ભક્તો વિના જગન્નાથ પુરીમાં નીકળશે રથયાત્રા, યાત્રામાં જોડાનાર પુજારી અને પોલીસકર્મીઓ રહેશે કોરોન્ટાઈન
કોરોનાના સંક્રમણ વચ્ચે સૌથી મોટી મુંજવણ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને સર્જાઈ છે. વિશ્વવિખ્યાત જગન્નાથજીની સૌથી પૌરાણિક યાત્રા ઓરિસ્સાના પુરીમાં નીકળે છે.

પરંતુ આ વર્ષે કોરોનાનું સંકટ છે તેવામાં કેન્દ્ર સરકારે રથયાત્રા અંગે નિર્ણય લેવાની સત્તા રાજ્ય સરકારને આપી છે. હવે રાજ્ય સરકાર નક્કી કરશે કે રથયાત્રા નીકળે કે નહીં અને જો નીકળશે તો તે કેવી રીતે કાઢવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે આ યાત્રામાં લાખો ભક્તો જોડાતા હોય છે.

એક તરફ જગન્નાથ મંદિર સમિતિ રથયાત્રાની તૈયારીના ભાગરુપે તેની રુપરેખા અને નિયમોને નક્કી કરવામાં બેઠકો કરી રહી છે. જેમાં પ્રાથમિક તારણ તો એવું જ બહાર આવ્યું છે કે આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તો વિના નગરભ્રમણ કરશે. મંદિર સમિતિએ આ અંગે નક્કી કર્યા અનુસાર રથયાત્રામાં પૂજારી, કેટલાક અધિકારી અને પોલીસ કર્મચારીઓની જ હાજરી રહેશે.

આ ઉપરાંત જે લોકો રથયાત્રામાં સામેલ થશે તેમણે પણ કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે અને ત્યારબાદ તેઓ 10 થી 12 દિવસ હોમ કોરોન્ટાઈન રહેશે. આ સિવાય પુરીમાં રથયાત્રા પૂર્વે જ રાજ્ય બહારના લોકોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવશે અને કલમ 144 લાગુ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 23 જૂને રથયાત્રા ગુંડિચા મંદિર જશે અહીં ભગવાન 7 રહેશે. ગુંડિચા મંદિરમાં પણ બધી જ વિધિઓ ભક્તો વિના કરવામાં આવશે. આ દિવસો દરમિયાન કલમ 144 લાગૂ જ રહેશે જેથી ભીડ એકત્ર ન થાય.

રાજ્ય સરકારે રથયાત્રા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ મંદિર સમિતિ પૂરતી સાવધાની સાથે રથયાત્રાની તૈયારી કરી રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથનો રથ ખેંચવાના દોરડા કેરળથી બનીને આવશે. હાલ આ દોરડા બની અને પુરી મંદિરમાં પહોંચાડી દેવામાં આવ્યા છે. આ દોરડા ખાસ હોય છે તે નાળિયેરમાંથી બનેલા હોય છે. પુરીમાં રથનું નિર્માણ કાર્ય પુર જોશમાં ચાલી રહ્યું છે. રથના પૈડા બની ચુક્યા છે અને હવે સજાવટનો સામાન તૈયાર થઈ રહ્યો છે. તેમાં પણ સેનિટાઈઝેશનનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત