આ રેલમાર્ગમાં પસાર થતી વખતે જન્નત અને જહાનુમ બન્નેનો એક સાથે થાય છે અનુભવ

જો તમને રોમાંચક માર્ગોમાંથી પસાર થવાનો શોખ છે, તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે આજે અમે તમને આવા જ કેટલાક રેલમાર્ગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં દરેક ક્ષણે મોતનું જોખમ રહેલું છે. આ રેલમાર્ગને વિશ્વના સૌથી ખતરનાક રેલમાર્ગ માનવામાં આવે છે. જો કે, જોખમી હોવાની સાથે સાથે આ રેલમાર્ગ ખૂબ વૈભવી પણ હોવાનું માનવામાં આવે છે. એકંદરે, તેમના વિશે એમ કહી શકાય કે અહીં ચાલવાનો અર્થ થાય છે કે જન્ન્ત અને જહાનુમની મજા એક સાથે લેવા સમાન.

ધ ડેથ રેલ્વે

image source

આ રેલ્વમાર્ગ મ્યાનમારની સરહદ નજીક આવેલ થાઇલેન્ડના કંચનબૂરી પ્રાંતમાં છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જ્યારે જાપાનીઓએ આ રેલમાર્ગ બનાવ્યો, ત્યારે તેના નિર્માણ દરમિયાન સેંકડો અંગ્રેજ અને બ્રિટીશ યુદ્ધ કેદીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ રેલમાર્ગ નદીના કાંઠે લીલાછમ અને ગાઢ જંગલોમાંથી પસાર થાય છે, જેનાથી પ્રવાસીઓને ઘણા અદભૂત દ્રશ્યો જોવા છે.

આસો મીનામી

image source

જાપાનનો આસો મીનામી રેલમાર્ગ એવા ક્ષેત્રમાંથી પસાર થાય છે, જ્યા જીવંત જ્વાળામુખીની ભરમાર છે. અહીં રેલવેને પણ ખબર હોતી નથી કે વિસ્ફોટ ક્યારે અને ક્યાં થઈ જાય, અહી જ્વાળામુખી લાવા દ્વારા નાશ પામેલા ઝાડ પણ ટ્રેનમાંથી પસાર થતાં સમયે જોવા મળે છે.

કુરાંદ સ્કેનિક રેલમાર્ગ

image source

જ્યારે લોકો ઓસ્ટ્રેલિયાના કુરાન્ડા સ્નેનિક રેલમાર્ગ પરથી પસાર થાય છે ત્યારે લોકોના શ્વાસ અધર ચઢી જાય છે. રેલવે અહિયાં બેરોન જ્યોર્જ નેશનલ પાર્કમાં જનારા શાનદાર જંગલોમાંથી પસાર થાય છે. આ માર્ગમાં ઘણા ધોધ પણ જોવા મળે છે, જે કેટલીક વખત આખી ટ્રેનને પલાળી નાખે છે. આ રેલમાર્ગ ઉત્તરી ક્વીન્સલેન્ડ સ્થિત વિશ્વના હેરિટેજ વર્ષા વનોથી પસાર થાય છે.

ચેન્નાઇ-રામેશ્વરમ રેલમાર્ગ

image source

ભારતનો ચેન્નાઈ-રામેશ્વરમ રેલમા્રગ બે કિલોમીટરથી વધુ લાંબો છે. સમુદ્રમાં બનેલા બ્રિજનું નિર્માણ વર્ષ 1914 માં કરવામાં આવ્યુ હતુ. આ પુલ પરથી પસાર થતા સમયે થોડા સમય માટે તમને ક્યાંય પણ જમીન દેખાશે નહીં, ફક્ત અને ફક્ત સમુદ્રનું પાણી જ જોવા મળશે. આ રેલરોડ જેટલો જોવામાં સુંદર લાગે છે તેટલો જ જોખમી પણ છે.

ટ્રેન એ લાસ ન્યુબ્સ

image source

આર્જેન્ટિનાના ‘ટ્રેન અ લાસ ન્યુબ્સ’ રેલમાર્ગને પૂર્ણ કરવામાં 27 વર્ષ લાગ્યા હતા. તે વિશ્વના સૌથી ખતરનાક રેલમાર્ગ માનો એક છે. આ રેલમાર્ગમાં, ટ્રેન એટલી ઉંચાઇથી પસાર થાય છે, જ્યાં વાદળો નીચે દેખાય છે. માર્ગમાં 21 ટનલ અને 13 એક સમાન ઉંચાં પુલ આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત