8 વર્ષની બાળકીએ PMને કહ્યું…મોદીજી તમે તાળીનું કહ્યું તો તાળી, અને થાળીનું કહ્યું તો થાળી વગાડી, હવે ખેડૂતો….શું તમે જોયો આ ક્યૂટ VIDEO?

કૃષિ કાયદાને પરત ખેંચવાની રટ લઇને બેઠેલા ખેડુતો સાથે ફરી એકવાર 9 ડિસેમ્બરે સરકાર બેઠક કરવાના છે. જો કે આગલી 5 બેઠકો તો નિષ્ફળ ગઇ છે, પણ બધાને આશા છે કે બુધવારે મળનારી બેઠકનું કોઇ સારું પરિણામ આવે. જો કે એક તરફ ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર 5 બેઠકથી એકની એક વાત કરી રહી છે. કૃષિ કાયદાના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડુતો 13માં દિવસે પણ દિલ્લીમાં ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે. ખેડુતો ત્રણેય કૃષિ કાયદાને પાછા ખેંચવાની રટ લગાવી રહ્યા છે. ખેડુતોના આ લાંબા સઘર્ષમાં રાજનીતિક પાર્ટીઓ, ફિલ્મી સેલિબ્રિટીઝ, કલાકારો સહીત સમાજના અન્ય વર્ગના લોકો સમર્થનમાં જોડાયા છે. ત્યારે હવે આ બધાની વચ્ચે એક વીડિયો ભારે ચર્ચામા આવ્યો છે. આ વીડિયોમાં એક બાળકી જોવા મળી રહી છે અને વડાપ્રધાન મોદીને કંઈક કહી રહી છે.

image source

આ વીડિયોમાં જોઈ શકાય છે કે ખેડુતોનો અવાજ બુલંદ કરતો એક 8 વર્ષની નાનકડી બાળકીનો વીડીયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. આ બાળકીએ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે. જો મળતી વિગત પ્રમાણે વાત કરવામાં આવે તો બાળકીનું નામ સીરત છે અને તે પંજાબી સ્ટાઇલમાં એકદમ કયૂટ રીતે બોલી રહી છે. આ વીડિયોને અકાલી નેતા દિલજીત સિંહ ચીમાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યો છે.

image source

તમે આ વાયરલ વીડીયોમાં જોઇ શકો છો કે બાળકી કહી રહી છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમે અમને તાળી પાડવાનું કહ્યું તો તાળી પાડી અને થાળી વગાડવાનું કહ્યું તો અમે થાળી પણ વગાડી. જો કે કોરોના તો દેખાતો નહોતો, પરંતું આટલી ઠંડીમાં રસ્તાઓ પર ખેડુતોતો દેખાઇ રહ્યા છે. હવે તમે પણ અમારી વાત માનીને ખેડુતોના હકમાં નિર્ણય કરીને કૃષિ કાયદા પાછા ખેંચો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો શેર કરી રહ્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે, આ વીડિયોમાં બોલી રહેલી 8 વર્ષની બાળકીનું નામ સીરત છે અને તે પૂર્વ કોંગ્રેસી કાઇન્સિલર સુરજીત સિંહની પૌત્રી અને યૂથ કોંગ્રેસના નેતા ગગન સહિજરાની પુત્રી છે. વીડિયો પરથી એક વાત કહી શકાય કે, સીરતે નમ્રતા પૂર્વક મોદીને વિનંતી કરી છે. બાળકી એકદમ કયૂટ છે અને સરસ રીતે પંજાબી સ્ટાઇલમાં બોલે છે.

જો ખેડૂત આંદોલનની વાત કરીએ તો મંગળવારે મોડી સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતોને બુધવારે યોજાનારી ૬ઠ્ઠા રાઉન્ડની બેઠક પહેલાં ચર્ચા માટે બોલાવ્યા હતા. ૧૩ ખેડૂત નેતાઓ અને અમિત શાહ વચ્ચેની આ બેઠક અનિર્ણિત રહી હતી. જો કે સરકાર હવે કાયદામાં સંશોધન કરવા મામલે રાજી થઇ છે. બેઠક બાદ ખેડૂત નેતા હનન મુલાએ જણાવ્યું કે, અમિત શાહ સાથેની બેઠકમાં કોઈ ઉકેલ મળ્યો નથી. આવતીકાલે સરકાર સાથે કોઈ બેઠક થશે નહીં. બીજી તરફ તેમણે એમ પણ જણાવ્યું કે, સરકાર દ્વારા નવેસરથી બુધવારે લેખિત પ્રસ્તાવ આપવામાં આવશે અને તેના ઉપર ખેડૂત નેતાઓ વિચારણા કરીને ગુરુવારે બેઠક કરવી છે કે કેમ તે અંગે નિર્ણય કરશે. હાલ પૂરતી બુધવારની બેઠક મોકુફ રાખવામાં આવી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત