વિકી કૌશલનો 17 વર્ષ જૂનો વિડીયો થયો વાયરલ, આ અભિનેત્રી સાથે દેખાયા અભિનેતા

વિકી કૌશલ આજે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. આ નામ તેણે પોતાના દમ પર બનાવ્યું છે. એક્શન ડાયરેક્ટર શામ કૌશલના પુત્ર હોવા છતાં, વિકી કૌશલે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની લગન અને મહેનતથી એક સ્થાન બનાવ્યું. 2015માં નીરજ ઘાયવાનની ખૂબ વખણાયેલી ફિલ્મ ‘મસાન’માં મુખ્ય ભૂમિકા ભજવતા પહેલા વિકી કૌશલ એક્ટિંગ સ્કૂલમાં ગયો હતો. આ સિવાય તેણે ડિરેક્ટર અનુરાગ કશ્યપને પણ આસિસ્ટ કર્યો હતો.

image soucre

વિકી કૌશલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોમવારે, વિકી કૌશલએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેની એક્ટિંગ સ્કૂલના દિવસોનો 13 વર્ષ જૂનો વીડિયો શેર કર્યો હતો. આ વિડિયો મૂળ રૂપે તેના ક્લાસમેટ શિરીન મિર્ઝા દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો, જેને અભિનેતાએ ફરીથી પોસ્ટ કર્યો હતો. આ વાયરલ વીડિયોમાં બંને મજેદાર સીન કરતા જોવા મળી રહ્યા છે.

image soucre

ટીવી સિરિયલ ‘યે હૈ મોહબ્બતેં’માં સિમરન ભલ્લા ખુરાના ‘સિમ્મી’ની ભૂમિકા ભજવીને પ્રસિદ્ધિ મેળવનારી શિરીને ઈન્સ્ટાગ્રામ પર ‘આસ્ક મી એનિથિંગ’ સેશન કર્યું હતું. આ સેશનમાં એક નેટીઝને તેને વિકી કૌશલ સાથે કોઈ વીડિયો કે ફોટો શેર કરવાનું કહ્યું હતું, જેના કારણે શિરીને આ વીડિયો શેર કર્યો હતો. તેણે માફી માંગી અને લખ્યું હતું કે “પહેલેથી જ હાહા… વિકી કૌશલ આ વીડિયો પોસ્ટ કરવા બદલ માફ કરશો.”

વિકી કૌશલે રિપોસ્ટ કર્યો વિડીયો

image soucre

ગત વર્ષે ડિસેમ્બરમાં કેટરિના કેફ સાથે લગ્ન કર્યા બાદ હેડલાઇન્સમાં આવેલા વિકી કૌશલએ આ વીડિયોને ફરીથી પોસ્ટ કરીને લખ્યું, “2009ના સારા જૂના એક્ટિંગ સ્કૂલના દિવસો.” વિક્કી કૌશલના રિપોસ્ટ પછી તરત જ તેના ફેન પેજ પર આ વીડિયો શેર કરવાનું શરૂ થયું અને હવે તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ફિલ્મોમાં કેમિયો કરી ચુક્યા છે વિક્કી

image soucre

બોલિવૂડમાં મુખ્ય પાત્ર ભજવતા પહેલા વિકી કૌશલએ નાના રોલ પણ કર્યા છે. તેણે કુણાલ કપૂરની ફિલ્મ ‘લવ શુભ તે ચિકન ખુરાના’માં કેમિયો પણ કર્યો હતો. આ સિવાય તેણે ‘બોમ્બે વેલ્વેટ’માં કેકે મેનનના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર વિશ્વાસ કુલકર્ણીની ભૂમિકા ભજવી છે. ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’માં મેજર વિહાન સિંહ શેરગીલની ભૂમિકા માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. આ ફિલ્મ 2016માં ઉરીમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારત દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક પર આધારિત છે