OMG! રિયા-અંકિતા તો ઠીક, પણ સુુશાતંની બહેનોને લઇને સામે આવી આ ચોંકાવનારી વાત, જેમાં ડ્રગ્સ પાર્ટીઓ…

છેલ્લા અનેક દિવસો અને અનેક કલાકોથી સીબીઆઈ દ્વારા ચાલી રહેલી સુશાંત સિંહ રાજપૂત કેસમાં નવો વળાંક આવ્યો છે. સીબીઆઈ સુશાંત કેસની તપાસ કરી રહી છે અને તે એ તમામ લોકોની પૂછપરછ કરી રહી છે જે છેલ્લા સમયમાં સુશાંતની સાથે હતા.

image source

સીબીઆઈ આ કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની પણ પૂછપરછ કરી રહી છે. તપાસ આગળ વધતાં અગત્યની જાણકારી બહાર આવી રહી છે. આ સિવાય હાલમાં સુશાંતના મોત અને ડ્રગ્સ પાર્ટીઓને લઈને સુશાંતની એક્સ મેનેજર શ્રુતિ મોદીના વકીલ અશોક સરાવગીએ આ મામલે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

શ્રુતિ મોદીના વકીલે કહી આ મોટી વાત

image source

સુશાંત સિંહની એક્સ મેનેજર શ્રુતિ મોદીના વકીલ અશોક સરાવગીએ દાવો કર્યો છે કે સુશાંત ડ્રગ્સ લેતો હતો. તેણે કહ્યું કે, સુશાંત અને રિયા જ નહીં પરંતુ તેના (સુશાંતના) પરિવારને પણ ખબર હતી કે એક્ટર ડ્રગ્સ લે છે. સુશાંતના ડ્રગ્સ લેવાનું કારણ એ છે કે સુશાંત બેવાર તેની બહેનો પાસે ગયો હતો અને તેની સાથે તેનો ડ્રાઇવર જતો હતો અને એ ડ્રાઇવર જ તેને ડ્રગ્સ મંગાવીને આપતો હતો.

image source

તેણે વધુમાં કહ્યું છે કે તેના પરિવારને સુશાંત ડ્ગ્સ લે છે તે અંગે જાણકારી હતી. ડ્રાઇવર સુહેલ સાગર ડ્રગ્સ લાવીને આપતો હતો અને તેનો કૂક અશોક તે ડ્રાઇવર સાથે કો-ઓર્ડિનેટ કરતો હતો. વકીલે સુશાંતને કંપની આપનારાઓના નામ પણ જણાવ્યા. તેણે જણાવ્યું કે સુશાંતને ડ્રગ્સ લેતી સમયે ખાસ કરીને બે લોકો કંપની આપતા હતા, જેમાં તેનો મિત્ર આયુષ શર્મા અને એક ફીમેલ ફ્રેન્ડ આનંદીનો સમાવેશ થતો હતો.

image source

ઉલ્લેખનીય છે કે જ્યારે પણ સુશાંતના ઘરે પાર્ટી થતી હતી, ત્યારે ડ્રગ્સનો ઉપયોગ થતો હતો. શ્રુતિ મોદીના વકીલે કહ્યું કે, સુશાંતની બહેનોને આ વિશે સંપૂર્ણ જાણકારી હતી. વકીલનો દાવો છે કે સુશાંત મુંબઇની બહાર જતો હતો ત્યારે પણ ડ્રગ્સ સાથે જ લઈ જતો હતો.

image source

રિયા ચક્રવર્તી પર લાગેલા આરોપો અંગે તેણે કહ્યું કે સુશાંત રિયા સાથે રિલેશનમાં આવ્યો તે પહેલાંથી જ ડ્રગ્સ લેતો હતો. જેથી એ કહેવું તદ્દન ખોટું છે કે, રિયા તેને ફોર્સ કરીને ડ્રગ્સ આપતી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત