સુપરહિટ હોવા છતાં લાગ્યો ફ્લોપનો થપ્પો, 14 વર્ષ પછી તૂટી ગયા લગ્નના પણ સંબંધો, કંઈક આવી દુખભરી છે આ અભિનેતાની કહાની
બૉલીવુડ અભિનેતા રાહુલ રોયને લઈને એક ખૂબ જ ખરાબ ખબર એમના ફેન્સ સામે આવી છે જેના કારણે બધા જ ઊંડા શોકમાં ડૂબી ગયા છે. વાત જાણે એમ છે કે પોતાની ફિલ્મ કારગિલની શૂટિંગ માટે રાહુલ રોય શ્રીનગરમાં હતા જ્યાં એમને બ્રેઇન સ્ટ્રોક આવી ગયો હતો.
રાહુલ રોયની કન્ડિશન ઘણી જ ક્રિટિકલ થઈ ગઈ હતી જેના કારણે એમને મુંબઈ શિફ્ટ કરવામાં આવ્યા, હાલ મુંબઈના નાણાવટી હોસ્પિટલમાં એમની સારવાર ચાલી રહી છે. 90ના દાયકામાં પોતાની પહેલી જ ફિલ્મ આશીકીથી બોલીવુડમાં ધૂમ મચાવનાર રાહુલ રોય સાથે જોડાયેલા કેટલાક એવા વનકહ્યા તથ્યો પર ચાલો આજે એક નજર નાખીએ.
80ના દાયકામાં રાહુલ રોયની માતા એક જાણીતી રાઇટર હતી જે એક ફેશન મેગેઝીન માટે આર્ટિકલ લખતી હતી. . એક દિવસ રાહુલ રોયની માતાના કોઈ આર્ટિકલથી ઈમ્પ્રેસ થઈને દિગગજ ફિલ્મ મેકર મહેશ ભટ્ટ એમને મળવા આવી પહોંચ્યા અને હોય એમને રાહુલ રોયનો ફોટો જોયો. રાહુલ રોયની કદ અને કાઠીથી ઈમ્પ્રેસ થઈને મહેશ ભટ્ટે એમને એક ફિલ્મની ઓફર આપી દીધી.અને આ ફિલ્મ હતી આશીકી જે 90ના દાયકાની સુપર ડુપર હિટ ફિલ્મ સાબિત થઈ હતી.
આ ફિલ્મનો ક્રેઝ કઈક એવો હતો કે આ ફિલ્મમાં દેખાડવામાં આવેલી રાહુલ રોય વાળી હેર સ્ટાઇલ મોટાભાગના યુવકો રાખવા લાગ્યા હતા. આ ફિલ્મ હિટ થતાની સાથે જ રાહુલ રોયને 18 ફિલ્મોની ઓફર મળી હતી પણ એમને એમાંથી મોટાભાગની ફિલ્મો નકારી દીધી.
એવું જણાવવામાં આવ્યું હતું કે રાહુલ રોય નહોતા ઇચ્છતા કે એ દિવસના 24 કલાક ફક્ત કામ જ કરતા રહે. જો કે રાહુલ રોયને પોતાના આખા કરિયરમાં આશીકી જેવી હિટ ફિલ્મ ફરી ક્યારેય ન મળી. રાહુલ રોયે વર્ષ 1999માં પોતાના ફ્લોપ થતા જતા કરીયરથી કંટાળીને બૉલીવુડ ફિલ્મ જગતથી 7 વર્ષ જેટલા સમયનું અંતર બનાવી લીધું હતું.
વાત જો પર્સનલ ફ્રન્ટની કરીએ તો રાહુલ રોયને અહીંયા પણ નિરાશા જ હાથ લાગી છે. રાહુલ રોયનું નામ પોતાના સમયની બે મોટી અભિનેત્રીઓ મનીષા કોઈરાલા અને સુમન રંગનાથન સાથે પણ જોડાઈ ચૂક્યું હતું પણ વાત કોઈ નિણર્ય પર નહોતી પહોંચી શકી. એ પછી રાહુલ રોયે મોડલ રાજલક્ષ્મી ખાનવિલકર સાથે લગ્ન કરી લીધા પણ લગ્નનના 14 વર્ષ બાદ બંને એકબીજાથી અલગ થઈ ગયા. તમને જણાવી દઈએ કે રાહુલ રોય હાલના દિવસોમાં પોતાની પ્રોડક્શન કંપની રાહુલ રોય પ્રોડક્શન ચલાવી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત