બટાકાને સ્ટોર કરવા માટે આ રીત છે એકદમ બેસ્ટ, જે તમારા બટાકાને જરા પણ નહિં થવા દે ખરાબ

બટાકા માંથી ફક્ત એક શાક જ નથી બનતું, પરંતુ આપ એનાથી કેટલાક પ્રકારની ડીસ તૈયાર કરી શકો છો. એટલું જ નહી, બટાકાની મદદથી કેટલાક પ્રકારના નાસ્તા વગેરે પણ બનાવવામાં આવે છે, જે ખાવામાં ખુબ જ ટેસ્ટી પણ લાગે છે.

image source

એમ પણ બટાકા ફક્ત સ્વાદમાં જ નહી, સ્વાસ્થ્ય માટે પણ સારા હોય છે બટાકામાં કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન, વિટામીન બી૬, વિટામીન સી, ફોસ્ફરસ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર, ફાઈબર, થાયમીન વગેરે કેટલાક પ્રકારના પોષકતત્વો મળી જાય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણી બધી રીતે લાભકારક સાબિત થાય છે.

પરંતુ બટાકાના લાભ ત્યારે જ મળે છે જયારે તેને યોગ્ય રીતે સ્ટોર કરવામાં આવે. જો બટાકાને યોગ્ય રીતે સ્ટોર નથી કરવામાં આવતા તો બટાકા અંકુરિત થવા લાગે છે.

image source

જયારે બટાકાને યોગ્ય રીતે સ્ટોર નથી કરવામાં આવતા તો બટાકા લીલા થવા લાગે છે. બટાકાના લીલા થઈ ગયા પછી તેમાં સોલેનાઈન નામનું ઝેરીલો પદાર્થ થાય છે, જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોચાડે છે. આપને કદાચ ખબર નહી હોય, પરંતુ બટાકાને સ્ટોર કરવાની પણ એક રીત હોય છે, જેના વિષે મોટાભાગની મહિલાઓને જાણકારી જ નથી હોતી. ચાલો જાણીએ કે, બટાકાને સ્ટોર કરવાની યોગ્ય રીત.

image source

હવાની અવર જવર થાય એવા કન્ટેનર બટાકાને આપ જે જગ્યાએ પણ રાખો, એ વાતનું જરૂરથી ધ્યાન રાખો કે, તે જગ્યા પર હવાની અવર જવર થાય. એટલા માટે આપ બટાકાને હવાની અવર જવર થાય તેવા કન્ટેનરમાં સ્થાનાંતરિત કરી દેવા. તેમજ જો આપ બટાકાને પ્લાસ્ટિક બેગમાં રાખો છો તો આપે પ્લાસ્ટિક બેગને બાંધવી જોઈએ નહી. પરંતુ તેને ખુલ્લી રાખીને હવાના અવર જવર માટે થોડી જગ્યા જરૂરથી રાખી દેવી.

તાપથી દુર રાખો.:

image source

સામાન્ય રીતે મહિલાઓ બટાકાને બાસ્કેટમાં રાખીને કાઉન્ટર ટોપ પર મૂકી દે છે. પરંતુ ખુલ્લી જગ્યામાં બટાકાને રાખવા જોઈએ નહી. સારું રહેશે કે, આપ તેને એક ખાનામાં, એક ટોકરીમાં, એક કોઠરીમાં, પેપર બેગમાં કે પછી બામ્બુ વેજીટેબલ સ્ટીમરમાં રાખવા જોઈએ. આપે ફક્ત ધ્યાન રાખવાનું છે કે આપ બટાકાને એવી જગ્યાએ રાખો જ્યાં અંધારું હોય.

ડુંગળીની સાથે બટાકા રાખવાની ભૂલ કરવી નહી.:

image source

ડુંગળી અને બટાકાને એક સાથે રાખવાની ભૂલ એક એવી ભૂલ છે જે મોટાભાગની મહિલાઓ કરે છે. આજકાલ બજારમાં એવી ટોપલીઓ મળી આવે છે,જેમાં બટાકા અને ડુંગળીને એકસાથે રાખવામાં આવે છે. જો કે, આવું કરવાનું યોગ્ય નથી માનવામાં આવતું. ખરેખરમાં જો બટાકા અને ડુંગળીને એકસાથે રાખવામાં આવે છે તો આપ બટાકાને ઝડપથી અંકુરિત થતા જોઈ શકો છો અને બટાકામાં ડુંગળીની જેમ જ સ્વાદ થઈ શકે છે. એના સિવાય બટાકાને કેળા અને અન્ય બીજા ફળોની સાથે પણ રાખવા જોઈએ નહી.

ના રાખો ગરમ જગ્યાઓ પર.:

image source

ગરમ જગ્યા પર બટાકાને રાખવા નહી, જો આપની પાસે કિચનમાં બટાકાને સ્ટોર કરવા માટે કોઈ ઠંડી જગ્યા ના હોય, તેમ છતાં પણ આપે બટાકાને કિચનમાં સૌથી ગરમ જગ્યાઓમાં રાખવાથી બચવું જોઈએ. એટલા માટે આપે બટાકાને ઓવનની બાજુમાં કે પછી સિંકની નીચે રાખવા જોઈએ નહી.

source : Boldsky

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત