અમદાવાદના મેયર નહીં જાય બંગલામાં રહેવા, છાપરાવાળા ઘરમાંથી ચલાવશે શહેરનો વહિવટ, જાણ કયા મંદિરે જઇને સંભાળ્યો ચાર્જ

આજે અમદાવાદને નવા મેયર મળી ગયા છે. કિરિટ પરમારને અમદાવાદના નવા મેયર બનાવવામાં આવ્યા છે. નોંધનિય છે કે આજે અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારની આગેવાનીમાં શહેરના પાલડી વિસ્તારમાં આવેલા ટાગોર હોલમાં નવા વર્ષની પહેલી કોર્પોરેશનની સામાન્ય સભા યોજાઈ હતી. જેમા નવા જાહેર કરાયેલા મેયર અને ડેપ્યુટી મેયરની આ પહેલી સામાન્ય સભા હતી. નોંધનિય છે કે આ પહેલાં આજે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે એક સામાન્ય પરિવારમાંથી આવતા કિરીટ પરમાર તથા ડે. મેયર તરીકે ગીતા પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી.

image source

આ ઉપરાંત મ્યુનિનિસિપલ કોર્પોરેશનમાં એકમાત્ર અપક્ષ ઉમેદવાર તરીકે લાંભા વોર્ડમાંથી જીતીને આવેલા કાળુભાઇ ભરવાડ આજે પોતાના પારંપરિક વેશ સાથે સામાન્ય સભામાં હાજરી આપી હતી.

તો બીજી તરફ નવ નિયુક્ત મેયર કિરીટ પરમારે સામાન્ય સભા પૂરી થયા બાદ ભદ્ર ખાતે આવેલ માતા નગરદેવી ભદ્રકાળીના મંદિરે પહોંચ્યા હતા અને માના આશિર્વાદ લીધા હતા. આ ઉપરાંત કિરીટ પરમારની સાથે ડેપ્યુટી મેયર તરીકે પસંદગી પામેલા ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને દંડક અરુણસિંહ રાજપૂતે પણ નગરદેવી ભદ્રકાળીનાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા.

image source

તમને જણાવી દઈએ કે, મેયર કિરીટ પટેલે મ્યુનિસિપલ ઓફિસમાં પગ મુકતા પહેલાં પગથિયે પગે લાગી નમન કર્યું હતું અને ત્યાર બાદ મેયર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. નોંધનિય છે કે સામાન્ય સભાના સ્ટેજ પર કિરીટ પરમારે ગાંધીજી, સરદાર પટેલ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના ફોટોને સૂતરની આંટી પહેરાવી હતી અને નમન કર્યું હતું. તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે બુકે આપી તેમને આવકાર્યા હતા. આ ઉપરાંત મેયરે સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યની જાહેરાત કરી હતી.

તો બીજી તરફ અમદાવાદનું મેયરપદનું મળતા કિરીટ પરમારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, એક સામાન્ય પરિવાર તેમજ નાની ચાલીમાં રહેનારી વ્યક્તિને મેયર બનાવવામાં આવ્યા તે બદલ હું બીજેપીનો આભાર વ્યક્ત કરૂ છું. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની જે વિકાસ લક્ષી યોજનાઓ ચાલી રહી છે એ સામાન્ય લોકો સુધી પહોંચે તેવો હું પ્રયત્ન કરીશ. નોંધનિય છે કે, રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આજથી તમામ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક શરૂ કરવામાં આવી છે.

image source

તમને જણાવી દઈએ કે, આજે શહેરના પાલડી ટાગોર હોલ ખાતે આજે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના અનેક નેતાઓ હાજર રહ્યા હતા. જેમા ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારો અને ચૂંટાયેલા તમામ 160 કાઉન્સિલરોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભાજપના અમદાવાદ શહેર પ્રભારી આઈ. કે જાડેજા, ભાજપના સિનિયર નેતા સુરેન્દ્ર પટેલ, ગોરધન ઝડફિયા, શહેર પ્રમુખ જગદીશ પંચાલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

તો બીજી તરફ અમદાવાદ શહેરના મેયર તરીકે એકદમ સામાન્ય અને ગરીબ પરિવારમાંથી આવતા કોર્પોરેટરને સ્થાન આપીને ભાજપે એક સારો મેસેજ સમાજને આપ્યો છે. નોંધનિય છે કે, ગરીબ પરિવારમાંથી આવતા ઉમેદવાર પણ શહેરનું ટોચનું સ્થાન મેળવી શકે છે. તમને જણાવી દઈએ કે નવા મેયર કિરીટ પરમાર એક ચાલીની અંદર છાપરાંવાળા એક રૂમના મકાનમાં રહે છે. તો બીજી તરફ સંઘના સ્વયં સેવક એવા કિરીટ પરમાર અપરિત છે. સૌથી મહત્વની વાત એ છે કે, મેયર બન્યા બાદ તેઓ મેયરને મળતા બંગલોમાં રહેવા નહી જાય અને રૂમના મકાનમાં જ રહેશે અને અમદાવાદનો વહીવટ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!