CNGના ભાવમાં પણ થયો ૨ રૂપિયાનો વધારો, જાણો ભાવવધારા પાછળના કારણો…?

ગુજરાત ગેસ દ્વારા ઈન્ડસ્ટ્રીયલ ગેસ મોંઘો કરવામાં આવ્યા બાદ હવે વાહનોમાં વપરાતા સીએનજીમાં ભાવ વધારો કર્યો છે. પેટ્રોલ-ડિઝલ ના ભાવથી દાઝેલી જનતા પર ગેસ ના ભાવ વધારાનો નવો ડામ આપવામાં આવ્યો છે. અદાણી બાદ હવે ગુજરાત ગેસે પણ ચોવીસ ઓગષ્ટથી સીએનજી ના ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો ઝીંક્યો છે.

image source

ગુજરાત ગેસે બે રૂપિયાનો વધારો કરતા સીએનજી વાહનચાલક પર બોજ આવશે. જોકે ગુજરાત ગેસ કંપનીએ પીએનજી ના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. સીએનજી નો જૂનો ભાવ બાવન રૂપિયા હતો. જે હવે વધીને ચોપન રૂપિયા થયો છે.ગુજરાત ગેસ દ્વારા ઈન્ડસ્ટ્રીયલ ગેસ મોંઘો કરવામાં આવ્યા બાદ હવે વાહનોમાં વપરાતા સીએનજીમાં ભાવ વધારો કર્યો છે.

image source

રાજ્યમાં સાડા છ લાખથી વધુ સીએનજી વાહનો છે, અને ગુજરાત ગેસ કંપનીના રાજ્યમાં ચારસો પચાસ થી વધુ પંપ છે. આ તમામ વાહનચાલકો પર વધારાનો આર્થિક બોજ આવશે. ગુજરાત ગેસે બે રૂપિયાનો વધારો કર્યા બાદ પણ રાજ્યમાં સીએનજી નો સૌથી ઊંચો ભાવ અદાણી ગેસનો જ રહેશે. અદાણીના સીએનજી ના ભાવ હાલ સાડા પંચાવન રૂપિયા છે.

image source

સુત્રોના કહેવા પ્રમાણે છેલ્લા દોઢ વર્ષથી સીએનજીનાં ભાવમાં કોઈ બદલાવ કરાયો નથી. આ દરમ્યાન ઓપરેશનલ ખર્ચનો બોજ ઘણો વધી ગયો હોવાથી ભાવ વધારો કરાયો છે. રાજયમાં ચારસો પચાસ જેટલા સીએનજી પંપ મારફત અંદાજીત સાત લાખ વાહનો ને ઈંધણ પુરૂ પાડે છે. સીએનજી મોંઘા બનાવવા સિવાય ઘર વપરાશનાં ગેસ પીએનજીમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોવાથી રાહત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા ઈન્ડસ્ટ્રીયલ પીએનજીમાં ભાવ વધારો કરાયો હતો. તે સાડત્રીસ કરાતા મોરબી તથા સુરેન્દ્રનગરનાં ઉદ્યોગો પર મોટો બોજ પડતાં ઉહાપોહ સર્જાયો છે.

વિતેલા 7 વર્ષમાં પેટ્રોલની કેટલી વધી કિંમત ?

image source

દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં ત્રીસ થી પાંત્રીસ રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.

2014-15- પેટ્રોલ છાસઠ રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ પચાસ રૂપિયા પ્રતિ લિટર, 2015-16- પેટ્રોલ એકસઠ રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ છેતાલીસ રૂપિયા પ્રતિ લિટર, 2016-17- પેટ્રોલ ચોસઠ રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ ત્રેપન રૂપિયા પ્રતિ લિટર, 2017-18- પેટ્રોલ ઓગણસિત્તેર રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ ઓગણસાઠ રૂપિયા પ્રતિ લિટર

image source

2018-19- પેટ્રોલ અઠ્યોતેર રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ ઓગણસિત્તેર રૂપિયા પ્રતિ લિટર, 2019-20- પેટ્રોલ એકોતેર રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ સાઠ રૂપિયા પ્રતિ લિટર, 2020-21- પેટ્રોલ છોંતેર રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ છાસઠ રૂપિયા પ્રતિ લિટર.