અમદાવાદમાં સામે આવ્યો આ આંખ ઉઘાડનારો કિસ્સો, ગાયને રોટલી ખવડાવવી મહિલાને પડી ભારે, જાણો પૂરી વિગતો તમે પણ

મહિલાને ગાયને રોટલી ખવડાવવું ભારે પડ્યું! એવું તે શું બન્યુ જાણી લો તમે પણ

image source

આપણા આજના યુગમાં ગાય માતાનું મહત્વ ખુબજ વધારે છે. અને સાથે સાથે આપણા હિંદુ ધર્મ માં ગાયને માતાનું બિરુદ આપવામાં આવે છે. સાથે સાથે એવું માનવામાં આવે છે કે ગાયના શરીરમાં ૩૩ કરોડ દેવી દેવતાઓનો વાસ છે. અને આ ઉપરાંત ગાયથી પુણ્ય કમાવા સિવાય તેને પાળવાના બીજા ઘણા બધા ફાયદા હોય છે.

ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવ્યું છે. પછી આ દુધથી બનવાવાળી છાશ, પનીર, ચીઝ, માખણ, દહીં અને અન્ય વસ્તુ પણ આપણને ખૂબ જ કામમાં આવે છે. તેમજ ગાયનું છાણ ઈંધણના રૂપમાં ઇસ્તમાલ કરવાથી અને ઘરમાં લગાવવા જેવી ચીજો માં કામ આવે છે.

image source

આપણી ધાર્મિક માન્યતા મુજબ એવું માનવામાં આવે છે કે પહેલી રોટલી ગાય માતાને જ ખવડાવવી. અને આમ ગાયને ધાર્મિક માન્યતાઓના પ્રમાણે આપણે ઘરના દરવાજા પર જ્યારે પણ ગાય આવે છે ત્યારે તેને રોટલી અવશ્ય આપીએ છીએ. અને આ સિવાય વૈદિક ભારતીય સંસ્ક્રુતિની પરંપરા પ્રમાણે ગાયોનું મુખ્ય સ્થાન લોકોનું આંગણું છે. લોકોના આંગણે જ ગાય કામધેનું છે. પરંતુ આજે લોકોના આંગણે ઉત્તમ ગાયો નથી, એ ગાય સમગ્ર માનવ સમાજ અને રાષ્ટ્રનું દુર્ભાગ્ય છે.

એવું માનવામાં આવે છે કે ભારતમાં ૩૨ પ્રકારની ગાયની માન્ય જાતો છે. તેથી જ્યારે પણ તમે ઘરની ચોખટ ઉપર ગાય આવે તો તેના રોટલીની વચ્ચે ગોળ રાખીને ખવડાવો. અને પછી જુઓ તમને કેટલો ફાયદો મળે છે.પણ આ બધું જાણવા અને માનવા છતાં માત્ર ગાયને રોટલી ખવડાવવા જતાં તમારી સાથે કંઇક અજુકતુ બને તો તમે કેવા હેરાન થઇ જશો.આજે તમને એક એવા જ ગુનાખોરીનો કિસ્સો જણાવીએ જે ગાયને રોટલી આપવા સાથે સંકળાયેલો છે…

image source

અમદાવાદના સોલામાં એક મહિલા બપોરના સમયે ગાયને રોટલી ખવડાવવા બહાર આવ્યા હતા, ત્યાં બાઈક પર સવાર ચેઈન સ્નેચરો ત્રાટક્યા હતા, અને મહિલાના ગળામાંથી 70 હજાર રૂપિયાની ચેઈન તોડીને ફરાર થઈ ગયા હતા. રાજ્યમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે અમદાવાદના સોલા વિસ્તારમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં એક મહિલાને ગાયને રોટલી ખવડાવવું ભારે પડ્યું હતું. ત્યારબાદ આખી ઘટનાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

અમદાવાદની આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સોલામાં આવેલા સ્કાયલાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા એક મહિલાને મંગળવારે બપોરે કામ પતાવીને ફ્લેટ નીચે ગાયને રોટલી ખવડાવવા આવ્યા હતા. આ મહિલા ગાયને રોટલી ખવડાવીને ઘરે જઈ રહ્યા હતા, ત્યાં જ ભાગવત વિદ્યાપીઠ પાસે જ બે ચેઈન સ્નેચરો બાઇક પર તેમની પાસે આવી ગયા હતા.

image source

હજુ તો એ મહિલા કંઈ પણ સમજે તે પહેલા જ બાઈક પર આવેલા ચેઈન સ્નેચરો તેમના ગળામાં હાથ નાખીને ૭૦ હજારની માતાજીના પેન્ડન્ટ સાથેની સોનાની ચેઇન લૂંટી લીધી હતી. એ મહિલા બૂમાબૂમ કરે તે પહેલા જ આ બાઇક પર આવેલા શખ્શો પુરઝડપે ભાગી ગયા હતા. આ ઘટનાની જાણ મહિલાએ તેમના પરિવારજનોને કરી અને ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સોલા પોલીસે આ મામલે આઇપીસી 379A(3), 114 મુજબ ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.માત્ર ગાયના પેટનો ખાડો પૂરવા જતાં આવુ પણ બને! ચોંકી ગયાને જાણીને…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત