આ બિમારીથી પીડાતા બાળકને આપશે 16 કરોડનું ઈન્જેક્શન, માતા-પિતાએ ફન્ડિગ ભેગું કરવા નીકળવું પડ્યું

હાલમાં આખી દુનિયામાં કોરોએ પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને લોકો પડાપડી કોરોનાની ઝપેટમાં પણ આવી રહ્યા છે. ત્યારે સારી વાત એ છે કે હવે તો કોરોનાની રસી પણ આવી ચૂકી છે. જો કે જ્યારે રસી નહોતી ત્યારે પ્રાઈવેટ દવાખાનામાં કોરોનાના નામે લોકોએ લાખો રૂપિયા કમાઈ લીધા છે.

image source

ત્યારે હવે એવા જ એક ખતરનાક સમાચાર સામે આવ્યા છે વિદેશથી. કે હવે બ્રિટનમાં માત્ર આઠ સપ્તાહના એક બાળકને દુનિયાનું સૌથી મોંઘુ ઈંજેક્શન લગાવવામાં આવશે. આ બાળકને આપવામાં આવનારા ઈન્જેક્શનની કિંમત અધધ 16 કરોડ રૂપિયા છે.

image source

હાલમં બધા જ માટે આશ્ચર્યની વાત એ છે કે, એવી તે કઈ બિમારી છે કે બાળકને આટલુ મોંઘુ ઈન્જેક્શન લગાવવામાં આવી રહ્યું છે. આ બિમારીનું નામ છે જેનેટિક સ્પાઈનલ મસ્કુલર અટ્રોફી એટલે કે SMA. જેનેટિક સ્પાઈનક મસ્કુલર અટ્રોફી એટલે કે SMA શરીરમાં SMN-1 જીનની ઉણપથી થાય છે. આ બિમારી મોટા ભાગે બાળકોમાં જ જોવા મળે છે. સમયજતા તકલીફો વધે છે અને દર્દી મોતને ભેટે છે. જો મળતી માહિતી પ્રમાણે વિગતે વાત કરીએ તો બ્રિટનમાં આ બિમારી વધારે પ્રમાણમાં જોવા મળે છે અને અહીં દર વર્ષે આવા 60 જેટલા બાળકો પેદા થાય છે જેમને આ બિમારી હોય છે. બ્રિટનમાં આ રોગથી વધારે બાલકો પીડિત છે પણ હજી સુધી તેની દવા બની શકી નથી. આ ઈન્જેક્શનનું નામ જોલગેનેસ્મા છે. બ્રિટનમાં આ ઈન્જેક્શનની સારવાર માટે અમેરિકા, જર્મની અને જાપાનથી મંગાવવામાં આવે છે.

image source

સારવાર વિશે જો વાત કરવામાં આવે તો આ બિમારીથી પીડિત દર્દીને આ ઈન્જેક્શન માત્ર એકવાર જ આપવામાં આવે છે જેના કારને તે એટલુ મોંઘું છે. કારણ કે જોલગેનેસ્મા એ ત્રણ થેરાપીમાંની એક છે જેને યૂરોપમાં ઉપયોગ કરવાની મંજુરી આપવામાં આવી છે.

image source

ત્રણ વર્ષ પહેલા સુધી આ બિમારીની સારવાર અશક્ય હતી પરંતુ 20177માં અનેક રિસર્ચ અને ટેસ્ટિંગ બાદ સફળતા મળી હતી અને ઈન્જેક્શનનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. વર્ષ 2017માં 15 બાળકોને આ દવા આપવામાં આવી હતી ત્યાર બાદ તે 20 કરતા વધારે અઠવાડિયા સુધી જીવિત રહ્યાં હતાં. જે બાળકને 16 કરોડ રૂપિયાનું ઈન્જેક્શન આપવામાં આવશે તેનું નામ એડવર્ડ છે.

image source

હવે આટલા મોંઘા ઈંજેક્શન બાદની પરિસ્થિતિની વાત કરીએ તો બાળકના માતા-પિતાએ આટલા મોંઘા ઈન્જેક્શન માટે ફંડ એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું છે અને તેને અત્યાર સુધી 1.17 કરોડ રૂપિયાની મદદ મળી છે. આ બાળકના માતા-પિતાએ કહ્યું હતું કે, તેમના માટે પૈસા કરતા વધારે મહત્વની તેમના સંતાનની જીંદગી છે. એ સિવાય અમેરિકામાં પણ એક ઈંજેક્શનને લઈને મોટા સમાચાર વહેતા થયા હતા કે લિસા મોન્ટગોમરી નામના ઘાતકી કિલરને યુએસમાં 08 ડિસેમ્બરે 67 દેશોમાં પહેલીવાર ફાંસી આપવામાં આવી છે. તેને ઝેરના ઇન્જેક્શનથી સજા કરવામાં આવશે. જે તેને થોડીવારમાં દંગ કરી દેશે અને પછી તે મરી જશે.

image source

જાણો કે તે કેવી રીતે ઇન્જેક્ટ કરવામાં આવે છે અને તે કેવી રીતે કાર્ય કરે છે. આ ઈંજેક્શનને ઘાતક ઈંજેક્શન કહેવામાં આવે છે. તે આપ્યા પછી, કોઈપણ વ્યક્તિની શાંત મૃત્યુ નિશ્ચિત હોય છે. તેનો હેતુ વ્યક્તિમાં ત્વરિત મૃત્યુ છે. લાંબા સમય પછી અમેરિકામાં મૃત્યુ દંડની પ્રક્રિયા ફરીથી શરૂ થઈ રહી છે. તેમાં, કોઈપણ મૃત્યુદંડની સજા ફક્ત ઘાતક ઈંજેક્શન દ્વારા કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત