બ્રહ્મ સ્થાનમાં દોષ હોય તો કરો આ ઉપાયથી મળશે અટૂક સફળતા, પહેલા ક્યારેય નહીં કર્યા હોય ટ્રાય

આપણી આસપાસ અનેક પ્રકારની ઊર્જાનો પ્રભાવ હોય છે. ઊર્જાની અસર આપણા જીવનને પણ થાય છે. પ્રકૃતિમાં સંતુલન જળવાઈ રહે તે માટે જલ, પૃથ્વી, વાયુ, અગ્નિ અને આકાશ એટલે કે પંચતત્વો વચ્ચે પરસ્પર ક્રિયા થાય છે. આ પાંચ તત્વો વચ્ચે થતી પરસ્પર ક્રિયાને વાસ્તુ શાસ્ત્ર કહેવાય છે. વાસ્તુશાસ્ત્ર પાંચ તત્વો ની ક્રિયા નું વિજ્ઞાન છે.

image source

જોકે બોલચાલની ભાષામાં વાસ્તુનો અર્થ રહેવાની જગ્યા એટલે કે ઘર થાય છે વાસ્તુશાસ્ત્રએ પંચતત્વ ની વચ્ચે સામંજસ્ય સ્થાપિત કરવાની વિદ્યા છે. જે ઘરમાં પંચતત્વ વચ્ચે સામંજસ્ય હોય એટલે કે વાસ્તુશાસ્ત્ર બરાબર હોય ત્યાંથી નકારાત્મક ઊર્જા દૂર રહે છે. વાસ્તુ શાસ્ત્ર વર્ષો જૂનું વિજ્ઞાન છે. કોઈપણ ઘરનું નિર્માણ કરતી વખતે વાસ્તુશાસ્ત્રના નિયમ ને ધ્યાનમાં લેવા નું મહત્વ હોય છે.

તેમાં પણ બ્રહ્મસ્થાન નું વાસ્તુશાસ્ત્રમાં અધિક મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કોઈપણ વાસ્તુશાસ્ત્રી ઘર કે જમીનના વાસ્તુદોષનું આંકલન કરવા માટે સૌથી પહેલા બ્રહ્મસ્થાન વિશે જાણકારી મેળવે છે. તેના આધારે જ ઘરના વાસ્તુદોષ ની ગણના કરવામાં આવે છે.

image source

કોઈપણ ઘર કે જમીનના કેન્દ્ર અથવા તો નાભિ સ્થાનને બ્રહ્મસ્થાન કહેવામાં આવે છે બ્રહ્મસ્થાન નું નામ જ દર્શાવે છે કે ત્યાં બ્રહ્માજીનું સ્થાન હોવાનુ માનવામાં આવે છે. એટલા માટે જ વાસ્તુમાં બ્રહ્મસ્થાનના દોષના નીવરણનને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે. કારણ કે જો આ સ્થાનમાં દોષ હોય તો જીવનમાં અનેક સંકટ આવી શકે છે. તો ચાલો જણાવીએ બ્રહ્મસ્થાન સંબંધિત વાસ્તુદોષને કેવી રીતે દૂર કરી શકાય.

image source

1. બ્રહ્મસ્થાન એટલે કે ઘરના કેન્દ્રીય સ્થાનને હંમેશાં ખાલી રાખવું જોઈએ બ્રહ્મસ્થાન પર ભારે સામાન રાખવાથી પરિવારમાં શાંતિનો અભાવ રહે છે.

2. જો બ્રહ્મસ્થાન માં કોઈ પ્રકારનું બાંધકામ કરાવ્યું હોય તો ઘરમાં રહેતા લોકોને માનસિક તણાવની સ્થિતિ સહન કરવી પડે છે. સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જા ની કમી પણ થાય છે.

3. ઘરના બ્રહ્મસ્થાનની જેમ દરેક રૂમના વચ્ચેના ભાગને પણ શક્ય હોય ત્યાં સુધી ખાલી રાખવો અથવા તો તેના પર કોઈ ભારે સામાન ન રાખવો.

image source

4. બેડરૂમના બ્રહ્મસ્થાન પર ભારે સામાન રાખવામાં આવે તો ઊંઘમાં બાધા સર્જાય છે.

5. ઘરના બ્રહ્મસ્થાનની સાફ સફાઈ નું પણ ધ્યાન રાખવું નહીં તો સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

6. બ્રહ્મસ્થાન ને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લું જ રાખવું જોઈએ જેથી હવાની અવરજવરમાં બાધા ન રહે.

7. બ્રહ્મ સ્થાન હંમેશા હોવું જોઈએ અને અહીં પાણીનો નળ ના લગાવવો.