રેસલિંગની દુનિયાનો નવો હિરો બની સોનમ, લકવાવાળા હાથે જ સાક્ષી મલિકને પછાડીને સતત ત્રીજી વખત હરાવી

હરિયાણાની યુવા રેસલર સોનમ મલિકે શનિવારે મહિલા રાષ્ટ્રીય રેસલિંગ ચેમ્પિયનશીપમાં 62 કિલોગ્રામ કેટેગરીની ફાઈનલમાં 2016ની ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિકને 7-5થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. બે વખતના કેડેટ વર્લ્ડ ચેમ્પિયનલ પર સોનમની આ સતત ત્રીજી જીત છે. સોનમે સાક્ષીને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયર અને ગત વર્ષે જાન્યુઆરીમાં એશિયન ચેમ્પિયનશિપના ટ્રાયલમાં હરાવી હતી. બસ જ્યારથી જ આ વાત બહાર આવી છે ત્યારથી જ સોનમને ભારતીય રેસલિંગનો નવો સ્ટાર ગણવામાં આવી રહ્યો છે.

image source

જો સોનમ વિશે વિગતે વાત કરીએ તો સોનમે સાક્ષીને પોતાના રાઈટ આર્મ લોકના દમ પર હરાવી. સોનમનો જમણો હાથ બે વર્ષ પહેલા લકવાગ્રસ્ત થયો હતો. આ જમણા હાથના કારણે જ એક સમયે તેમની કારકિર્દી શરૂ થતા પહેલા જ દાવ પર લાગી ગઈ હતી. આ ખુશીના મોકા પર સોનમના પિતા રાજે જણાવ્યું કે, 2017માં વર્લ્ડ ચેમ્પિયનશીપ જીત્યા પછી સોનમને જમણા હાથમા પરેશાની આવી ગઈ હતી. પહેલા તો કોચે વિચાર્યું કે આ સામાન્ય ઈજા છે અને તમામ દેશી પદ્ધતિ અપનાવી અને ધારી લીધું કે સારુ થઈ જશે. પણ દુખાવા સાથે સોનમે ઘરેલુ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું.

image source

જ્યારે 2018 આવ્યું તો એ વર્ષમાં સ્ટેટ ચેમ્પિયનશીપ દરમિયાન તેમના હાથમાં લકવો થઈ ગયો અને પછી ટૂર્નામેન્ટ અધવચ્ચે જ છોડવી પડી. પથી બધામાં થોડી વાર માટે ચિંતા પેઠી કે હવે શું થશે અને મેચ રમાશે કે કેમ, આગળના ભવિષ્ય વિશે પણ પ્રશ્નાર્થ થવા લાગ્યા હતા. ત્યારે આ સમય વિશે વાત કરતાં કોચે કહ્યું હતું કે, સોનમ 6 મહિના બેડ રેસ્ટ પર જ હતી. ત્યારે હાલત એવી હતી કે તે પોતાનો હાથ પણ ઉઠાવી નહોતી શકતી. ડોક્ટર્સે પણ હાર સ્વીકારી લીધી હતી અને કહ્યું હતું કે, સોનમે રેસલિંગનું સપનું છોડવું પડશે.

image source

આટલું બધું થયું હોવા છતાં આ સોનમ હતી. માટે સોનમ અને તેમના પિતાએ હાર ન માની. પૈસાની અછતના કારણે સોનમના પિતાએ તેમની સારવાર આયુર્વેદ પાસે કરાવી. ભગવાનની મહેરબાની થઈ અને દવાની અસર થવા લાગી, ધીરે ધીરે જોત જોતામાં સોનમને સારું થઈ ગયુ અને સોનમે વાપસી કરી. માત્ર વાપસી કરી એટલું જ નહીં પણ સોનમે 2019માં બીજી વખત વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો. આ પહેલા તે 2017માં પણ આ ચેમ્પિયનશીપ જીતી ચૂકી છે. આ સાથે જ જો તેના એવોર્ડ વિશે વાત કરીએ તો કંઈક આટલું સરવૈયું મળી રહ્યું છે.

  • થાઇલેન્ડમાં યોજાયેલી 2016 એશિયન ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ
  • ક્રોએશિયામાં યોજાયેલી 2017 એશિયન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ
  • એથેન્સમાં યોજાયેલી 2017 કેડેટ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ
  • 2017 વર્લ્ડ સ્કૂલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ
  • આર્જેન્ટિનામાં યોજાયેલી 2018 વર્લ્ડ કેડેટ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ
  • કઝાકિસ્તાનમાં આયોજિત 2019 એશિયન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ
  • બલ્ગેરિયામાં યોજાયેલ 2019 કેડેટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત