સુરતના આ વેપારીએ 12 હજારથી વધુ હિરામાંથી બનાવી અનોખી રિંગ, તસવીરો જોઈને તમારી આંખો અજાઈ જશે

સુરતના લોકો હંમેશા કઈક નવુ કરવામાં હંમેશા અગ્રેસર રહે છે. આપણે જોયું કોરોનાકાળમાં પણ ઘણા ઝવેરીઓએ સોનાના માસ્ક બનાવ્યા હતા તો ઘણા મીઠાઈના વેપારીઓએ અવનવી મીઠાઈ બનાવી હતી. મતલબ કઈક હટકે કરવા માટે સુરતીલાલા હંમેશા જાણીતા છે. પરંતુ આ વખતે ડાયમંડનગરીના વેપારીએ જે કર્યું છે તે તો ગજબ છે. આવી કલ્પના પણ ઘણા લોકોએ નહિ કરી હોય. સુરતના એક વેપારીએ કરોડોની કિંમતની હિરાજડિત વીંટી બનાવી ગિનિઝ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.

રીંગ બનાવવામાં આઠ મહિનાની મહેનત

image source

આ રીંગને આઠ મહિનાની મહેનત અને અઢી વર્ષના કોન્સેપ્ટ બાદ સુરતના ડાયમંડ વેપારી દ્વારા તૈયાર કરવામાં આવેલ 12638 ડાયમંડ જડિત લોટસ રિંગને ગીનીઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ રિંગમાં 165 ગ્રામ 18 કેરેટનું ગોલ્ડ અને 38 કેટેટના ડાયમંડ જડવામાં આવ્યા છે. જે ખૂબ જ ખાસ પ્રકારની આ રિંગ છે અને આ રિંગને ” ઓફ ફ્લાવર પ્રેસપોરિટી ” નામ આપવામાં આવ્યું છે. સુરતના વેપારી હર્ષિલ બંસલ દ્વારા અઢી વર્ષ અગાઉ આ રિંગ બનાવવાનો વિચાર કર્યો હતો. આ માટે મહિધરપુરાના ડાયમંડ વેપારી હેમલ કાપડિયાનો તેમણે સંપર્ક કર્યો હતો. જ્યાં અનેકો વખત ડિઝાઇન બદલવાની ફરજ પડી હતી. પરંતુ બાદમાં આઠ મહિનાની મહામહેનતે આ રિંગ તૈયાર કરવામાં આવી હતી.

2638 જેટલા ડાયમંડ જડવામાં આવ્યા

image source

આ રીંગમાં 12638 જેટલા ડાયમંડ જડવામાં આવ્યા છે. આ રિંગને ઓફ ફ્લાવર પ્રેસપોરિટી ” નામ આપવામાં આવ્યું છે. મહિધરપુરાના હાઈ ફેશન જ્વેલર્સના હેમલ કાપડીયા અને હર્ષિલ બંસલ મળીને અધધ કહી શકાય તેમ 12 હજાર 638 રીઅલ ડાયમંડની 18 કેરેટ સોનાની વિંટી બનાવી છે.

image source

મહત્વનું છે કે, સુરતીઓ હાલ દરેક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે. ત્યારે સુરતના જ્વેલર્સ હેમલ કાપડિયા દ્વારા બનાવાયેલી 12,638 રીઅલ ડાયમંડની 18 કેરેટ સોનાની વીંટીને ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળતા તેઓની ખુશીનો કોઈ પાર નથી.

ડાયમંડ વેપારીમાં પણ ખુશીનો માહોલ

image source

આ રિંગ 165 ગ્રામ જેટલા 18 કેરેટ સોના અને 38 કેરેટના ડાયમંડ જડિત છે. જે ભાગ્યેજ દુનિયામાં આટલી મોટી રિંગ અને તે પણ ડાયમંડ જડિત કોઈ વેપારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ રિંગની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવે છે. જો કે વેપારી દ્વારા આ રિંગની ચોક્કસ કિંમત બતાવવામાં આવી નથી.

image source

પરંતુ આ રિંગ સુરતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. જે રિંગને હવે ગીનીઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જેને લઈ ગીનીઝ બુક ઓફ રેકોર્ડમાં સુરતના નામે વધુ એક સોપાન ઉમેરાયું છે. જેના કારણે રિંગ બનાવનાર વેપારીના પરિવાર અને ડાયમંડ વેપારીમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત