કોરોના બન્યો આખાએ કુટુંબ માટે કાળ, આખા પરિવારને કરી નાખ્યો તબાહ

કોરોના બન્યો આખાએ કુટુંબ માટે કાળ – આખેઆખુ કુટુંબ ભરખી ગયો કોરોના

સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વાયરસે મહામારી ફેલાવી છે, દુનિયાના લાખો લોકો આ વાયરસના સકંજામાં આવી ગયા છે અને હજારો લોકોના મૃત્યુ નીપજ્યા છે. વાયરસે માથું ઉંચક્યાના 10-11 મહિના થવા આવ્યા છતાં પણ હજુ સુધી આ વાયરસને માત આપી શકે તેવી કોઈ વેક્સિન કે દવા શોધવામાં નથી આવી અને દિવસેને દિવસે વધારે અને વધારે લોકો તેનાથી સંક્રમિત થઈ રહ્યા છે.

image source

આ વાયરસના ઝપાટામાં યુવાન વ્યક્તિથી લઈને વૃદ્ધ વ્યક્તિ આવી ગઈ છે. ધનવાન વ્યક્તિથી લઈને ગરીબ વ્યક્તિ આવી ગઈ છે. અત્યાર સુધીમાં કોઈ એક કુટુંબમાંથી એકાદ વ્યક્તિ કોરોનાના કારણે મૃત્યુને ભેટતા જોઈ છે પણ એકસાથે આખોને આખો પરિવાર કોરોનાના સંક્રમણના કારણે મૃત્યુ પામે તેવી ઘટના પહેલીવાર બની છે.

image source

ઝારખંડના કોયલાનગરી ધનબાદમાં એક પરિવારના છ સભ્યોને કોરોના વાયરસ ભરખી ગયો છે. અને આ આખીએ દુઃખદ ઘટના માત્ર એક ભૂલના કારણે પરિવારે ભોગવવાની આવી હતી. અહીંના આ કુટુંબને માતા અને તેના પાંચ પુત્રો એમ છ વ્યક્તિને કોરોના વાયરસનુ સંક્રમણ લાગ્યું હતું. અને આ છએ છ જણ મૃત્યુને ભેટ્યા છે.

image source

આ દુઃખદ ઘટના ધનબાદના કતરાસમાં રહેતા પરિવાર સાથે બની છે. કોરોનાના સંક્રમણે પરિવારના 6 લોકોના જીવન ઝૂંટવી લીધા. આ ઘટનાક્રમ 4થી જુલાઈએ શરૂ થયો હતો. આ પાંચ પુત્રોની 90 વર્ષિય વૃદ્ધ માતાનું મૃત્યુ થયું હતું. વાસ્તવમાં 90 વર્ષિય આ મહિલા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ગાઇડલાઇનની અગણના કરીને પૌત્રના લગ્નમાં સહભાગી થવા દિલ્લી ગઈ હતી.

image source

દિલ્લીથી પાછા આવ્યા બાદ આ વૃદ્ધાની તબિયત બગડવા લાગી હતી અને તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામા આવી હતી. જ્યાં તેમનો કોરોનાનો રિપોર્ટ કાઢવામાં આવ્યો જે પોઝિટિવ હતો. ડોક્ટર્સના ઘણા બધા પ્રયાસ છતાં તેણીનો જીવ બચાવી શકાય તેમ નહોતો અને છેવટે 4 જુલાઈના રોજ તેણી મૃત્યુ પામી. અને પરિવાર દ્વારા વૃદ્ધાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને અહીં જ પરિવારે સૌથી મોટી ભૂલ કરી.

image source

સરકાર દ્વારા કોરોના કાળ દરમિયાન અંતિમ સંસ્કાર માટે ખાસ માર્ગદર્શીકાઓ બહાર પાડવામાં આવી છે જેનુ ફરજીયાત પણે પાલન કરવાનું હોય છે. પણ આ પરિવારે તેવી કોઈ જ તકેદારી ન રાખી અને સામાન્ય રીતે જેમ અંતિમ સંસ્કાર કરવામા આવે છે તેમ જ પોતાની વૃદ્ધ માતાના અંતિમ સંસ્કાર કર્યા. જેના કારણે અન્ય લોકોમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાવા લાગ્યું. અને મૃતક મહિલાના પુત્રો પણ વાયરસના સંક્રમણની પકડમાં આવી ગયા.

image source

જ્યારે પરિવારના બધા જ સભ્યોમાં આ વાયરસના લક્ષણો દેખાવા લાગ્યા ત્યારે તેમણે રિપોર્ટ કઢાવતા બે પુત્રના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. અને તેમની તાત્કાલીક ધોરણે સારવાર કરવામાં આવી અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું. ત્યાર બાદ મૃતક મહિલાના બીજા બે પુત્રો પણ બીમાર થઈ ગયા.

image source

અને મળેલી માહિતી પ્રમણે કોરોનાના ભય તેમજ નિરાશાના કારણે આ બન્ને પુત્રોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો. એક પુત્રનું મૃત્યુ ધનબાદની ગવર્નમેન્ટ હોસ્પિટલમાં થયું, બીજા પુત્રનું કોવિડ સ્પેશિયલ હોસ્પિટલમાં થયું અને ત્રીજા પુત્રનું રાંચી ખાતે આવેલી રિમ્સ હોસ્પિટલમાં થયું હતું. જ્યારે ચોથા પુત્રનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો પણ તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને છેવટે તેને જમશેદપુરની ટાટા મેમોરિયલ હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યો અને ત્યાં તેનું પણ મૃત્યુ થયું.

image source

અને પાંચમો પુત્ર છેલ્લા કેટલાક દિવસથી કોરોના પોઝિટિવ હતો અને તેને રાંચિની રિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું.. આમ માત્ર 17 જ દિવસની અંદર એક પછી એક, એમ એક જ પરિવારના છ લોકો કોરના વાયરસના કારણે મૃત્યુ પામ્યા છે. આ મહિલાનો છઠ્ઠો પુત્ર હજુ દિલ્લીમાં જ છે.

image source

આમ આ કુટુંબની કથની લોકોમાં ભય ઉપજાવનારી છે પણ જો સુરક્ષિત રીતે યોગ્ય સાવચેતી રાખવામાં આવે તો કોરોના વચ્ચે પણ તમે સુરક્ષિત રહી શકો છો. તેના માટે તમારે ભારતના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોનું કડક રીતે પાલન કરવું જોઈએ. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવું જોઈએ અને વગર જરૂરિયાતે બહાર જવાનું ટાળવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત