શાઓમી કંપની લોન્ચ કરશે નવો ફોલ્ડેબલ સ્માર્ટફોન, જે સેમસંગને આપશે ટક્કર

સ્માર્ટફોન જગતની લીડિંગ કંપની શાઓમી જલ્દી જ ત્રણ ફોલ્ડેબલ સ્માર્ટફોન રજુ કરવા જઈ રહી છે. ડિસ્પ્લે સપ્લાય ચેનના સીઈઓ રોસ
યોંગ (Ross Young) દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. રોસ યોંગએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, શાઓમી કંપનીના ફોલ્ડેબલ સ્માર્ટફોનનું પ્રોડક્શન ચાલી રહ્યું છે. તેમણે લખ્યું છે કે, સૈમસંગ ગૈલેક્સી ફોલ્ડ 3 ની બંને ડિસ્પ્લે નાની છે. આપને જણાવી દઈએ કે, વર્ષ
૨૦૨૧માં ત્રણ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે. આપને જાણકારી હશે જ કે, ફક્ત શાઓમી જ નહી ઉપરાંત સૈમસંગ અને
ઓપ્પો જેવી કંપનીઓ પણ નવા વર્ષમાં ફોલ્ડેબલ સ્માર્ટફોનને રજુ કરવાનો પ્લાન કરી રહી છે. રોસ યોંગના ટ્વીટ મુજબ, નવા વર્ષમાં
શાઓમી ત્રણ ફોલ્ડેબલ સ્માર્ટફોનની સાથે ધમાકેદાર એંટ્રી કરવા જઈ રહી છે.

image source

શાઓમી કંપનીની લીસ્ટમાં ત્રણ ડીઝાઈન વાળા ફોન છે જેમાં આઉટ ફોલ્ડિંગ, ઈન ફોલ્ડિંગ અને ક્લૈમશેલ સામેલ છે. એક રીપોર્ટમાં
જણાવ્યા મુજબ, શાઓમી કંપનીએ ફોલ્ડેબલ ફોનની ડિસ્પ્લે માટે સૈમસંગ અને એલજી સાથે ડીલ કરી છે.

image source

શાઓમી કંપનીના અપકમિંગ સ્માર્ટફોનને લઈને અત્યાર સુધી કોઈ જાણકારી તો પ્રાપ્ત નથી થઈ શકી. પરંતુ એટલું જરૂર માનવામાં આવી રહ્યું છે કે, શાઓમી કંપનીના નવા ફોન સૈમસંગના ફોલ્ડેબલ સ્માર્ટફોન્સને કટ્ટર સ્પર્ધા આપવાના છે. Samsung કંપનીએ પોતાના હજી એક નવા વળી જાય તેવા સ્માર્ટફોનને એકવાર ફરીથી લોન્ચ કરવામાં આવ્યો હતો, જેનું નામ Samsung Galaxy Z Fold 2 છે.

ડબલ ડિસ્પ્લે વાળો ફોન.:

image source

આ ફોન વિષે પણ ઘણા સમયથી ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. આ ફોનમાં કંપનીએ ઘણા બધા ખાસ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ
ફોનમાં કંપનીએ બે ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનની પહેલી ડિસ્પ્લે ૭.૭ ઈંચની Super AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે.
આ એક ફ્લેક્સિબલ ડિસ્પ્લે છે, એટલે કે, આ ફોનની ડિસ્પ્લે વાળી શકાય છે. આ ફોનની ડિસ્પ્લેની રીફ્રેશ રેટ પણ ૧૨૦ હર્ટઝની છે. આ
ફોનની બીજી ડિસ્પ્લે ૬.૨૩ ઈંચની Super AMOLED વાળી છે. આ ફોનને આ બંને તરફ વાળી શકાય તેવી ડિસ્પ્લે જ આ ફોનની સૌથી
ખાસ બાબત છે.

image source

હવે આ ફોનના પ્રોસેસરની વાત કરીએ તો આ ફોનમાં કંપનીએ Qualcomm Snapdragon 865+ પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો
છે. આની સાથે જ આ ફોનમાં કંપનીએ 8 GB રેમ આપવામાં આવી છે. આ ફોનમાં કંપનીએ ૪૩૬૫ mAhની બેટરી પણ આપવામાં
આવી છે, જે ૧૫ વોટના ફાસ્ટ વાયરલેસ ચાર્જીંગ સપોર્ટ અને ૧૫ વોટના ફાસ્ટ રીવર્સ વાયરલેસ ચાર્જીંગ સપોર્ટની સાથે આવે છે.

image source

Samsung Galaxy Z Fold 2ના કેમેરા સેટઅપ વિષે જાણીએ તો આ બધા ફીચર તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૧ રીલીઝ કરવામાં આવશે અને
તે જ દિવસથી આ ફોન પ્રી- બુકિંગ માટે પણ ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. તો પણ આ ફોનના સંભવિત કેમેરા ફીચર્સની વાત કરીએ તો
એમાં ટ્રીપલ રિયર કેમેરાનું સેટઅપ આપવામાં આવી શકાય છે. આ સેટઅપનો પહેલો કેમેરો ૬૪ મેગાપિક્સલનો ટેલીફોટો લેન્સની સાથે
આવી શકે છે. આ ફોનના બીજા કેમેરા ૧૨ મેગાપિક્સલના અલ્ટ્રા વાઈડ એંગલ લેંસ અને ત્રીજા કેમેરા ૧૨ મેગાપિક્સલના વાઈડ એંગલ
લેંસની સાથે આવી શકે છે. આ ફોનની બંને ડિસ્પ્લેમાં કંપનીએ ૧૦ મેગાપિક્સલના ફ્રંટ કેમેરા હોવાની સંભાવના છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત