વિશ્વમાં હાહાકાર મચ્યોઃ નોર્વેમાં કોરોનાની વેક્સિન લીધા બાદ 29ના મોત, જાણો શું છે કારણ

નોર્વેમાં 29 મૃત્યુથી ચિંતા વધી , ઓસ્ટ્રેલિયા કોવિડ વેક્સિન્સ માટે માગી માહિતી

Pfizer Inc. વેક્સિનની વૃદ્ધો પર થતી આડ અસરને લઈને નોર્વે દેશની ચિંતા વધી રહી છે. કારણ કે વધારે ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિ ધરાવતા વૃદ્ધ લોકો કે જેમણે વેક્સિન લીધી હતી તેમાંથી 29 લોકોના મૃત્યુ થયા છે.

image source

અને નવા આંકડા પ્રમાણે આ આંકડામાં બીજા છ નો સમાવેશ થયો છે અને એજ ગૃપમાં પણ ઘટાડો થયો છે કારણ કે તેની અસર 75થી 80 વર્ષની ઉંમરના લોકો પર થઈ છે. જો કે મૃત્યુ ક્યારે થયા તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. તમને જણાવી દઈએ કે નોર્વેમાં 42000 લોકોને રસીનો ડોઝ આપવામા આવ્યો હતો જેમાં જે લોકોને સૌથી વધારે વાયરસનું સંક્રમણ થવાનું જોખમ હોય તેમને ધ્યાનમાં લેવામા આવ્યા હતા જેમાં વૃદ્ધ લોકોનો પણ સમાવેશ થતો હતો.

image source

શુક્રવારસુધીમાં નોર્વેમાં માત્ર Pfizer અને BioNtech SE કંપનીની જ વેક્સિન ઉપલબ્ધ હતી, અને ‘બધા જ મૃત્યુ આ વેક્સિન સાથે જોડાયેલા છે,’ તેવું નોર્વેજીયન મેડિસિન એજન્સીએ લેખીતમાં જણાવ્યું છે.

image source

’13 મૃત્યુ થયા છે જેનું મુલ્યાંકન થઈ ગયું છે અને અમારી જાણમાં બીજા 16 મૃત્યુ પણ છે જેનું હાલ મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે,’ તેવું એજન્સીએ કહ્યુ હતું. આ બધા જ મૃત્યુ વૃદ્ધ લોકો કે જેમને ગંભીર બિમારીઓ હતી તેમની સાથે જોડાયેલા છે. મોટા ભાગના લોકોને વેક્સિનની અપેક્ષિત આડઅસર થઈ હતી, જેમ કે ઉબકા આવવા, ઉલટી થવી, તાવ આવવો અને ઇન્જેક્શનની જગ્યા પર સામાન્ય રીએક્શન આવવું, અને તેમની સ્થિતિમાં ઓર વધારે સમસ્યા ઉભી થઈ હતી.

image source

એલર્જિક રીએક્શન્સના સત્તાવાર અહેવાલો ખૂબ જ દૂર્લભ છે કારણ કે સરકાર વેક્સિનનો ઉપયોગ કરીને વૈશ્વિક મહામારીને દૂર કરવાની ઉતાવળમાં છે. યુ.એસ ઓથોરીટીઝે અહેવાલ આપ્યો હતો કે ડિસેમ્બર 14થી 23 દરમિયાનમાં 21 ગંભીર એલર્જીક રિએક્શનના કેસ જોવા મળ્યા હતા. જે 1.9 મિલિયન શરૂઆતના Pfizer વેક્સિનના ડોઝ આપ્યા બાદ જોવા મળ્યા હતા. સમગ્ર યુરોપના Pfizer-BioNTech વેક્સિનનો સેફ્ટી અહેવાલ જાન્યુઆરીના અંતમાં પ્રકાશિત કરવામાં આવશે.

ઓસ્ટ્રેલિયા પણ છે ચિંતિત

image source

ઓસ્ટ્રેલિયાએ Pfizer વેક્સિનના 10 મિલિયન ડોઝના એગ્રિમેન્ટ કર્યા છે અને આ મુદ્દા પર તેઓ તેના ઉત્પાદકો, હેલ્થ ઓથોરિટી અને નોર્વેની સરકાર પાસે તાત્કાલિક ધોરણે માહિતી મેળવવા માગે છે. તેવું ઓસ્ટ્રેલિયાના હેલ્થ મિનિસ્ટર ગ્રેગ હન્ટે મેગલબોર્ન ખાતે રવિવારે નિવેદન આપ્યું હતું.

હન્ટે જણાવ્યું હતું કે તેઓ બન્ને કંપનીઓ પાસેથી માહિતી માંગે છે અને સાથે સાથે નોર્વેજિયન મેડિકલ રેગ્યુલેટર પાસેથી પણ માહિતી મેળવવા માગે છે. ઓસ્ટ્રેલિયાની ફોરેન મિનિસ્ટ્રી પણ આ બાબતે નોર્વે ખાતે સંપર્ક કરશે.

image source

જોકે નોર્વેમાં હાલ જે આ આડઅસરની સમસ્યા ઉભી થઈ છે તેનો અર્થ એ નથી થતો કે યુવાન અને સ્વસ્થ લોકોએ વેક્સિનની અવગણના કરવી જોઈએ. પણ આ એક આગોતરા સંકેત છે કે વિવિધ દેશોએ શું જોવું જોઈએ કારણ કે રસી પર સુરક્ષા દેખરેખ અહેવાલો પ્રકાશિત કરવાનું શરૂ કરી દીધું છે.

તમને જણાવી દઈએ કે કોવિડ-19ની આ બન્ને વેક્સિન યુરોપમાં હજારો લોકો પર ટેસ્ટ કર્યા બાદ એપ્રુવ કરવામાં આવી છે – જેમાં 80 તેમજ 90 વર્ષની આસપાસની ઉંમરના વોલેન્ટિયર્સનો પણ સમાવેશ થાય છે – જો કે આ ટ્રાયલમાં ભાગ લેનાર લોકોની સરેરાશ ઉંમર 50 આસપાસની છે. ઘણી બધી જગ્યાઓએ રસીકરણ કરવામાં આવનાર પ્રથમ લોકો તેનાથી વધારે ઉંમરના હતા કારણ કે દેશ વાયરસના ઉંચા જોખમમાં રહેલા નર્સિંગ-હોમમાં રહેતા લોકોને રસી લગાવે છે.

ખૂબ જોખમી

સંશોધન બાદ જે તારણો મળ્યા છે તેને લઈને નોર્વે હરકતમાં આવ્યું છે અને તેઓ માને છે કે કોવિડ વેક્સીન વધારે ઉંમરના લોકો અને જે લોકો ખૂબ બિમાર છે તેમના માટે ખૂબ જોખમી છે.

image source

નોર્વેજિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થનું માનવું છે કે, ‘જેઓ ગંભીર નબળાઈ ધરાવે છે, તેમનામાં પણ વેક્સિનની હળવી સાઇડ ઇફેક્ટ પણ ગંભીર પરિણામો ઉભા કરી શકે છે. અને જે લોકોનું હવે થોડું જ જીવન બચ્યું છે તેમના માટે વેક્સીનનો લાભ સિમિત અથવા તો અસંગત હોઈ શકે છે.’

હાલ Pfizer અને BioNTech નોર્વેજિયન રેગ્યુલેટર્સ સાથે નોર્વેમાં થયેલા મૃત્યુ બાબતે તપાસઅર્થે કામ કરી રહી છે, એક ઇમેલમાં નિવેદન આપતા Pfizer એ જણાવ્યું છે કે જે ઘટનાઓ ઘટી છે તે વધારે ચિંતાજનક નથી અને અપેક્ષા પ્રમાણેની છે.

‘અમે એ જાણીએ છીએ કે બીજા દેશોમાં પણ મૃત્યુ નોંધાયા છે, પણ તે વિષેની અમને હજુ સુધી સંપુર્ણ જાણકારી નથી મળી,’ તેવું નોર્વેની મેડિસિન એજન્સીએ જણાવ્યુ હતું. ‘જો કે તેમાં પણ ઘણો તફાવત છે કે વિવિધ દેશો રસી આપવા માટે કોને પ્રાથમિકતા આપી રહ્યા છે, અને તેના કારણે પણ રસીની આડઅસર અને મૃત્યુના અહેવાલોને પણ અસર થઈ શકે છે.’

વેક્સિનેશન અભિયાન શરૂ કરતા પહેલાં નોર્વેજિયન મેડિસીન્સ એજન્સીએ જણાવ્યું હતું કે જ્યારે સૌથી વૃદ્ધ અને સૌથી બીમાર લોકોને વેક્સિન આપવામાં આવશે ત્યારે એવી ધારણા રાખવામાં આવે છે કે રસીકરણની સાથે સમય સંબંધિત સંદર્ભમાં મૃત્યુ પણ નોંધાશે. તો તેનો અર્થ એ નથી કે રસીકરણ અને મૃત્યુ સાથે કોઈ એક કારણ લીંક હોય. અમે એ પણ જણાવ્યું છે કે નોંધાયેલા મૃત્યુના સંબંધમાં, એવું જણાવવામાં આવ્યું છે કે એ શક્ય છે કે રસીની સામાન્ય અને જાણીતી આડઅસર ગંભીર પરિણામો પાછળનું પરિબળ હોઈ શકે છે.’ તેવું એજન્સીએ જણાવ્યું હતું.

Source: nadtv

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત