા છે.

image source

સ્ટાર્સ પોતાના ઘરના કામ કરતા જોવા મળે છે, પોતાના પરીવાર સાથે સમય પસાર કરતા જોવા મળે છે અને પોતાના શોખને પૂરા કરી રહ્યા છે. તેવામાં કેટલાક સ્ટાર્સ હેરકટ કરાવતા પણ જોવા મળી રહ્યા છે. આ લિસ્ટમાં હવે વિકી કૌશલનું નામ પણ જોડાઈ ગયું છે.

વિકી કૌશલએ ઈંસ્ટા પર એક પોસ્ટ કરી છે જેમાં તેની હેરકટ તેનો નાનો ભાઈ અને અભિનેતા સની કૌશલ કરી રહ્યો છે. વિકી કૌશલની આ નવી હેરસ્ટાઈલ તેના ફેન્સને પણ ખૂબ ગમી રહી છે. સોશિયલ મીડિયા યૂઝર્સ સની કૌશલના આ ટેલેન્ટના ભરી ભરીને વખાણ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે સની કૌશલ ભંગડા પા લે, ધ ફોરગોટન આર્મી જેવી વેબ સીરિઝમાં જોવા મળી ચુક્યો છે. વિકી કૌશલ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે અનેક વીડિયો પણ શેર કરે છે. આ પહેલા વિકી પંખાની સફાઈ કરતો જોવા મળ્યો હતો તો સાથે જ ઓમલેટ બનાવતો પણ જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Vicky Kaushal (@vickykaushal09) on

આ પહેલા વિકી કૌશલએ પીએમ કેર્સ ફંડમાં 1 કરોડની આર્થિક સહાય પણ કરી હતી. આ વાતની જાણ ખુદ વિકી કૌશલએ સોશિયલ મીડિયા પર કરી હતી. આ વાત પર પણ વિકીના ફેન્સએ તેના વખાણ કર્યા હતા.

વિકીના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તે સરદાર ઉધમ સિંહ અને સૈમ માનેકશૌની બાયોપિકમાં જોવા મળશે. સરદાર ઉધમ સિંહની બાયોપિકનું નિર્દેશન શૂજીત સરકાર કરશે અને સૈમ માનેકશૌનું નિર્દેશન મેઘના ગુલઝાર પાસે છે. ઉલ્લેખનીય કે આ બંને ફિલ્મો સાથે વિકી પાસે કરણ જોહરની ફિલ્મ તખ્ત પણ છે.