પ્રેમમા દગો મળ્યો, પત્નીથી પરેશાન છો, પ્રેમની શોધ છે…બેવફા ‘ચા’વાળા પાસે તમારા મૂડ પ્રમાણે તમને મળશે ચા

આ વર્ષે આપણે કોરોના તો જોયો જ છે, પણ સાથે સાથે બીજું પણ ઘણું નવું નવું જોયું છે. પણ હવે વર્ષના અંતમાં પણ એક નવો વિચાર સામે આવ્યો છે અને જે ખુબ વાયરલ થઈ રહ્યો છે. હાલમાં વર્ષ 2020ના અંતમાં કોરોના વેક્સિન બાદ જો લોકો ઈન્ટરનેટ પર કંઈ સર્ચ કરી રહ્યાં હોય તો તેમાં સૌથી પ્રથમ નામ બેવફા ચાય વાળાનું છે. આ વાયરલ થવા પાછળનું સૌથી મોટુ કારણ ચા વાળાનું મેન્યૂ કાર્ડ છે. જેમાં પત્નીથી પીડિત પતિઓને ફ્રીમાં ચાની ઓફર કરવામાં આવી રહી છે. આ સિવાય મેન્યૂમાં પ્યાર મેં ધોખા ચાય, પ્રેમી કપલની સ્પેશિયલ ચા જેવા વિકલ્પ પણ છે.

image source

સોશિયલ મીડિયા પર બેવફા ચા વાળો આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે. મેન્યૂ કાર્ડની વાત કરીએ તો તેમાં છ પ્રકારની ચાનો ઉલ્લેખ છે. જે માટે તમારે અલગ-અલગ ચુકવણી કરવી પડશે. અહીં સૌથી સસ્તી ચા પ્રેમમાં છેતરાયા લોકો માટે છે. તેની કિંમત માત્ર 5 રૂપિયા છે. આપણે કહી શકીએ કે ગ્રાહકના મૂડ પ્રમાણે કાલૂ બેવફા ચા વાળાને ત્યાં ચા મળે છે. નવા લગ્ન હોય કે દિલ તૂટ્યુ હોય, અહીં પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ચા વેચવામાં આવે છે.

image source

બેવફા ચા વાળાના મેન્યૂ કાર્ડમાં મન ચાહા પ્યાર આપનારી ચાનો પણ ઉલ્લેખ છે, જે અહીંની સૌથી મોંઘી ચા છે. તેને વાંચીને કેટલાક લોકો મજાકમાં કહે છે કે આ કાળા જાદૂ વાળી ચા છે. પીવાની સાથે લોકોને પોતાનો પ્રેમ મળી જાય છે. ‘મનચાહા પ્યાર દિલાને વાલી ચાય’ વિશે દુકાનના માલિક કાલૂ ચા વાળાનું કહેવુ છે કે જો તમે કોઈને ઇમ્પ્રેસ કરવા ઈચ્છો છો તો તેને આ ચા પીવડાવો.

image source

આ ટી સ્ટોલમાં બીજી એક ખાસ વાત એ છે કે, જે તેને પ્રખ્યાત બનાવી રહી છે. અહીં પત્નીપીડિત પતિને મફતમાં ચા આપવામાં આવે છે. આની માટે, તમારે અહીં તમારી પત્નીની સાથે આવીને તેમજ ચા પીતા-પીતા ડેમો આપવો પડશે કે, તમે પત્નીપીડિત છો, તો પછી તમારી પાસેથી પૈસા લેવામાં આવશે નહીં.

image source

આ પેહલાં એક એન્જિનિયર ચા વાળો ભારે ચર્ચામાં આવ્યો હતો. હાલના સમયમાં દરેક વ્યિક્તને નોકરી મળે તેવું શક્ય નથી. નોકરીની આશામાં અને આશામાં લોકો ઘરે બેઠા રહે છે કે ફર્યા કરે છે. કેટલાક નોકરી ન મળે તો બેરોજગારનો સિક્કો લગાવી બેસી જાય છે. પરંતુ અમદાવાદના એન્જિનિયર યુવકને નોકરી ન મળતા ચાનો ધંધો શરૂ કર્યો છે. આ એન્જિનિયર યુવકનું નામ રોનક રાજવંશી છે. રોનકે અનેક જગ્યા પર નોકરી માટે અપ્લાય પણ કર્યું પરંતુ નોકરી ન મળી. જો મળી તો પગાર સારો ન મળ્યો. જેથી અંતે તેણે પરિવારના ગુજરાન માટે ટી સ્ટોલ શરૂ કરી છે. રોનકે 2015માં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ત્યારબાદ તેમણે એક જગ્યા પર 7 હજારની નોકરી પણ મળી હતી. પરંતુ તેમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. ત્યારબાદ તેમણે સરકારી નોકરીઓ માટેની અનેક પરિક્ષાઓ પણ આપી અને પાસ કરી. પરંતુ ભરતી કૌભાંડોમાં તેમની મહેનત પાણીમાં ગઈ અને અંતે તેણે ચાનો ધંધો શરૂ કર્યો છે. જેને આમ લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત