સ્પેનમાં લોકડાઉનથી કંટાળેલી મહિલાએ કર્યું એવું કામ કે શરમમાં મુકાઈ ગઈ પોલીસ પણ

કોરોના વાયરસના કારણે લોકડાઉન માત્ર ભારતમાં જ નથી પરંતુ અન્ય દેશોમાં પણ છે. અનેક લોકો ઘરની બહાર નીકળવાની ઈચ્છા રાખે છે પરંતુ લોકડાઉનનું કડક પાલન કરવાના કારણે તે આ કામ કરી શકતા નથી.

image source

આવી જ રીતે લોકડાઉનનથી માનસિક રીતે ત્રાસી ગયેલી સ્પેનની મહિલાએ એવું કામ કર્યું કે જેની ચર્ચા આજે ચોતરફ થવા લાગી છે. સ્પેનમાં એક મહિલાએ પહેલા લોકડાઉન તોડ્યું અને જ્યારે પોલીસે તેને પકડી કોર્ટમાં લઈ ગઈ તો તેણે એવું કામ કર્યું કે તેનાથી હોબાળો મચી ગયો છે.

સ્પેનમાં લોકડાઉન અત્યંત કડક રીતે ફોલો કરવાના આદેશ છે. કોઈને પણ બહાર નીકળવાની મંજૂરી નથી. પરંતુ આ 41 વર્ષીય મહિલા લોકડાઉનના નિયમો તોડીને ઘરની બહાર આવી હતી. જો કે તે મહિલા નજીકના વિસ્તારમાં કાર્યરત મેડિકલ સ્ટાફને ખુશ કરવા માટે રસ્તા પર ઊભી તાળીઓ પાડી રહી હતી. આ કામ માટે પોલીસ તેને કોર્ટમાં લઈ ગઈ, કોર્ટએ તેને જામીન પર મુક્ત કરી પણ મહિલા જેવી બહાર આવી કે તેણે તરત પોતાના બધા કપડા ઉતારી નાખ્યા અને હોબાળો કરી મુક્યો.

તે પોલીસની ગાડી ઉપર પણ ચઢી ગઈ. પોલીસકર્મીઓએ તેને ઘેરી અને તેને પકડી પણ તે કપડાં પહેરવા તૈયાર નહોતી. ત્યારબાદ મજબૂરીમાં પોલીસે તેને એમ્બ્યુલન્સમાં ઘરે મોકલવી પડી.