અમેરિકામાં વધુ એક વાયરસની દસ્તક, નવજાત બાળકો થઈ રહ્યા શિકાર, જાણો નામ અને લક્ષણો

વિશ્વભરમાં કોરોના વાયરસ ફરીથી ધીરે ધીરે માથું ઉચકી રહ્યો છે. વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે અમેરિકામાં એક નવી સમસ્યા સામે આવી છે. આ બીમારીનું નામ છે રેસ્પિરેટરી સિન્સીટીયલ વાયરસ (RSV). આ ઘાતક બીમારીએ વિશ્વની મહાસત્તાના દ્વારે દસ્તક દીધી છે જેના કારણે નિષ્ણાંતો ચિંતામાં મુકાયા છે. આ અત્યંત ચેપી રોગ 2 અઠવાડિયાના બાળકથી લઈ 17 વર્ષ સુધીના બાળકોને શિકાર બનાવે છે. યુએસના આરોગ્ય અધિકારીઓએ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના વધતા જતા કેસો પર ચિંતા વ્યક્ત કરી છે. જો બાળકોમાં કોવિડ -19 ના કેસો સાથે આ રોગ પણ વધે તો તેઓ શું કરશે તે અંગે પણ નિષ્ણાંતો ચિંતિત છે.

image source

એક અહેવાલમાં રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોના ડેટાનો ઉલ્લેખ કરી ને લખવામાં આવ્યું છે કે જૂનમાં આરએસવીના કેસોમાં ધીમે ધીમે વધારો થયો છે, જે અગાઉના મહિના કરતાં ઘણો વધારે છે. આરએસવીનો શિકાર બને તે બાળકને નાકમાંથી પાણી વહેતું થવું, ઉધરસ આવવી, છીંક આવવી અને તાવ જેવા લક્ષણો જોવા મળે છે.

image source

હ્યુસ્ટનની ટેક્સાસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંતે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, ઘણા મહિનાઓ સુધી એક પણ કેસ ન આવ્યો હોય અથવા તો ખૂબ ઓછા પ્રમાણમાં બાળકોમાં આ કેસ જોવા મળ્યા બાદ હવે નવજાત બાળકો અને કોવિડથી પીડિત કિશોર હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. આ સંખ્યા વધારે છે.

image source

છેલ્લા બે અઠવાડિયામાં અમેરિકામાં નવા કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં 148 ટકાનો વધારો થયો છે. જ્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં 73 ટકાનો વધારો થયો છે. ઝડપથી આગળ વધતા સંક્રમણના ગ્રાફનું મુખ્ય કારણ ડેલ્ટા વેરિએન્ટ હોવાનું માનવામાં આવે છે.

image source

ભારતમાં પણ શક્ય તેટલી વહેલી તકે બાળકોનું રસીકરણ શરૂ કરવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે એક મુલાકાતમાં કહ્યું હતું કે કેન્દ્ર આગામી મહિનાથી બાળકોને કોવિડ -19 સામે રસી આપવાનું શરૂ કરી શકે છે. નિષ્ણાંતોના મતે સંક્રમણની ચેઈનને રોકવા અને ફરીથી શાળા શરૂ કરવા તરફ આ એક મોટું પગલું સાબિત થશે. ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાની રસી બાળકો માટે રસીનું પરીક્ષણ કરી રહી છે.