16 વર્ષીય દીકરીની હત્યા કેસમાં આવ્યો મોટો વળાંક, જે જાણીને પગ નીચેથી સરકી જશે જમીન, જાણો અહિંયા તમામ માહિતી..

ગુજરાતમાં દિવસે ને દિવસે ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે, જેના કારણે રાજ્યમાં કોરોનાની સાથે સાથે આ બાબતને લઈને પણ ભય ફેલાઈ રહ્યો છે. હાલમાં જ બે દિવસ પહેલા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલા જેતલસર ગામમાં સ્કૂલમાં ભણતી એક વિદ્યાર્થીનીની એક વ્યક્તિએ જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી.

image source

તમને વિશ્વાસ નહીં આવે પણ આ ઘટનામાં આરોપીએ યુવતીને 36 જેટલા છરીના ઘા ઝીંક્યા હતા. જેના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી વિદ્યાર્થીનીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે પોલિસ ટીમ તાત્કાલિક રીતે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો અને સાથે જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

image source

મળતી માહિતી અનુસાર ઘટનાની વિગત એવી છે કે આ દીકરી સૃષ્ટિની હત્યા કરનાર બીજું કોઈ નહિ પરંતુ તેનો જ સંબંધિત હતો. તે બંને મામા-ફોઈના સંતાનો હોવાના કારણે બંને વચ્ચે ભાઈ-બહેનનો સંબંધ હતો. સૃષ્ટિના પિતા કિશોરભાઈ રૈયાણી પટેલ છે અને તેઓએ પ્રેમ લગ્ન કરેલા છે. સૃષ્ટિની માતા ખાંટ રાજપૂત છે અને જયેશ ગિરધર સરવૈયા પણ ખાંટ રાજપૂત છે અને સૃષ્ટિની માતાને દૂરનો ભાઈ થાય. જયેશ સરવૈયા પોતે કડીયા કામનો વ્યવસાય કરે છે. આ સિવાય તે કામના બહાને અને સાથે જ સંબંધી હોવાના કારણે અવાર નવાર સૃષ્ટિના ઘરે અવર જવર કરતો.

image source

આ સમયે એક વખત સૃષ્ટિ સાથે આંખ મળી ગઈ અને એક તરફી પ્રેમમાં પાગલ થઇ ગયો હતો. તેથી તે ભાઇ હોવા છતાં પણ સૃષ્ટિની પાછળ-પાછળ તેની શાળાએ જતો હતો. આ ઉપરાંત ક્યારેક તો સૃષ્ટિને રસ્તામાં જ ઊભી રાખી દેતો હતો. આ કામ થોડા વિચિત્ર તો લાગી જ રહ્યા હતા પરંતુ સંબંધી હોવાના કારણે સૃષ્ટિએ તેને ઈગ્નોર કર્યો હતો.

image source

આ દરમિયાન જયેશના આ પ્રકારના વર્તનને લઈને સૃષ્ટિએ તેના પિતા કિશોરને જયેશની ફરિયાદ કરી હતી. તેથી કિશોર રૈયાણી દ્વારા જયેશના પિતા ગિરધર સરવૈયાને આ બાબતે માહિતી આપતાં તેના પુત્ર જયેશને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પિતાએ આપેલી આ સજા બાદ પણ જયેશ ઘર નજીક રહેતા તેના મામાના ઘરે રહેવા ચાલ્યો ગયો હતો. આ સાથે જ તે પોતાની હરકતોમાંથી બહાર આવ્યો નહીં અને તેનું મન સૃષ્ટિ તરફ વધુ ને વધુ વળવા લાગ્યું હતું.

જે દિવસે ઘટના બની ત્યારે થયું હતું આવું

image source

આ દિવસે જયેશ સવારે વીરપુર ગામમાં ગયો હતો અને તે લગભગ બપોરના સમય સુધી અહીં જ રોકાઈ ગયો હતો. આ પછી તે 180 રૂપિયાનું ચપ્પુ લઈને બપોરે જેતલસર ગામમાં આવી ગયો હતો. આ પછી તેને વિચાર આવ્યો કે સૃષ્ટિ બપોરના સમયે સૃષ્ટિ ઘરે એકલી હશે. માટે તે તેના ઘરે પહોંચી ગયો હતો. તે ઘરે ગયો તો તેની સાથે તેનો ભાઈ પણ ઘરમાં હાજર હતો.

જ્યારે તે ઘરમાં પ્રવેશ કરી રહ્યો હતો તો હર્ષે અટકાવ્યો હતો અને ઘરમાં જવાની ના પાડી હતી. તેથી ઉશ્કેરાયેલા જયેશ દ્વારા હર્ષ પર ચપ્પુના ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. સતત પાંચથી છ ચપ્પુના ઘા વાગતા હર્ષ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી ગયો હતો. હવે સૃષ્ટિ ઘરમાં એકલી રહી હતી તેથી તકલનો લાભ લઈને જયેશે બદલો લેવાનું શરૂ કર્યું. જ્યારે ઘટના બની ત્યારે સૃષ્ટિ ઘરની બહાર દોડી આવી હતી અને તેણે જયેશનો સામનો કરવાની કોશિશ કરી પણ તે નિષ્ફળ નીવડી હતી.

image source

સતત ઉશ્કેરાયેલા જયેશે સૃષ્ટિને એક પછી એક 36 જેટલા ચપ્પુના ઘા માર્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી સૃષ્ટિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જયેશે સૃષ્ટિને પીઠ, છાતી અને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંક્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. આ સાથે જ ભરબપોરે બનેલી આ ઘટનાના કારણે ગામના લોકોમાં ભયની લાગણી ફેલાઈ હતી.

જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોચી હતી અને સૃષ્ટિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી જયેશ સામે હત્યાનો ગુનો નોંધીને થોડા જ સમયમાં ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં સતત બનતી આવી ઘટનાઓના કારણે લોકો ભયના માહોલમાં જોવા મળી રહ્યા છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *