વર્ગખંડમાં આ 17 વર્ષના છોકરાએ યુવતીને મંગલસૂત્ર પહેરાવીને કર્યા લગ્ન, વીડિયોના કારણે માળો વેર-વિખેર થયો

હાલમાં પ્રેમ તો એવી રીતે થાય છે જેમ કોરોનાના કેસ વધતા હોય છે. નાના નાના બાળકોને પણ પ્રેમના ફણગાં ફુટવા લાગે છે અને પરણી જાય છે. ત્યારે વધારે આવો એક કિસ્સો સામે આવ્યો છે અને ચારેકોર ખળભળાટ મચી ગયો છે. તો આવો જાણીએ કે આ મામલો શું છે. એક સગીર છોકરા-છોકરીએ સ્કૂલના ક્લાસરૂમમાં જ લગ્ન કરી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વર્ગખંડમાં લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

image source

એક અખબારમાં આવેલા અહેવાલ મુજબ વાત કરવામાં આવે તો 17 વર્ષનો છોકરો મંગલસૂત્રને પોતાની સાથે લઈ આવ્યો અને વર્ગખંડમાં તેણે યુવતીને સિંદૂર પણ લગાવ્યું હતું. ક્લાસરૂમમાં લગ્ન કરવાનો કિસ્સો આંધ્રપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. પૂર્વ ગોદાવરી જિલ્લાના રાજમહેન્દ્રવરમ સ્થિત જુનિયર કોલેજમાં આ વિદ્યાર્થીના લગ્ન થયા હતા. પોલીસ એ બનાવ સંદર્ભે ગુનો નોંધ્યો છે. તેથી હવે ચાઈલ્ડ મેરેજ એક્ટ 2006 હેઠળ પોલીસ એ કેસ નોંધ્યો છે અને લગ્ન કરાવનાર વ્યક્તિની શોધ કરી રહી છે.

image source

તો વળી આ લગ્ન વિશે અધિકારીઓ એમ પણ કહે છે કે આ લગ્ન કાયદેસર રીતે માન્ય નથી. પોલીસ અધિકારીઓએ છોકરા અને છોકરીનું કાઉન્સલિંગ પણ કર્યુ હતું. રિપોર્ટ અનુસાર, બંને ઇન્ટરમિડિયેટનો અભ્યાસ કરે છે અને ક્લાસમેટ છે. આંધ્ર પ્રદેશ મહિલા આયોગે કહ્યું છે કે તે યુવતીને રહેવા માટેનું સ્થળ પૂરું પાડશે. આ બધી જ વાતની ખબર ત્યારે પડી કે લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ઈન્ટરનેટ પર આ બધું સામે આવતાં પોલીસ અને અન્ય અધિકારીઓને આ ઘટના વિશે માહિતી મળી હતી.

image source

આ લગ્ન વિશે એવું કહેવામાં આવે છે કે અન્ય એક સગીર છોકરીએ ફોટો ક્લિક કર્યા હતા અને સોશિયલ મીડિયા પર ફરતાં થયા હતા. તે જ સમયે, વિદ્યાર્થી અને લગ્ન કરનારી યુવતીને કોલેજમાંથી હાંકી કાઢવામાં આવી છે અને ટ્રાન્સફર સર્ટિફિકેટ જાહેર કરાયું છે. આંધ્રપ્રદેશ મહિલા આયોગના અધ્યક્ષ વસીરેડી પદ્માએ કહ્યું છે કે, યુવતીના માતા-પિતાએ તેને ઘરે પરત આવવા દીધી નહોતી. ત્યારબાદ યુવતીને કાઉન્સલિંગ માટે વન સ્ટોપ સેન્ટર પર લઈ જવામાં આવી.

ત્યારે હવે બન્ને પોલીસ આ કેસમાં વધારે તપાસ હાથ ધરી રહ્યા છે અને પોલીસનું કહેવું છે કે દરેક ગુનેગારને સજા મળશે. મહિલાપંચનાં નિદેશક આર. સયૂજે કહ્યું, “વર્ગખંડમાં લગ્નની આ ઘટના પરથી માલૂમ પડે છે કે વિદ્યાર્થીઓમાં કાયદાને લઈને માહિતીની ખૂબ જ કમી છે.” પોલીસે પણ આ મામલે જણાવ્યું કે અમે બંને સગીરોનાં, તેમના પરિવારજનોનાં અને કૉલેજ પ્રશાસનનાં નિવેદનો લઈશું. મામલા સાથે સંકળાયેલા લોકોને પોલીસ બાળવિવાહનાં પરિણામોની માહિતી આપશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત