પેટાચૂંટણીમાં મતદાન સમયે મત માટે વહેંચવામાં આવ્યા રૂપિયા, કોંગ્રેસ-ભાજપ વિવાદમાં

મત મેળવવા કરવામાં આવી રૂપિયાની લાહણી – કોંગ્રેસ-ભાજપ વિવાદમાં

આજે એટલે કે ત્રીજી નવેમ્બરે સમગ્ર ગુજરાતમાં કેટલીક ખાલી પડેલી સીટોની પેટા ચૂંટણી થઈ રહી છે. ત્યારે એક ચર્ચાસ્પદ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકનાં ઇંટોલા સોસીન્દ્રા ગામનો છે. અહીં ખુલ્લે આમ મતદાતાઓને પૈસા વેહંચવામાં આવી રહ્યા છે જેનો વિડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસનો દાવો છે કે આ વિડિયો કોંગ્રેસના કાર્યકરોએ જ ઉતાર્યો છે. અને કોંગ્રેસે ભાજપા પર આરોપ મુક્યો છે કે તેઓ રૂપિયાની લાહણી કરીને વોટ ખરીદી રહ્યા છે અને ચૂંટણી અધિકારીઓને તેમણે લેખિત રજુઆત કરીને કામગીરી કરવા માટે અરજી પણ કરી છે.

image source

તો બીજી બાજુ કરજણ બેઠકના નોડલ અધિકારી બી.બી. ચૌધરીએ આ બાબત પર જણાવ્યું છે કે તેમણે તપાસ કરવા માટે ટીમ મોકલી દીધી છે.

કરજણ ખાતેના કોંગ્રેસના ચૂંટણી એજન્ટ ઉપેન્દ્રસિંહ રાણા અને કોંગ્રેસના અગ્રણી નેતા શૈલેશ અમીને ચૂંટણી અધિકારીઓ સમક્ષ રજુઆત કરીને માંગ કરી છે કે ચૂંટણી ચાલી રહી છે તે સમયે ઇંટોલા અને ગોસીન્દ્રા ખાતે ભાજપના કાર્યકર્તાઓ વોટ ખરીદી રહ્યા છે અને લોકોને રોકડ આપી રહ્યા છે. જે ચુંટણીની આચારસંહિતાનનું હડહડતું અપમાન છે. અને વોટના બદલામાં રૂપિયાની લાહણી કરી રહેલા લોકોની ધરપકડ તાત્કાલીક કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે. અને તેમના પર કડક કામગીરી કરવામાં આવે અને આવા લોકોને ડીટેઇન કરવામાં આવે.

image source

કોંગ્રેસના વડોદરા શહેર ખાતેના અગ્રણી નેતા શૈલેષ અમિને ફરિયાદ કરતાં જણાવ્યું છે કે ઇટોલા તેમજ ગોસીન્દ્રામાં ભાજપના કાર્યકર્તાઓ કેશ આપીને વોટ માંગી રહ્યા છે અને ગરીબ મતદારોને લલચાવી રહ્યા છે, જે ચુંટણીની આચારસંહિતાની બિલકુલ વિરુદ્ધનું કૃત્ય છે. અને આચારસંહિતાના આવા ભંગ બદલ તેમણે ચુંટણી અધિકારી, નોડલ અધિકારી અને ઓબ્ઝર્વર સુધી બધાને ફરિયાદ કરી છે. અને તેમણે એ પણ ફરિયાદ કરી છે કે આટલુ કરવા છતાં તેમની ફરિયાદની નોંધ નથી લેવામાં આવી અને કામગીરી પણ નથી કરવામા આવી.

image source

તેઓ જણાવે છે કે વાયરલ થયેલો ઇટોલા અને ગસીન્દ્રા ગામનો કેશ ફોર વોટનો વિડિયો કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉતાર્યો છે અને હાલ તેની પુષ્ટી કરવામાં આવી રહી છે કે તે સાચો જ વિડિયો છે. અને તે વિષે ચૂંટણી અધિકારીઓને તેઓએ ફરિયાદ કરી છે. તેમણે તેવો પણ આરોપ મુક્યો હતો કે મલાઈદાર પોસ્ટ મેળવવા માટે તેઓ ગેરકાયદેસર રીતે ભાજપની મદદ કરી રહ્યા છે. અને તેમની ફરિયાદ બાબતે કોઈ પણ પગલા નથી લેવાઈ રહ્યા. અને જો તેમની ફરિયાદ પર કામગીરી નહીં કરવામાં આવે તો તેઓ હાઇકોર્ટમાં પણ જશે.

image source

કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર જણાવે છે કે વાયરલ વિડિયો જોતાં એવુ લાગી રહ્યું છે કે ભાજપ પોતાની હાર જોઈ ગઈ છે. પહેલાં ભાજપાએ કોંગ્રેસના ધારાસભ્યો ખરીદ્યા અને હવે તેઓ વોટર્સને ખરીદી રહ્યા છે. પણ ભાજપ પોતાના આ મનસુબામાં જરા પણ સફળ નહીં થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત