કોરોનાની રસી બાબતે પહેલી સ્વદેશી કંપની બનીને ઉભરી આવી સીરમ, વેક્સિનની ઇમર્જન્સી યુઝની માંગી અપ્રૂવલ

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાએ પોતાની જાળ પાથરી દીધી છે અને લોકો વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે ભારતમાં પણ કોરોનાથી લાખો લોકોના મોત નિપજ્યા છે. પરંતુ હવે રસીના સારા સમાચાર સામે આવી રહ્યા છે. લોકોને જે કંપની પર સૌથી વધારે આશા છે એ જ કંપનીને લગતા આ સમાચાર છે. તો આવો જાણીએ કે શું ફાયદો થવાનો છે. તો હવે ફાઈઝર પછી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ પણ કોવિશીલ્ડના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી માગી છે. એની સાથે જ સીરમ ઈન્સ્ટિટ્યૂટ દેશની પહેલી સ્વદેશી કંપની બનશે, જે કોરોના વેક્સિનને માર્કેટમાં લોન્ચ કરવા તૈયાર છે.

image source

સીરમે રવિવારે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસે એની અરજી મોકલી છે એવું ન્યૂઝ એજન્સીના સુત્રોનું કહેવું છે. કારણ કે હાલમાં ભારતમાં 96.73 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. આ સાથે જ જો વાત કરવામાં આવે તો ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચ ના જણાવ્યા પ્રમાણે, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાની કોવીશીલ્ડના 4 કરોડ ડોઝ બનાવી ચૂક્યું છે. સીરમે તેમના આવેદનમાં કહ્યું છે કે, યુકે (બે ક્લિનિકલ ટેસ્ટ), બ્રાઝીલ અને ભારત (એક-એક ટેસ્ટ) વેક્સિનમાં બીમારી સામે લડવાની 90% ક્ષમતા જોવા મળી છે.

image source

જો આ વેક્સિન વિશે સુરક્ષાની દ્રષ્ટીએ જોઈએ તો કોવીશીલ્ડના ટ્રાયલમાં કોઈ વીપરીત અસર જોવા મળી નથી. એટલે કે વેક્સિન એક ટાર્ગેટેડ વસતીને આપી શકાય એવી છે. ઉલ્લેખનીય છે કે સીરમ દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની છે. કંપનીએ કસૌલીમાં આવેલા સેન્ટ્રલ ડ્રેગ્સ લેબોરેટરીને ટેસ્ટિંગ માટે વેક્સિનની 12 બેચ સોંપી છે. ઉલ્લેખનીય છે કે સીરમ ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકાની વેક્સિન કોવિશીલ્ડ તૈયાર કરી રહ્યા છે. 4 ડિસેમ્બરે અમેરિકન કંપની ફાઈઝરે ભારતીય ડ્રગ કંટ્રોલર પાસે પોતાની વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી માગી હતી. ફાઈઝરની વેક્સિન લગાવવા માટે UK અને બહરીને મંજૂરી આપી દીધી છે.

image source

તો વળી આ મામલે ભારતે પહેલાં જ સ્પષ્ટ કરી દીધું છે કે દેશમાં કોઈ વેક્સિન ત્યારે જ લગાવવામાં આવશે જ્યારે એ અહીંની ક્લિનિકલ ટ્રાયલ પૂરી કરી લેશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ફાઈઝર અને એની સહયોગી કંપનીએ આવી કોઈપણ ટ્રાયલ માટે ઈનકાર કર્યો હતો. જો કે ઓફિસરોનું કહેવું છે કે DCGI ઈચ્છે તો લોકલ ક્લિનિકલ ટ્રાયલમાં છૂટ આપી શકે છે. વિશ્વ લેવલે રસીની વાત કરવામાં આવે તો કોરોના વાઈરસ વિરુદ્ધના યુદ્ધમાં ચીને 4, રશિયાએ 2 અને યુકેએ 1 વેક્સિનની ઈમર્જન્સી યુઝ માટેની અપ્રુવલ આપી છે. ભારતમાં અત્યારસુધીમાં કોઈપણ કંપનીની વેક્સિનને મંજૂરી ન મળી હોઈ એ પ્રીઓર્ડરમાં સૌથી આગળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેક્સિન વિશે ગયા સપ્તાહે પણ ઘણા સક્રિય જોવા મળ્યા હતા. 28 નવેમ્બરે મોદીએ અમદાવાદ, પુણે અને હૈદરાબાદની કંપનીઓમાં જઈને વેક્સિનની તૈયારી વિશે માહિતી પણ મેળવી હતી.

image source

જો સીરમ ઈન્સ્ટિટ્યૂટ વિશે વાત કરીએ તો તેની સ્થાપના 1966માં સાઈરસ પૂનાવાલાએ કરી હતી. હાલમાં આ ઈન્સ્ટીટ્યૂટમાં પોલિયોની સાથે સાથે ડિપ્થેરિયા, ટિટને, એચઆઈબી, બીસીજી, હેપેટાઈટિસ-બી અને રુબેલા વગેરેની વેક્સીનના 1.5 કરોડ ડોઝ દર વર્ષે તૈયાર થાય છે. અત્યારે આ કંપની ભારતની નંબર વન બાયોટેકનોલોજી કંપની તો બની ચૂકી છે. વેક્સીન અને રોગપ્રતિકારક દવાઓનું ઉત્પાદન કરનારી આ દુનિયાની નંબર વન કંપની છે. અને એટલે જ ભારતને કોરોના વેક્સીન બનાવવા માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા પાસે સૌથી વધારે આશા છે.

image source

જો શરૂઆતની વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર 2019માં સીરમ ઈન્સ્ટીટ્યૂટે પુણેમાં જ પોતાની બહુઆયામી અત્યાધુનિક વેક્સીન ઉત્પાદન એકમ શરૂ કર્યું છે. અને લગભગ 3000 કરોડના ખર્ચથી તૈયાર થયેલ આ યુનિટ હવે મોટાપાયે કોરોના વેક્સીનના ઉત્પાદનમાં સહાયક બનશે. સીરમ ઈન્સ્ટીટ્યૂટની ઉત્પાદન ક્ષમતાને જોતાં જ વૈશ્વિક દવા નિર્માતા કંપની એસ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીએ તેની સાથે કોરોના વેક્સીનના ઉત્પાદનનો કરાર કર્યો છે. ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની સાથે મળીને કોરોના વેક્સીનનું ઉત્પાદન પણ આ કંપની મોટી માત્રામાં કરી શકે છે. જેનો ઉપયોગ માત્ર ભારત જ નહીં પરંતુ અનેક બીજા દેશોમાં થઈ શકે છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટમાં બનેલી વેક્સીનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પાસેથી માન્યતા મળેલી છે. 170થી વધારે દેશ તેનો ઉપયોગ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત