જોરદાર કડક કાયદો, આ દેશમાં ટ્રેન એક સેકન્ડ પણ મોડી પડે તો રેલ્વે અધિકારીઓ યાત્રીઓની માંગે છે માફી અને…

વિશ્વના સૌથી વિશ્વસનીય રેલવે નેટવર્કમાંના એક, જાપાનમાં નિશ્ચિત સમયથી ભિન્ન સમયે પ્રયાણ અસાધારણ બાબત છે. ટોક્યોથી કોબ શહેર સુધી ચાલતી દેશની ટોકાઇડો લાઇન હાલમાં વિશ્વની સૌથી વ્યસ્ત રેલવે લાઇન છે. જે દર વર્ષે લગભગ 15 કરોડ મુસાફરોને યાત્રા કરવા માટે મદદરૂપ છે. જાપાનમાં આજ સુધી કોઇ પણ ટ્રેન કલાકો સુધી લેટ નથી થઇ, કલાકો તો શું મિનીટ પણ ટ્રેન લેટ નથી થતી.

image source

જો ક્યારેક ટ્રેન લેટ થઇ પણ છે તો તે કેટલીક સેકન્ડ માટે. અહીંની બુલેટ ટ્રેનનો રેકોર્ડ છે કે તે માત્ર 36 સેકન્ડ લેટ થઇ છે. ભારતમાં ટ્રેનનું લેટ થવું કોઇ નવાઇની વાત નથી. શિયાળામાં તો 24 કલાક સુધી ટ્રેન લેટ થઇ જાય છે. કલાકની વાત તો દૂર પરંતુ કેટલાક દેશ તેવા છે જેમાં એક સેકન્ડ પણ ટ્રેન લેટ થાય છે તો માફી માંગવી પડે છે. જાપાનમાં ટ્રેન ટાઇમે પહોંચે તેને લઇને ખુબ કડક નિયમ છે.

image source

સેકન્ડ્સ માટે ટ્રેન થઇ લેટ જાપાનમાં ક્યારેય કોઇ પણ ટ્રેન કલાક માટે લેટ નથી થઇ, મિનીટ પણ ટ્રેન લેટ થઇ નથી. હંમેશા અહીં ટ્રેન સમય પર જ પહોંચે છે અને શન્કાસેનનો તો રેકોર્ડ છે કે તે માત્ર 36 સેકન્ડ જ લેટ થઇ છે. આ પાછળનું કારણ સ્ટાફ પોતાના કામ પ્રત્યે જવાબદાર છે તે છે.

ટ્રેન લેટ થાય તો અધિકારી માગે છે માફી

image source

મહત્વનું છે કે જો કોઇ પણ ટ્રેન લેટ થાય છે તો આગળના સ્ટેશન પર બીજી ટ્રેન જતી રહે છે. આ દરમિયાન જાપાન રેલ્વે યાત્રીઓની માફી માંગે છે. રેલવે અધિકારી પોતે યાત્રીઓની માફી માંગે છે.

દરેક વિભાગ એક્યુરેટ

image source

જાપાની લોકો પોતે દરેક કામમાં એક્યુરેટ હોય છે. તેમને એક મિનીટ લેટ થવુ પસંદ નથી હોતું. આ વાત માત્ર રેલ્વે માટે નહી પરંતુ દરેક વિભાગને લાગૂ થાય છે. સરકારી કે પ્રાઇવેટ કોઇ પણ વિભાગમાં લોકો એક્યુરેટ હોય છે.

image source

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન શિન્જો આબે દ્વારા ગત વર્ષના સપ્ટેમ્બર
માસમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લૉન્ચ કરવામાં આવ્યો હતો.આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત અને મુંબઈ વચ્ચે 320થી 350 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે બુલેટ ટ્રેનને દોડાવવાનું આયોજન છે. જેમાં 12 સ્ટેશનનોને આવરી લેવામાં આવશે.જેમાં અમદાવાદ, સાબરમતી, આણંદ, નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલિમોરા, વાપી, વિરાર, થાણે અને મુંબઈનો સમાવેશ થાય છે. આ સાથે આ ટ્રેન કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાંથી પણ પસાર થશે.આ પ્રોજેક્ટ માટે ગુજરાત અને મહારાષ્ટ્રની લગભગ 1400 હેક્ટર જમીનનું અધિગ્રહણ કરવામાં આવશે. જેમાં ગુજરાતના 184 ગામડાંઓ અને મહારાષ્ટ્રનાં 50 ગામડાંનો સમાવેશ થાય છે. મોદીનો સરકારનો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વર્ષ 2022માં પૂર્ણ થવાનું મનાઈ રહ્યું છે.

image source

ભારતના સૌપ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વેગ મળતો દેખાઈ રહ્યો છે. ભારત ખાતેના જાપાની દૂતાવાસે શુક્રવારે બુલેટ ટ્રેન E5 સિરીઝ શિન્કાનસેનની સત્તાવાર તસવીરો શૅર કરી. મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થયા બાદ બંને શહેર વચ્ચેનું અંતર માત્ર 2 કલાકમાં કાપી શકાશે. 508 કિ.મી. લાંબા આ હાઇ સ્પીડ રેલ કોરિડોરને ભારત સરકારે 5 વર્ષ અગાઉ મંજૂરી આપી હતી.મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાન 0.1 ટકા વ્યાજદરે 79 હજાર કરોડ રૂ.ની લોન આપીને 80 ટકા ફન્ડિંગ કરી રહ્યું છે. આ લોનની પરત ચુકવણીનો ગાળો 50 વર્ષ અને મોરેટોરિયમ પિરિયડ 15 વર્ષ હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત