આ જોરદાર દલીલ અને પ્રણવ મુખરજીના અનેક પ્રયત્નોને કારણે મધર ટેરેસાને મળ્યો હતો ભારત રત્ન, શું તમે જાણો છો આ વાત?

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પ્રયાસોથી મધર ટેરેસાને ‘ભારત રત્ન’ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, આવી દલીલ કરવામાં આવી હતી.

image source

ખુબ જ ઓછી વ્યક્તિઓને આ વાતની જાણકારી છે કે, સમાજ સેવિકા મધર ટેરેસાને ‘ભારત રત્ન’ પુરસ્કાર અપાવવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. સમાજ સેવિકા મધર ટેરેસાને ભારત રત્ન પુરસ્કાર આપવાનો પ્રસ્તાવ પ્રણવ મુખર્જી દ્વારા રજુ કરવામાં આવ્યો હતો. પણ સમાજ સેવિકા મધર ટેરેસાને ‘ભારત રત્ન’ પુરસ્કાર આપવા માટે થઈને વિવાદ સર્જાયો હતો. સવાલ એવો હતો કે, સમાજ સેવિકા મધર ટેરેસા મૂળ ભારતીય નાગરિક નહી હોવાના કારણે મધર ટેરેસાને ‘ભારત રત્ન’ પુરસ્કાર કેવી રીતે આપી શકાય છે.?

image source

એક રીપોર્ટમાં જણાવ્યા મુજબ આ બાબતથી તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ખુબ હેરાન થઈ ગયા હતા, કેમ કે, આ મુદ્દાએ હવે ઘણું મોટું સ્વરૂપ લઈ લીધું હતું. એટલું જ નહી, સમાજ સેવિકા મધર ટેરેસાને ‘ભારત રત્ન’ પુરસ્કાર આપવાનો પ્રસ્તાવ પણ પ્રણવ મુખર્જી દ્વારા મુકવામાં આવ્યો હતો. ‘ભારત રત્ન’ પુરસ્કાર માટે વ્યક્તિ પસંદ કરવાની એક પ્રક્રિયા હોય છે જેને અનુસરવામાં આવે છે. આ પ્રક્રિયામાં જ્યુરી કમિટી હોય છે, ત્યાર પછી આ પ્રસ્તાવ હોમ મીનીસ્ટ્રીમાં મોકલવામાં આવે છે અને ત્યાર પછી કેબિનેટ કમિટી પાસે આ પ્રસ્તાવ મુકવામાં આવે છે. ‘ભારત રત્ન’ પુરસ્કારની આ પ્રક્રિયા દરમિયાન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સામે એવો પ્રશ્ન મૂકી દેવામાં આવ્યો કે, કોઈ અન્ય દેશના નાગરિકને ‘ભારત રત્ન’ પુરસ્કાર કેવી રીતે આપી શકાય છે.?

પ્રણવ મુખર્જી દ્વારા શું દલીલ આપવામાં આવી હતી ?

image source

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ટેક્સ્ટ બુક મેનના નામથી પણ ઓળખવામાં આવે છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ભારતીય સંવિધાનના આધારે કહ્યું હતું કે, ભારતીય સંવિધાનમાં એવી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી કે, જેમાં એવું કહેવામાં આવ્યું હોય કે, ફક્ત ભારતીય નાગરિકને જ ‘ભારત રત્ન’ પુરસ્કાર આપી શકાય. આ સાથે જ વધુ જણાવતા પ્રણવ મુખર્જી કહે છે કે, સમાજ સેવિકા મધર ટેરેસા ઘણા લાંબા સમયથી ભારત દેશમાં રહે છે અને ભારતીય નાગરિકોની સેવા કરી છે. તો મધર ટેરેસા પણ હવે ભારતીય થઈ ગયા છે. આના લીધે મધર ટેરેસાના ભારતીય નાગરિક નહી હોવાના લીધે ‘ભારત રત્ન’ પુરસ્કાર નહી આપવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી.

.. અને ‘ભારત રત્ન’ પુરસ્કાર આપવાના પ્રસ્તાવને પરવાનગી આપી દેવામાં આવી.

image source

ત્યાર પછી ભારતીય સંવિધાનના નિષ્ણાંતો દ્વારા પણ પ્રણવ મુખર્જીના દાવાને સાચો માન્યો છે અને ત્યાર પછી સમાજ સેવિકા મધર ટેરેસાને ‘ભારત રત્ન’ પુરસ્કાર આપવાના પ્રસ્તાવને પરવાનગી આપી દેવામાં આવી. વર્ષ ૧૯૮૦માં મધર ટેરેસાને ‘ભારત રત્ન’ પુરસ્કાર આપવામાં આવ્યો છે. એના એક વર્ષ પહેલા જ વર્ષ ૧૯૭૯માં મધર ટેરેસાને ‘નોબેલ શાંતિ’ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત