92 દિવસ બાદ સાજા થઈને પાછા ફરેલા સ્ટીવ વ્હાઈટ કહે છે, ‘લડવાનું બંધ ન કરો, કોરોનાને હરાવી શકાય છે’

56 વર્ષિય સ્ટીવ વ્હાઇટ 92 દિવસ સુધી સતત લડ્યા કોરોના વાયરસ સામે – છેવટે જંગ જીતી થયા સાજા – કહ્યું લડત ચાલુ રાખો કોરોનાને હરાવી શકાય છે.

image source

સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસની મહામારી સાર્વત્રિક ધોરણે ત્રાટકી છે. કોરોના વાયરસે તબિબિરીતે અત્યંત આધુનિક તેમજ શક્ષમ એવા દેશોને પણ ઘૂંટણીએ લાવી દીધું છે. હાલ આખુંએ યુ.કે પણ કોરોના વાયરસના ભરડામાં લેવાઈ ગયું છે. જો કે ભારત સંક્રમીતોની દ્રષ્ટિએ યુ.કે કરતાં પણ આગળ નીકળી ગયું છે. યુ.કેના સંક્રમીતોના હાલના આંકડા 3,04,331 છે જ્યારે ભારતનો આંકડો 4,25,282 છે. પણ ભારત માટે રાહતની વાત એ છે કે મૃત્યુઆંક યુ.કે કરતાં ઘણો ઓછો છે. યુ.કેનો મૃત્યુઆંક 42632 છે તો ભારતનો મૃત્યુઆંક 13699 છે.

image source

આમ યુ.કેમાં કોરોના વાયરસ ગ્રસ્ત વ્યક્તિના મૃત્યુની સંભાવના વધી જાય છે. કોરોના વાયરસે બાળકથી માંડીને વયોવૃદ્ધ વ્યક્તિ સુધી દરેક ઉંમરની વ્યક્તિઓને પોતાની બાનમાં લીધી છે. બ્રીટનમાં એક વ્યક્તિ કે જેનું નામ સ્ટીવ વ્હાઇટ છે તેમણે સતત 92 દિવસ સુધી કોરોના સામે લડત આપી છે અને છેવટે કોરોનાને માત આપીને તેઓ વિજેતા બન્યા છે. સતત 92 દિવસ સુધી હોસ્પિટલમાં રહેનાર સ્ટીવ સૌથી લાંબો સમય કોરોનાની સામે લડાઈ કરનાર દર્દી બન્યા છે.

સ્ટીવ વ્હાઇટને હિયરફોર્ડ કાઉન્ટી હોસ્પિટલમાં 19મી માર્ચે એડમીટ કરવામાં આવ્યા હતા. વ્યવસાયે તેઓ એક ડાન્સર હતા. તેમને 18મી જૂને કોરોનાથી મુક્ત કરીને રજા આપવામાં આવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સ્ટિવના જીવવાની સંભાવના માત્ર 1 જ ટકા હતી. પણ તેમના પરિવારે તેમના જીવન માટેની આસ સતત જગાવે રાખી અને પરિવારે સતત આગ્રહ રાખ્યો કે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવે. અને છેવટે કોરોના ગ્રસ્ત સ્ટીવ, તેમનો પરિવાર અને તેમની સારવાર કરતા તબીબોની જીત થઈ છે અને 92 દિવસની લડાઈના અંતે તેમને કોરોનાથી આઝાદી મળી છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામા આવી છે.

image source

એક સમય એવો હતો જ્યારે સ્ટીવની પાસે ગણતરીની જ ક્ષણો બાકી હતી

સ્ટીવની ઉંમર 56 વર્ષ હતી આમ તેઓ કંઈ વધારે વૃદ્ધ ન કહેવાય. હાલ બ્રિટનમાં તેઓ એક સુપરહીરો તરીકે ઉભરી રહ્યા છે કારણ કે તેમણે કોરોના વાયરસને માત આપી છે. સ્ટીવ આ વિષે જણાવે છે કે તેમનો કેસ લોકો માટે પ્રેરણાદાયક છે. ખાસ કરીને તેવા લોકો માટે કે જેમને પોતાના સાજા થવાની કોઈ આશા નથી દેખાઈ રહી. તેઓ વધારામાં જણાવે છે કે કોરોના સામે હથિયાર ન નાખો પણ તેની સામે સતત લવડવાનું ચાલુ રાખો. તેમને 19મી માર્ચે દાખલ કરવામા આવ્યા હતા. ડોક્ટર્સે તેમના પરિવારને જણાવી દીધું હતું કે સ્ટીવ થોડા કલાકોથી વિશેષ નહીં જીવી શકે કારણ કે તેઓ કોમામા જતા રહ્યા છે.

image source

સતત બે મહિનાથી વધારે સમય રહ્યા આઈસીયુમા

સ્ટીવ ડોક્ટર્સ વિષે જણાવે છે કે ડોક્ટર્સે તેમને બચાવવા માટે સતત પ્રયાસ ચાલુ રાખ્યા. તેમણે પોતે પણ પોતાની જાતને સંપૂર્ણ પણે ડોક્ટર્સને હવાલે કરી દીધી હતી. આખરે 92 દિવસ બાદ છેવટે જ્યારે સ્ટીવ સંપૂર્ણ સ્વસ્થ થયા ત્યારે હોસ્પિટલના સ્ટાફને ખૂબ આશ્ચર્ય થયું. તેમના માટે આ ઘટના અદ્ભુત રહી છે તેમને લોકો કોઈ સુપર હીરોની જેમ ટ્રીટ કરી રહ્યા છે. તેઓ પોતાના હોસ્પિટલમાં વિતાવેલા સમય વિષે જણાવે છે કે તેમને સતત 67 દિવસ સુધી આઈસીયુમા રહેવું પડ્યું હતું. અને વેન્ટિલેટર પર પણ તેમણે ખૂબ સમય પસાર કર્યો હતો. અને આઈસીયુમાંથી બહાર આવ્યા બાદ તેમનિ ફિઝિયોથેરાપી તેમજ ચાલવાની પ્રેક્ટીસ શરૂ કરવામાં આવી હતી.

image source

કોમામાંથી બહાર આવ્યા ત્યારે સ્થિતિ બિહામણી હતી

સ્ટીવ જણાવે છે કે તેઓ ઘણો લાંબો સમય કોમામા રહ્યા હતા. સતત 63 દિવસ તેઓ વેન્ટિલેટર પર રહ્યા હતા. જેમાંના 34 દિવસ તેઓ કોમામા રહ્યા હતા. તમને જણાવી દઈએ કે બ્રીટનમાં જેટલા પણ કોરોના પેશન્ટને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે તેમાંના પોણા ભાગના દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જ્યારે તેઓ કોમામાંથી બહાર આવ્યા ત્યારનો અનુભવ તેમના માટે ખૂબ જ બિહામણો સાબિત થયો હતો, તેમને કશું જ યાદ નહોતું, તેમને તે દરમિયાન ગળામાં ચીરો પાડીને ત્યાંથી ઓક્સિજન આપવામાં આવતો હતો. માટે તેઓ જ્યારે કોમામાથી બહાર આવ્યા ત્યારે કશું બોલી પણ નહોતા શકતા.

image source

ફોન પર દીકરીનો અવાજ સાંભળતા શરીરમાં સુધારો આવવા લાગ્યો

સ્ટીવનો દીકરો કેલમ જણાવે છે કે ડોક્ટર્સના કહેવા પ્રમાણે, જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા હતા તેમ તેમ તેમના જીવવાની આશા ઘટવા લાગી હતી. અને તે વખતે તેમની બચવાની શક્યતા માત્ર 1 જ ટકો કહેવામાં આવી હતી. પણ તેઓ તેમને કોઈ પણ ભોગે ખોવા નહોતો માગતા. પણ જ્યારે સ્ટીવની દીકરીનો તેમના પર ફોન આવ્યો અનને તેમનું પ્રિય ગીત તેણીએ તેમને સંભળાવ્યું ત્યારે સ્ટીવના ચહેરાની રોનક જ બદલાઈ ગઈ. દીકરી સાથે વાત થયાના 24 જ કલાકમાં સ્ટીવના શરીરમાં સુધારો જોવા મળ્યો. અને ત્યાર બાદ તેમના સ્વાસ્થ્યમાં સતત સુધારો જ જોવા મળ્યો અને છેવેટે 92 દિવસની લડાઈમાં કોરોનાને હરાવીને તેઓ હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને બહાર આવ્યા.

image source

જુઓ કોરોના બાદ અને પહેલાની સ્ટીવની આ અત્યંત ચોંકાવનારી તસ્વીર

આ તસ્વીર સ્ટીવને જ્યારે કોરોનાનું સંક્રમણ નહોતું લાગ્યું ત્યારની છે. જાણે આ લડત 92 દિવસની નહીં પણ કોણ જાણે કેટલાએ દિવસની લાગી રહી છે. સ્ટીવની ઉંમરમાં પણ જાણે અચાનક વધારો થઈ ગયો હોય તેવું તેમની પહેલાની અને હાલની તસ્વીરો જોઈને ભાસી રહ્યું છે.

source : dailymail

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત