કચરાની પેડલ રિક્ષામાં 600 કિમીનું અંતર કાપીને પરિવારને લઇ ગયો વતન, બાળકોની તસવીર તમારી આંખો પણ આસુંથી ભરી દેશે

કચરાની પેડલ રિક્ષામાં પરિવારને બેસાડી વતન પહોંચ્યો આ વ્યક્તિ, 600 કિમીનું અંતર કાપ્યું એકલા હાથે.

image source

લગભગ છેલ્લા દોઢેક મહિનાથી ચાલી રહેલા કોરોના વાયરસ લોકડાઉનના કારણે ઘણા એવા પરિવાર છે જે એમના વતનથી દૂર અન્ય શહેરોમાં ફસાઈ ગયા છે. નોકરી ધંધા બંધ થવાના કારણે આવા લોકોને હવે ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. આ શ્રમિકો સતત સરકાર પાસે મદદની આજીજી કરી રહ્યો છે.

આખરે આ શ્રમિકોની મદદે સરકાર આવી છે અને એમને પોતાના વતન પહોંચાડવા સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડવાઈ રહી છે. જો કે હકીકત એ છે કે હજી પણ ઘણા એવા શ્રમિકો છે જે આ સ્પેશિયલ ટ્રેનના રજિસ્ટ્રેશનની લાંબી પ્રક્રિયાને કારણે ચાલતા કે પછી સાઇકલ દ્વારા પોતાના વતન જવા મજબુર છે. આવા જ એક વ્યક્તિ દિલ્લીથી 600કિમી દૂર પેડલ રીક્ષા લઈને ત્રણ બાળકો, ભત્રીજા અને પત્ની સાથે પોતાના વતન પહોંચ્યા છે.

image source

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના માવૈયા ગામનો વતની વૃંદાવન આહીરવાર દિલ્હીમાં મજૂરીનું કામ કરતો હતો. લોકડાઉનના કારણે રોજીરોટી છીનવાઈ જતા વૃંદાવને પોતાના વતન પહોંચવાના ઘણા પ્રયાસો કર્યા. પરંતુ વૃંદાવનને તેમાં સફળતા ન મળી એટલે આખરે તેને જાતે જ એનો ઉપાય શોધવાનું નક્કી કર્યું. અને એ માટે એને કચરો ઉઠાવવાના કામમાં લેવાતી પેડલ રિક્ષામાં જરૂરી ફેરફાર કર્યા અને પોતાના વતન જવા માટે નીકળી પડ્યો પોતાના પરિવાર સાથે.

પોતે તૈયાર કરેલી આ રિક્ષામાં વૃંદાવને પોતાના ત્રણ બાળકો ,પોતાની પત્ની રેખા અને ભત્રીજાને બેસાડી દીધા. અને દિલ્હીથી છત્તરપુર જવા નીકળી પડ્યો હતો.સતત પાંચ દિવસ સુધી દિવસ કે રાત જોયા વગર વૃંદાવન આ પેડલ રીક્ષા ચલાવતો રહ્યો અને આખરે આ યુવાન 600કિમી દૂર આવેલા પોતાના ગામ પહોંચવામાં સફળ થયો.

image source

પોતાના વતન સુધી પહોંચવામાં વૃંદાવને કરેલા સંઘર્ષ વિશે તેને જણાવ્યું હતું કે તેને આ પેડલ રીક્ષા બનાવવા માટે ભાંગરની દુકાનમાંથી કેટલોક સમાન ખરીદ્યો હતો. અને કચરાની ગાડીને બરાબર સાફ કરી તેની સાથે જોડી દીધી હતી. બાળકો અને પત્નીને બેસવામાં તકલીફ ન પડે એટલે સામાન પોટલાંમાં ભરી એને ઓશિકાની જેમ ઉપયોગમાં લીધો હતો.

વૃંદાવનની પત્ની ગીતાએ કહ્યું કે દિલ્હીથી મધ્યપ્રદેશ પહોંચતા રસ્તામાં એમને ઘણી તકલીફો પડી હતી. એમાં ય જ્યાં રોડ ખરાબ હતો ત્યાં તો તકલીફોમાં વધારો થયો હતો. જોકે પોતાના વતન, પોતાના ઘરે પહોંચીને આ પરિવાર ઘણો હાશકારો અનુભવી રહ્યો છે. આટલી તકલીફો વેઠીને પોતાના ઘરે પહોંચેલા વૃંદાવને નક્કી કર્યું છે કે હવે પોતે ક્યારેય કમાવવા માટે મોટા શહેરમાં નહિ જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત