બીજા બધા નહિં પણ, શાહરુખ ખાન રાજીવ કપૂરની અંતિમ યાત્રામાં કંઇક આ અલગ રીતે મળ્યો જોવા, જોઇ લો તસવીરોમાં કોને કહેવાય સંસ્કાર

કપૂર પરિવાર માટે ગત વર્ષ ૨૦૨૦ ખુબ જ દુઃખદ રીતે પસાર થયું હતું ત્યાં જ નવા વર્ષ ૨૦૨૧નો એક મહિનો હજી માંડ પૂરો જ થયો હતો ત્યાં જ કપૂર પરિવાર પર બીજો એક આઘાત લાગી ગયો છે. ગત વર્ષે જેમ ઋષિ કપૂરનું અવસાન થયું હતું ત્યાં જ આ વર્ષે રાજીવ કપૂરનું ૫૮ વર્ષની વયે અવસાન થઈ ગયું હતું. અભિનેતા રાજીવ કપૂરનું મૃત્યુ થઈ જવાથી ફક્ત કપૂર પરિવારને જ નહી, બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સને પણ ઊંડો આઘાત લાગ્યો છે. રાજીવ કપૂરના અંતિમ સંસ્કાર સમયે બોલીવુડના ઘણા બધા સેલેબ્રીટીસ હાજર રહ્યા હતા.

image source

રાજીવ કપૂરના અંતિમ દર્શન કરવા માટે કપૂર પરિવારની સાથે જ તારા સુતરિયા, આલિયા ભટ્ટ, અનિલ અંબાણી, રઝા મુરાદ, નીલ નીતિન મુકેશ, આશુતોષ ગોવારીકર, સોનાલી બેન્દ્રે સહિત ઘણા બધા બોલીવુડ સેલેબ્રીટીસ રાજીવ કપૂરના અંતિમ દર્શન કરવા માટે આવ્યા હતા.

image source

રાજીવ કપૂરના અંતિમ દર્શન કરવા માટે બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન પણ પોતાની મેનેજર પૂજા દદલાણીની સાથે પહોચ્યા હતા. રાજીવ કપૂરના મૃતદેહને હોસ્પિટલથી તેમના ઘરે જે ચેમ્બુરમાં આવેલ છે ત્યાં લાવવામાં આવ્યા હતા. ચેમ્બુરમાં આવેલ રાજીવ કપૂરના ઘરેથી અંતિમ યાત્રા નીકળી હતી. રાજીવ કપૂરના અંતિમ સંસ્કાર ચેમ્બુર વિસ્તારમાં આવેલ હિંદુ સ્મશાનમાં પૂર્ણ વિધિ- વિધાન સાથે કરવામાં આવ્યા હતા.

image source

રાજીવ કપૂરના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા સમયે અભિનેતા શાહરૂખ ખાનનું નવું રૂપ જોવા મળ્યું હતું. અભિનેતા શાહરૂખ ખાન જયારે રાજીવ કપૂરના અંતિમ દર્શન કરવા માટે પહોચ્યા ત્યારે ત્યાં હાજર રહેલ વ્યક્તિઓને સાંત્વના આપી હતી. એટલું જ નહી, જયારે શાહરૂખ ખાન જયારે રાજીવ કપૂરના પાર્થિવ દેહના દર્શન કરવા માટે ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે શાહરૂખ ખાન પોતાના બુટને ઘરની બહાર ઉતારીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. અભિનેતા શાહરૂખ ખાનને આવી રીતે જોઈને શાહરૂખ ખાનના ફેંસએ ઘણી પ્રસંશા કરી હતી. સાધારણ રીતે બોલીવુડ સેલેબ્સ પગરખા ઉતારવાની રીતને વધારે માનતા હોતા નથી.

image source

અભિનેતા શાહરૂખ ખાન રાજીવ કપૂરના ઘરમાં પ્રવેશ કરતા પહેલા આલિયા ભટ્ટ અને અનિલ અંબાણીને ગળે મળ્યા હતા. ત્યાર બાદ શાહરૂખ ખાન તરત જ અંદર ચાલ્યા ગયા હતા. જ્યાં સુધી રાજીવ કપૂરની અંતિમ યાત્રા નીકળી ત્યાં સુધી શાહરૂખ ખાન રાજીવ કપૂરના ઘરે જ રોકાયા હતા. રાજીવ કપૂરના અંતિમ સંસ્કાર ૭:૩૦ વાગ્યાની આસપાસ કરવામાં આવ્યા હતા. આમ રાજીવ કપૂરના અંતિમ દર્શન કરવાથી લઈને અંતિમ યાત્રા સુધી શાહરૂખ ખાન તેમના ઘરે જ રોકાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!