સરદારનું નામ ભૂંસાયું: મોટેરા સ્ટેડિયમ હવે કહેવાશે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’, શું આ યોગ્ય છે?

ભાજપના અમારા સોર્સના મત મુજબ એવુ ચર્ચાઈ રહ્યું છે કે પ્રથમ પગલા તરીકે ભાજપના પ્રિય બતાવવામાં આવતા સરદાર પટેલના નામને બદલે બીજુ નામ આપવામાં આવ્યું છે. જેથી કરીને મોટાભાગની યોજનાઓ જેના નામ પર છે તેવા જવાહરલાલ નહેરુ – ઈંદિરા ગાંધી – રાજીવ ગાંધીના નામ બદલવામાં આવે ત્યારે કોંગ્રેસ ઊહાપોહ ના કરે. બીજી બાજુ, અનેક લોકો આને સરદાર પટેલનું ઘોર અપમાન કહી રહ્યા છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે આ પાછળ ખરી મંશા શું છે અને શા માટે આધુનિક ભારતના શિલ્પીનું નામ હટાવીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું નામ આપવામાં આવ્યું છે!

image source

વિશ્વનું સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે મોટેરા સ્ટેડિયમના ઉદઘાટન સમયે સ્ટેડિયમનું નામ બદલવાની જાહેરાત કરવામાં આવી છે. જી હાં અમદાવાદ ખાતેના વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું નામ બદલી દેવામાં આવ્યું છે. આ સ્ટેડિયમનું નામ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પરથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે.

image source

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ અને રમત ગમત પ્રધાન કિરન રિજુજુ પણ ત્યાં હાજર હતા. આ સ્ટેડિયમમાં સૌથી પહેલા ભારત-ઇંગ્લેન્ડ પિંક બોલ ટેસ્ટ મેચ રમશે. આ મેચ સાથે નવા બનેલા મોટેરા સ્ટેડિયમ પર આંતરરાષ્ટ્રીય મેચ શરૂ થશે. બંને ટીમો વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની આ ત્રીજી મેચ હશે. મોટેરાના એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે શરૂ થનારી ત્રીજી ટેસ્ટ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે.

મહત્વપૂર્ણ છે કે આ પહેલા આ સ્ટેડિયમનું નામ સરકાર પટેલ સ્ટેડિયમ હતું. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર મોટેરા સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પહેલા આ સ્ટેડિયમમાં બેસવાની ક્ષમતા 53 હજાર દર્શકોની હતી. ત્યારબાદ આ સ્ટેડિયમનું રિનોવેશન કરવામાં આવ્યું અને હવે આ સ્ટેડિયમમાં બેસવાની ક્ષમતા 1.30 લાખ દર્શકોની છે. આ સ્ટેડિયમ હવે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બની ચુક્યું છે.

મહત્વપૂર્ણ છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ગુજરાત મુલાકાતે છે ત્યારે તેમના હસ્તે સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને સાથે જ તેમણે તેમના પત્ની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું ભૂમિ પૂજન કર્યું હતું. આ સ્પોર્ટ્સ એન્ક્લેવ 233 એકરમાં બનશે. આ સ્પોર્ટ્સ કોમ્પેલ્ક્ષ અંગે ગૃહમંત્રી અમિત શાહે વર્ણન પણ કર્યું હતું. તેમણે આ તકે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસના સમયમાં સરદારને ભુલાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આ સ્પોર્ટ્સ કોમ્પેલ્ક્ષ બનાવી સૌથી મોટી ભેટ અમદવાદને આપી છે.

image source

જો કે ભાજપના અમારા સોર્સના મત મુજબ એવુ ચર્ચાઈ રહ્યું છે કે પ્રથમ પગલા તરીકે ભાજપના પ્રિય બતાવવામાં આવતા સરદાર પટેલના નામને બદલે બીજુ નામ આપવામાં આવ્યું છે. જેથી કરીને મોટાભાગની યોજનાઓ જેના નામ પર છે તેવા જવાહરલાલ નહેરુ – ઈંદિરા ગાંધી – રાજીવ ગાંધીના નામ બદલવામાં આવે ત્યારે કોંગ્રેસ ઊહાપોહ ના કરે. બીજી બાજુ, અનેક લોકો આને સરદાર પટેલનું ઘોર અપમાન કહી રહ્યા છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે આ પાછળ ખરી મંશા શું છે અને શા માટે આધુનિક ભારતના શિલ્પીનું નામ હટાવીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું નામ આપવામાં આવ્યું છે!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!