ગુજરાતી નટુકાકાએ ઐશ્વર્યાને ગુજરાતીમાં શીખવાડેલી આ વાત આજે પણ નથી ભુલતી એશ, જાણો તો ખરા આપણાં ગુજરાતીનો વટ કેટલો છે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના પાત્રો કેટલા પ્રતિભાશાળી છે તે તો આપણે બધાં વર્ષોથી જાણીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તેમાંથી એક કલાકાર એવા છે જેમની પ્રતિભાનો સિક્કો બોલિવૂડમાં ચાલ્યો છે ? આ શોનું એક પાત્ર એવું છે કે તેણે ઐશ્વર્યા રાય બચ્ચનને પણ ડાન્સ શીખવ્યો છે. આ પાત્રનું નામ છે નટ્ટુ કાકા

image source

છેલ્લા કેટલાક દિવસોથી ઘનશ્યામ નાયક એટલે કે નટુકાકા ચર્ચામાં છે. શોમાં જેઠાલાલના ગડા ઇલેક્ટ્રોનિક્સમાં કામ કરતા નટ્ટુ કાકા શોમાં પણ ગમે ત્યારે ગરબા કરવાનું શરૂ કરી દે છે. આ કલાના કારણે તેમણે એક સુપરહિટ ફિલ્મમાં ઐશ્વર્યા રાયને ડાન્સ પણ શીખવ્યો હતો. આ ફિલ્મનું નામ છે હમ દિલ દે ચૂકે સનમ. આ ફિલ્મમાં ઘનશ્યામ નાયક એક ખાસ ભૂમિકામાં જોવા મળ્યા હતા. ખાસ વાત તો એ છે કે ડાન્સ શીખ્યા પછી ઐશ્વર્યા રાયે નટ્ટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયકને પગે લાગી તેમના આશીર્વાદ લીધા હતા.

image source

નટ્ટુ કાકા તરીકે તો ઘનશ્યામ નાયક દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે. આ શો પહેલા તેઓ ફિલ્મોમાં પણ દેખાઈ ચુક્યા છે. આ ફિલ્મી સફરનો સૌથી યાદગાર અનુભવ તેમના માટે હમ દિલ દે ચુકે સનમનો રહ્યો હતો. કારણ કે ત્યારબાદ તેમનો ઐશ્વર્યા રાય સાથે ખાસ સંબંધ બની ગયો હતો એક મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે હમ દિલ દે ચુકે સનમ ફિલ્મમાં ઐશ્વર્યાને ગુજરાતનું પ્રસિદ્ધ નૃત્ય ભવાઈ કરવાનું હતું. આ સીન હતો જેમાં ઐશ્વર્યા સલમાનને ભવાઈ શીખવાડે છે.

image source

મુલાકાતમાં આગળ તેમણે જણાવ્યું હતું કે ત્યારે ઐશ્વર્યા નવી નવી ઈંડસ્ટ્રીમાં આવી હતી અને તેને આ ડાંસ શીખવો હતો. તે ખૂબ સરળ અને નેકદિલ વ્યક્તિ છે. તેને ભવાઈ નૃત્યુ ઘનશ્યામ નાયકે શીખવાડ્યું હતું અને આ માટે ઐશ્વર્યા રાયે તેને સમ્માન આપી તેમને પગે લાગી આશીર્વાદ લીધા હતા.

image source

તેમણે આ ફિલ્મ અંગે વધુમાં ઉમેર્યું હતું કે આ ફિલ્મ તેમના માટે ખૂબ ખાસ છે કારણ કે તે ફિલ્મ દરમિયાન સંજય લીલા ભણસાલીની ખૂબ નજીક રહ્યા. એટલું જ નહીં સેટ પરના તમામ કલાકારો તેમને ખૂબ પ્રેમ કરતા અને સમ્માન આપતાં. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ફિલ્મની મેકિંગ દરમિયાન તેમણે ફિલ્મ ડાયરેક્ટરને પણ મદદ કરી હતી.

image source

જણાવી દઈએ કે ઘનશ્યામ નાયક હાલ કેન્સરની સારવાર લઈ રહ્યા છે. 77 વર્ષીય ઘનશ્યામ નાયક હાલ કીમોથેરાપી લઈ રહ્યા છે. તેમ છતાં તેમણે તારક મહેતા શો માટે કામ કરવાનું ચાલું રાખ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!