વિરાટ કોહલીની ગર્લફ્રેન્ડ હતી આ 4 અભિનેત્રીઓ, પણ પછી આ અનેક કારણોને લીધે પડી ગઇ સંબંધોમાં તિરાડ

સચિન તેંડુલકરનો ઉત્તરાધિકારી માનવામાં આવતો વિરાટ કોહલી પોતાની સ્ટાઈલ અને ફેશન માટે પણ પ્રખ્યાત છે. તે ક્રિકેટ જગતમાં આવ્યો ત્યારથી કોઈને કોઈ રીતે સમાચારમાં રહે છે. ૨૦૧૨માં એક મેગેઝીનના સર્વે પ્રમાણે વિશ્વના બેસ્ટ સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સ ધરાવતા ટોપ ૧૦ પુરુષોમાં કોહલી દબદબાપૂર્વક ત્રીજા સ્થાન ઉપર વિરાજે છે.

image source

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માની જોડી હાલમાં કોરોના વાયરસ સામે આપવામાં આવેલા દાનને કારણે સમાચારોમાં છે. પરંતુ શું તમને ખબર છે વિરાટ કોહલી અનુષ્કા શર્મા પહેલા પણ ઘણી સુંદરીઓ સાથે રિલેશનશિપમાં રહ્યો હતો.. જાણવા જેવી વાત એ છે કે એ તમામ સુંદરીઓ કોઈને કોઈ રીતે ગ્લેમર વર્લ્ડ સાથે જોડાયેલી હતી. આજે, અમે તમને વિરાટ કોહલીની તે ગર્લફ્રેન્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમની સાથે વિરાટ કોહલી ડેટ કરી છે. તો ચાલો જાણીએ તેમના વિશે વિગતવાર.

1.એઝબેલ લેઇટ

image source

ઇઝાબેલ લેઇટ બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે. આ સાથે તે ઘણી મોટી ફિલ્મોમાં પણ જોવા મળી છે. એ જ ઇઝાબેલ લેઇટે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે વિરાટ કોહલી તેની સાથે બે વર્ષ રિલેશનશિપમાં હતો. ઇઝાબેલના મતે વિરાટ ક્યારેય આ સંબંધ કોઈની સામે જાહેર કરવા માંગતો ન હતો.

2. સાક્ષી અગ્રવાલ

image source

સાક્ષી અગ્રવાલ સાઉથની ફિલ્મોની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. વિરાટ કોહલી સાક્ષી અગ્રવાલ સાથે પણ રિલેશનશિપમાં રહ્યો છે. જો કે આ બંને વચ્ચેના સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં, જેના કારણે આ બંને વચ્ચે બ્રેકઅપ થયું હતું.

3. સારાહ જેન ડાયસ

image source

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી, બ્યુટી ક્વીન અને વિડીયો કે સારાહ જેન ડાયસ પણ વિરાટ કોહલી સાથે સંબંધોમાં રહી ચૂકી છે. સારાના કહેવા મુજબ, તેઓ એક પાર્ટીમાં મળ્યા હતા. પરંતુ આ સંબંધ બહુ લાંબો સમય ટકી શક્યો નહીં. આ સાથે, અમે તમને તમારી માહિતી માટે જણાવીશું સારા જાને ડાયસે વર્ષ 2007 માં ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો છે.

4. તમન્ના ભાટિયા

image source

બાહુબલીથી આખા ભારતની નજરે ચડેલી તમન્ના ભાટિયા એ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તેણે બોલિવૂડથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી પરંતુ દક્ષિણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ બહુ પ્રેમથી વધાવી, એક ફિલ્મના . શૂટિંગમાં વિરાટ કોહલી અને તમન્ના ભાટિયા મળ્યા હતા. જ્યાં આ બંને એક બીજાની ખૂબ નજીક આવી ગયા હતા. જે બાદ તેના અફેરની ચર્ચા અણી હેડલાઇન્સમાં આવી હતી. પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંને એકબીજાથી અલગ થઈ ગયા.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત