જાણશો તો મળશે ફાયદો, સિમ કાર્ડ, બેંક ખાતા અને LPG ધારકને આ રીતે મળી શકે છે મફત વીમો

જો તમારી પાસે પણ એરટેલનું સીમ કાર્ડ હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. અસલમાં કંપની તમને રિચાર્જ પ્લાન પર સીધો જ 4 લાખ રૂપિયાનો ફાયદો આપી રહી છે. અત્રે નોંધનીય છે કે આ ફાયદો મેળવવા માટે એરટેલ યુઝરે 279 રૂપિયા વાળું રિચાર્જ કરાવવું પડશે. આમ તો જીવન વીમો કે સ્વાસ્થ્ય વિમાનો ફાયદો ઉઠાવવા માટે પ્રીમિયમ ભરવાનું રહે છે પરંતુ અમુક કંપનીઓ કે સરકારી યોજનાઓમાં જીવન વીમો કે સ્વાસ્થ્ય વીમો મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તો ચાલો આ વિશે વિસ્તૃત વિગતથી જાણીએ.

એરટેલ આપી રહ્યું છે 4 લાખ રૂપિયાનું ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ

एयरटेल (Airtel)
image source

દેશની પ્રસિદ્ધ ટેલિકોમ કંપની એરટેલ પોતાના બે પ્રિપેડ રિચાર્જ સાથે ફ્રી ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સની રજુઆત કરી રહી છે. આ પ્લાન અનુક્રમે 179 રૂપિયા અને 279 રૂપિયા વાળા રિચાર્જ પ્લાન છે. એરટેલ યુઝરને 279 રૂપિયા વાળા રિચાર્જ પ્લાન પર અન્ય બેનેફીટ્સની સાથે સાથે 4 લાખ રૂપિયાનો ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ મળી શકશે. જ્યારે 179 રૂપિયા વાળા પ્રિપેડ રિચાર્જ પ્લાન પર એરટેલ યુઝરને 2 લાખ રૂપિયાનો લાઈફ ઇન્સ્યોરન્સ મળી શકશે.

પ્રધાનમંત્રી જનધન બેંક અકાઉન્ટ પર પણ મળે છે વીમો

image source

જે લોકોના બેંકમાં અકાઉન્ટ ન હોય તેવા લોકો પણ મફતમાં બેંકમાં ખાતું ખોલાવી શકે તે માટે અમુક વર્ષો પહેલા સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનધન બેંક અકાઉન્ટ યોજના શરૂ કરવામાં આવી હતી અને તેનો લાભ હજારો લાખો લોકોએ લીધો હતો. પરંતુ બહુ ઓછા લોકોને એ ખબર હશે કે પ્રધાનમંત્રી જનધન યોજના આ અંતર્ગત ખોલવામાં આવેલ બેંક ખાતા પર મળતા રૂપે કાર્ડ પર 30 હજાર રૂપિયાનો જીવન વીમો અને બે લાખ રૂપિયાનો વ્યક્તિગત દુર્ઘટના વીમો કવર કરવામાં આવેલ છે જેનો જે તે બેંક ખાતાધારક યોગ્ય સમયે લાભ લઇ શકે છે.

PNB પણ આપે છે મફત એક્સીડેન્ટલ ઇન્સ્યોરન્સ

image source

દેશની જાણીતી બેંક PNB એટલે કે પંજાબ નેશનલ બેંક પણ પોતાના ખાતાધારકોને RPDC એટલે કે રૂપે પ્લેટિનમ ડેબિટ કાર્ડ પર 2 લાખ રૂપિયાનો મફત એક્સીડેન્ટલ ઇન્સ્યોરન્સ આપી રહી છે. એટલું જ નહીં પણ આ સાથે ખાતાધારકને અમુક અન્ય ફાયદાઓ પણ મળે છે.

EPFO આપે છે 7 લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ કવર

EPFO મેમ્બર્સને ઇન્સ્યોરન્સ કવરની સુવિધા એમ્પ્લોઈ ડિપોઝીટ લિંકડ ઇન્સ્યોરન્સ સ્કીમ (EDLI Insurance cover) અંતર્ગત મળે છે. આ સ્કીમમાં નોમિનીને વધુમાં વધુ 7 લાખ રૂપિયાના ઇન્સ્યોરન્સ કવરની ચુકવણી કરવામાં આવે છે.

LPG પર 50 લાખ રૂપિયાનો વીમો

image source

ભારત ભરના લાખો, કરોડો પરિવારના રસોડામાં રસોઈ માટે વાપરવામાં આવતા ઘરેલુ ગેસ કે જેને LPG અર્થાત લિકવિડ પેટ્રોલિયમ ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે તેના કનેક્શન સાથે ગ્રાહકને પર્સનલ એક્સીડેન્ટ કવર મળે છે. 50 લાખ રૂપિયા સુધીનો આ વીમો LPG સિલિન્ડરથી ગેસ લીકેજ કે બ્લાસ્ટ થાય અને દુર્ઘટના થવાની સ્થિતિમાં મળવાપાત્ર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!