શિયાળામાં સ્નાન કર્યા પછી લગાવો આ બોડી બટર, સ્કિન થઇ જશે માખણ જેવી સુંવાળી

આપણા બધાની ત્વચા શિયાળામાં સુકાઈ જાય છે.ક્રિમ અને બોડી લોશનની વારંવાર લગાડ્યા પછી પણ ત્વચા પર કોઈ અસર થતી
નથી.તેથી અહીં જણાવેલા ઉપાયનો ઉપયોગ તમારી ત્વચા પર કરવો જોઈએ.આ ઉપાય કરવાથી તમે તમારી ત્વચા પર ઘણો ફેરફાર
જોશો.

image source

શિયાળામાં આપણે બધા ગરમ પાણીથી નાહીએ છીએ,જેના કારણે આપણી ત્વચા શુષ્ક થઈ જાય છે.ગરમ પાણી આપણી ત્વચામાંથી
તમામ મોસ્ચ્યુરાઇઝ છીનવી લે છે.જેમ જેમ શિયાળો નજીક આવતો જાય છે તેમ, આપણા હાથ અને પગની ત્વચા કાળી થઈ જાય છે
અને આપણા પગની એડી પણ ફાટવા લાગે છે.

image source

શિયાળામાં આપણી ત્વચાને નરમ રાખવા માટે આપણે વારંવાર બોડી લોશન અને મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ લગાવીએ છીએ,પરંતુ તેની
અસર ફક્ત થોડા કલાકો સુધી જ ચાલે છે.ઘણા લોકો બજારમાંથી બોડી બટર પણ ખરીદે છે,જે ખૂબ મોંઘા હોય છે છતાં પણ તેની અસર
થોડા સમય માટે જ રહે છે.

image source

આવી સ્થિતિમાં જો તમે ઇચ્છો તો તમે ઘરે કેટલીક કુદરતી વસ્તુઓથી બોડી બટર બનાવી શકો છો.તમારે વારંવાર આ લગાડવાની જરૂર નહીં પડે.તે એટલું જ ક્રીમી અને મોઇશ્ચરાઇઝિંગ હશે જેવું તમે બહારની લાવો છો,પરંતુ આ વધુ ફાયદાકારક હશે.તો ચાલો જાણીએ બોડી બટર બનાવવાની રીત વિશે.

સામગ્રી

image source

દેશી ઘી – 5 ચમચી

એરંડા તેલ / ઓલિવ તેલ / બદામ તેલ – 2 ચમચી

વેસેલિન પેટ્રોલિયમ જેલી – 1-2 ચમચી

ગ્લિસરિન – 2 ચમચી

એલોવેરા જેલ – 2-3 ચમચી

image source

કોકો પાવડર – 2 ચમચી

બનાવવાની રીત –

એક બાઉલમાં દેશી ઘી,તેલ,વેસેલિન,ગ્લિસરિન અને એલોવેરા જેલ નાંખો અને ચમચીની મદદથી તેને સારી રીતે મિક્સ કરો.જ્યારે આ
બધી સામગ્રી સારી રીતે ભળી જાય ત્યારે તેમાં કોકો પાવડર નાખો અને ફરીથી એકવાર મિક્સ કરી લો.જ્યારે પેસ્ટ તૈયાર થઈ જાય,ત્યારે
તેને કોઈપણ કાચના બાઉલમાં નાખી તેનો ઉપયોગ કરો.

બોડી બટરથી થતા ફાયદાઓ

image source

આ બોડી બટર આખા દિવસ દરમિયાન માત્ર એક જ વાર લગાડવું પડશે.તેને લગાવવાથી શિયાળામાં તમારી ત્વચા નરમ અને માખણ
જેવી થઈ જશે જો તમારી કોણી,ઘૂંટણ અને પગ ઘૂંટી કાળી થઈ રહી છે,તો આ બોડી બટર તેનો રંગ સાફ કરવામાં મદદ કરશે.તમે તેને
આંખો નીચે અન્ડર આઇ ક્રીમ તરીકે પણ લગાવી શકો છો.આ બોડી બટરનો તમે લિપ બામ તરીકે પણ ઉપયોગ કરી શકો છો.તે તમારી
ત્વચાને એકદમ નરમ બનાવશે અને તેમને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરશે.

કોકો પાવડર

image source

કોકો બીન્સ નાખીને બનાવેલા પાવડરને કોકો પાવડર કહેવામાં આવે છે.તે ત્વચાને પ્રકાશિત કરનાર એજન્ટ છે જે ટેનિંગને દૂર કરે છે
અને દબાયેલા રંગને વધારે છે.આ સિવાય તેમાં એન્ટી-એજિંગ ગુણ પણ છે,જે ચહેરા પરથી કરચલીઓ દૂર કરે છે અને તમારી ત્વચા
એકદમ ટાયટ અને ગ્લોઈંગ બનાવે છે.

દેશી ઘી

image source

ઘી લગાડવાથી ત્વચા પર એક રક્ષણાત્મક કોટિંગ આવે છે,જે તમારી ત્વચાને ફરીથી શુષ્ક થવાથી બચાવે છે. તેમાં વિટામિન ઇ હોય છે,જે
ચહેરા સહિત હાથ અને પગથી કરચલીઓ અને ફાઇન લાઈનને દૂર રાખે છે.

વેસેલિન પેટ્રોલિયમ જેલી

વેસેલિન પેટ્રોલિયમ જેલી શિયાળામાં ત્વચાની સારી સંભાળ રાખે છે.આ ત્વચાને શુષ્કતાથી બચાવે છે અને ત્વચાને નરમ બનાવે છે.જો
તમે ઈચ્છો તો તમે રાત્રે સૂતા પહેલા આ બોડી બટરને તમારી આંખો નીચે અને તિરાડ હોઠ પર લગાવી શકો છો.

એલોવેરા જેલ

image source

શિયાળામાં એલોવેરા આપણી ત્વચાનું પીએચ લેવલ બેલેન્સ જાળવી રાખે છે.શુષ્ક્તાના કારણે ત્વચામાં થતી ખંજવાળ અને શુષ્ક પેચોને
ઘટાડવા માટે આ ક્રિમનો ઉપયોગ કરવામાં આવે છે.તેમાં એન્ટિસેપ્ટિક,બળતરા વિરોધી અને એન્ટિએજિંગ ગુણધર્મો છે,જે ત્વચાને ઘણા
પ્રકારના ચેપથી સુરક્ષિત કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત