આ યોગની મદદથી ચહેરાને મળશે ગ્લોઈંગ સ્કીન અને ડબલ સ્કીનથી છૂટકારો પણ, જાણો ઉપયોગની સાચી રીત

યોગ એક એવી ક્રિયા છે જેનાથી તમે તન અને મન બંનેને સ્વસ્થ રાખી શકો છો. ખાસ કરીને હાલના સમયમાં વધારે લોકો તણાવનો સામનો કરવાની સાથે સાથે શારીરિક રીતે પણ સ્વસ્થ અનુભવ કરતા નથી. એવામાં તમે યોગને જીવનનો ખાસ ભાગ બનાવી લો તે જરૂરી છે. વાત કરીએ ચહેરાની તો તમે જો ડબલ ચિનની સમસ્યા અનુભવો છો તો અણે આપને એક ખાસ પ્રકારના ફેશિયલ યોગા બતાવીશું જેનાથી તમે તમારા ચહેરાની ચરબીને પણ સરળતાથી ઘટાડી શકો છો. તો તમે પણ જાણી લો આ સરળ રીત અને ઘરે જ ટ્રાય કરી લો, તમારી સુંદરતા ફટાફટ વધી જશે.

image source

આ યોગા ખાસ કરીને તમે સેલ્ફી લેતી સમયે જે પાઉટ બનાવો છો તેવા પ્રકારના છે. તેને માટે તમારે કંઈ ખાસ કરવાનું નથી. તમારા ગાલને અંદરની તરફ કરવાના છે અને 30 સેકંડ માટે તે સ્થિતિમાં રહેવાનું છે. હવે તમે તમારા ચહેરાને રિલેક્સ થવા દો અને તને 4-5 વાર ફરીથી આ ટ્રીટમેન્ટ આપો.

image source

જો તમે તમારા ચહેરા પર જમા થયેલી ચરબીને ઝડપથી હટાવવા ઈચ્છો છો તો તમે આ ટેકનિક અપનાવી શકો છો. તમારી ડોકને ઉપર લઈ જાવ અને સિલિંગ સામે જુઓ, હવે તમારા મોઢાને 10-15 સેકંડ માટે સતત ખોલ બંધ કરો. આરામ કરો. ધીરેથી ગરદન નીચે લાવો. હવે તમે તમારા ચહેરા પરની ફેટને બર્ન કરવા માટે આ પ્રક્રિયાને દિવસમાં 3-4 વાર કરી શકો છો.

image source

સૌથી પહેલા આસન યોગાસનમાં તમારે ફક્ત પાણીથી નહીં પણ હવાથી પોતાનું મોઢું ફૂલાવીને કોગળા કરવાના રહેશે. બસ મોઢામાં હવા ભરો અને કોગળા કરો. હવાને ડાબી અને જમણી બાજુ અને પછી વચ્ચેની તરફ લઈ જાઓ. તેનાથી ઓછામાં ઓછી 20-30 સેકંડ સુધી કરતા રહો. આ પછી શ્વાસ છોડો અને તેને 3-4 વાર રીપિટ કરો.

image source

આ રીતે ન ફક્ત તમારા ચહેરાની ચરબી ઘટે છે પણ સાથે તેનાથી તમારો થાક પણ ઝડપથી દૂર થાય છે. આ મુદ્રા માટે તમારે પગને પાછળની તરફ વાળવાના છે અને હથેળીને પોતાની જાંઘ પર રાખવાની છે. પોતાની પીઠને સીધી રાખો અને જીભ બહાર કાઢો. પોતાની જીભને જેટલું થઈ શકે તેટલું ફેલાવો. યાદ રાખો કે તમે માંસપેશીની પર દબાવ નાંખશો નહીં. હવે એક ઊંડો શ્વાસ લો અને સાથે તમે જ્યારે શ્વાસ છોડો છો તો એક અવાજ આવે છે. આ ક્રિયાને તમે 6-7 વાર રીપીટ કરો. તમને રાહત મળશે અને ચહેરાની ચરબી દૂર કરવામાં મદદ મળશે.