એકબીજા સાથે હાથ મિલાવવાની અને ગળે લગાડવા પર પ્રતિબંધ, છતાં આ ઓલમ્પિકમાં થયું 150000 કોન્ડોમનું વિતરણ

એ સ્થળે એકબીજાને મળવા પર પ્રતિબંધ રહેશે, ત્યાં હાથ મિલાવવા અને એકબીજાને ગળે લગાડવા પર પણ પ્રતિબંધ હશે, પરંતુ આ બધું હોવા છતાં ટોક્યો ઓલમ્પિક્સમાં 150000 કોન્ડોમનું વિતરણ કરવામાં આવશે. japantoday.comના અહેવાલ મુજબ વાયરસ નિયમ બુક મંગળવારે બહાર પાડવામાં આવી હતી, જેમાં આ માહિતી આપવામાં આવી છે. ટોક્યો ઓલિમ્પિક 23 જુલાઈથી શરૂ થવાની છે.

image source

ટોક્યો ઓલિમ્પિક્સ માટે બહાર પાડવામાં આવેલ-33 પાનાની વાયરસ રૂલ બુક, જણાવે છે કે નિયમોનું ભંગ કરનારા એથ્લેટ્સ સાથે કાર્યવાહી કરવામાં આવશે અને તેને રમતમાંથી બહાર કરી શકાય છે. દર ચાર દિવસે, એથ્લેટ્સનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને જો તે પોઝિટિવ આવશે તો તેના રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

image source

જો કે વર્તમાન નિયમ પુસ્તકની સમીક્ષા એપ્રિલ અને જૂનમાં કરવામાં આવશે અને જો જરૂરી હોય તો નિયમોમાં ફેરફાર પણ કરવામાં આવશે. નિયમ બુકમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જાપાન આવતા એથ્લેટ્સને 72 કલાકમાં કોરોના ટેસ્ટ રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. વળી, જાપાન આવ્યા પછી તરત જ કોરોનાની ફરીથી તપાસ કરવામાં આવશે. એથ્લેટ્સ માટે ક્વોરેન્ટાઇનનો નિયમ રહેશે નહીં. રમતવીરોને જીમ, પર્યટક સ્થળો, દુકાનો, રેસ્ટોરાં અથવા બારની મુલાકાત લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

image source

એથ્લેટ્સ ફક્ત ઓફિશિયલ રમત સ્થળ અને પસંદ સ્થળોની મુલાકાત લઈ શકશે. રમતવીરોએ પણ માસ્ક ફરજિયાત જ હશે. આયોજકોએ એથ્લેટ્સ માટે કોરોના રસીકરણ ફરજિયાત કર્યું નથી. આયોજકોએ કહ્યું છે કે જાપાનમાં એથ્લેટ્સનો સમય ઓછામાં ઓછો રાખવામાં આવશે જેથી કોરોનાનું જોખમ ઓછું થઈ શકે. ઓલિમ્પિક વિલેજમાં બાકી રહેલ ખેલાડીઓએ કોઈ જરૂરી શારીરિક સંપર્ક કરવો પડશે નહીં. એએફપીના અહેવાલ મુજબ, આયોજકોએ પુષ્ટિ કરી છે કે દોઢ લાખ કોન્ડમ નિશુલ્ક રીતે વિતરણ કરવામાં આવશે, પરંતુ રમતવીરોને શક્ય તેટલા ઓછા લોકોને મળવાની અપીલ કરવામાં આવશે.

image source

2020ની જો વાત કરીએ તો કોરોના વાયરસના કારણે ટોક્યોમાં યોજાનારી ઓલમ્પિક રમતોને ટાળવામાં આવી હતી. ઓલમ્પિક રમતોને એક વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારે સમાચાર હતા કે ટોક્યો ઓલ્મપિક રમતનું આયોજન વર્ષ 2021માં થશે.

image source

જો કે આ ઘટના ઇતિહાસમાં પ્રથમ વખત થઈ હતી કે જ્યારે કોઇ મહામારીના કારણે ઓલમ્પિક રમતોનું સમયસર આયોજન ના થયું હોય. આ પહેલા ઓલમ્પિક રમતો ત્રણ વાર રદ થઇ ચૂકી છે. પહેલીવાર 1916માં પ્રથમ વિશ્વ યુદ્વ દરમિયાન ઓલમપ્કિ રમતો રદ કરવી પડી હતી. ત્યારબાદ વર્ષ 1940 અને 1944 દરમિયાન દ્વિતીય વિશ્વ યુદ્વના કારણે ઓલમ્પિક રમતોનું આયોજન નહોતું થઇ શક્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!