મોટેરામાં મેચ શરૂ થાય એ પહેલાં જ સરદાર પટેલ થઇ ગયા ‘OUT’, નવા સ્ટેડિયમનું નામ હવે ‘નરેન્દ્ર મોદી’ જ…

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું આજે ઉદ્ઘાટન થયું અને ત્યાં ટેસ્ટ મેચ રમાવાની શરુઆત પણ થઈ ચુકી છે. જો કે આ ઉદ્ઘાટન સાથે જ એક ચોંકાવનારી જાહેરાત પણ કરવામાં આવી કે આ સ્ટેડિયમ હવે સરદાર પટેલ સ્ટેડિયમ તરીકે નહીં પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાશે. આ વાતની સત્તાવાર જાહેરાત સ્ટેડિયમ ખાતેથી ગૃહમંત્રી અમિત શાહે પણ કરી દીધી છે.

image source

વિશ્વભરમાં પ્રખ્યાત થયેલા મોટેરા સ્ટેડિયમની ભેટ અમદાવાદને મળી છે અને સાથે જ તેને નવું નામ આપવામાં આવ્યું છે. આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિએ કર્યું હતું. આ સાથે જે તેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રમતગમત મંત્રી કિરણ રિજિજુ તથા બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉદ્ઘાટન કાર્યક્રમ સાથે રાષ્ટ્રપતિએ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એંકલેવનું ભૂમિ પૂજન પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ અંગે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે અહીં સરદાર પટેલના નામથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ઊભુ કરવામાં આવશે. અહીં આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઈવેન્ટનું પણ આયોજન થશે. આ નવા નજરાણા સાથે અમદાવાદ હવે સ્પોર્ટ સિટી તરીકે જાણીતું થઈ જશે.

image source

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન મોદી હંમેશા કહેતા હતા કે ગુજરાતીઓએ રમતગમત અને સેના તરફ પ્રગતિ કરવી જોઈએ. તેમણે હંમેશા રમતગમતને પ્રોત્સાહન આપ્યું અને તેમનું જ વિઝન હતું કે અહીં વિશ્વનું સૌથી મોટી સ્ટેડિયમ બને.

image source

જો કે આજે અમદાવાદમાં આ ઘોષણાથી લોકોમાં ખુશી અને રોષ બંને જોવા મળ્યા હતા. ક્રિકેટ જોવા આવેલા કેટલાક લોકોએ સ્ટેડિયમના નિયમને લઈન વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. આજે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ ખાતે ભારતની મેચ જોવા માટે દર્શકો રાષ્ટ્રધ્વજના ટેટૂ અને ઝંડા લઈને આવ્યા હતા. ક્રિકેટ ચાહકોમાં મેચને લઈ અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. પરંતુ તેમને સ્ટેડિયમમાં અંદર રાષ્ટ્રધ્વજ સાથે લઈ જવાની મનાઈ કરવામાં આવતાં ચાહકોમાં રોષની લાગણી પ્રવર્તી હતી.

image source

દર્શકોનું કહેવું હતું કે કોરોના કાળમાં તેઓ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે આવ્યા છે પરંતુ જો રાષ્ટ્રધ્વજ લઈ જવાની મંજૂરી ન મળે તો સ્ટેડિયમ શું કામનું.. આ સિવાય કેટલાક દર્શકોનું કહેવું હતું કે ભારતીયો પોતાની સાથે રાષ્ટ્રધ્વજ લઈ ન જાય તો શું પાકિસ્તાન કે ઈંગ્લેન્ડનો ધ્વજ લઈ જાય ? લોકોમાં વાતનો પણ રોષ જોવા મળ્યો કે જૂનું સ્ટેડિયમ હતું તે સારું હતું કારણ કે તે નાનુ હતું પરંતુ રાષ્ટ્રધ્વજ તો લઈ જવા દેવામાં આવતો આ સ્ટેડિયમ મોટું છે પણ શું કામનું ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!