ભાગેલી યુવતિ બે વર્ષ બાદ 11 મહિનાના બાળક સાથે ઘરે પાછી આવી, જાણો લંપટ શિક્ષકે આ યુવતી સાથે ક્યાં માંડ્યો હતો સંસાર

લંપટ શિક્ષક સાથે ભાગેલી યુવતિ બે વર્ષ બાદ 11 મહિનાના બાળક સાથે ઘરે પાછી આવી -યુ.પી. નેપાળ બોર્ડર પર માંડ્યો હતો સંસાર

image source

2018માં ચોટીલામાં ટ્યુશનનો વ્યવસાય કરતા શીક્ષક ધવલ ત્રિવેદી સાથે એક યુવતિ ભાગી ગઈ હતી. તેણી તાજેતરમાં એટલે કે લગભગ બે વર્ષ બાદ 11 મહિનાના બાળક સાથે પોતાના પિતાના ઘરે પાછી આવી છે. તમને જણાવી દઈએ કે આ લંપટ શિક્ષક આ પહેલાં પણ બે સગિરાઓ સાથે દુષ્કર્મ આચરી ચૂક્યો છે. અને તે માટે તેને જન્મટીપની સજા પણ થયેલી હતી.

2018માં આ મામલો ખૂબ ચગ્યો હતો

image source

ધવલ ત્રિવેદી નામનો આ શિક્ષક પેહલેથી જ હલકું ચરિત્ર ધરાવે છે. તેણે 2012માં પણ બે સગીર કન્યાઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને ભગાડી હતી. અને સતત બે વર્ષ સુધી તેનો કોઈ પત્તો નોહતો મળ્યો. 2014માં છેક તેની પંજાબમાંથી ભાળ મળી હતી. અને રાજકોટની સેશન કોર્ટે તેને જન્મટીપની સજા આપી હતી અને ત્યાર બાદ તેને રાજકોટની સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

2018માં તે પેરોલથી જેલમાંથી બહાર આવ્યો હતો. પણ આ ચાર વર્ષની સજાથી તેનામાં કોઈ જ સુધારો જોવા નહોતો મળ્યો. તેનું ચરિત્ર તેવુંને તેવું જ લંપટ રહ્યું હતું. પેરોલ પર છૂટતાં જ તેણે પોતાની ઓળખ બદલીને ઇંગ્લીશ સ્પીકિંગ ક્લાસ શરૂ કર્યા હતા અને ત્યાં આવતી એક યુવતિને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને તેને પણ ભગાડી ગયો હતો.

image source

19 વર્ષની યુવતિ સાથે યુપીના ગામમાં માંડ્યુ ઘર

ધવલ ત્રિવેદીએ જે યુવતિને ભગાડી હતી તે માત્ર 19 વર્ષની જ હતી. તે બહેલાવી ફોસલાવીને યુવતિને પોતાની સાથે દિલ્લી ભગાડી ગયો હતો ત્યાર બાદ તેઓ ઉત્તરાખંડ, અને છેલ્લે ઉત્તર પ્રદેશ ભાગી ગયા હતા. ત્યાર બાદ આ બન્નેએ યુ.પી રાજ્યની નેપાળ સાથેની સીમા પર આવેલા એક ગામમાં આશરો લીધો હતો અને ત્યાં જ વસી ગયા હતા. થોડો સમય સાથે રહ્યા બાદ યુવતિની ધવલ સાથે કોઈ બાબતે દલીલ થતાં તેણી ત્યાંથી ભાગીને પોતાના પિતાના ઘરે ચોટીલા આવી ગઈ હતી. તેણી ગઈ હતી તો એકલી પણ પોતાની સાથે 11 મહિનાનું માસુમ બાળક તેણી લઈ આવી હતી. જે બાળક તે બન્નેના સંબંધથી થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

image source

ઘટનાની તપાસ સીબીઆઈના હાથમાં છે

ધવલ ત્રિવેદીના કેસમાં સીબીઆઈ છેલ્લા કેટલાક સમયથી તપાસ કરી રહી છે. અને તેને શોધવાની કામગીરી પણ સીબીઆઈના જ હાથમા હતી. યુવતિના પોતાના ચોટીલા ખાતે આવેલા ઘરે પરત થતાં જ સીબીઆઈને પણ તેની જાણ કરવામા આવી હતી અને હવે તેઓ ધવલ ત્રિવેદીની ભાળ મેળવવા માટે યુવતિ સાથે પુછપરછ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત