આદેશ તાલિબાનીઓને આપે છે હથિયાર અને તાલીમ

અફઘાનિસ્તાન ની રાજધાની પર તાલિબાનો એ કબ્જો કર્યા બાદ અફઘાનિસ્તાનમાં અફરાતફરી ની સ્થિતિ સર્જાય છે. આ સ્થિતિ જોઈ દરેકના મનમાં પ્રશ્ન થાય કે તાલિબાન પાસે કેટલી આર્થિક મદદ છે, હથિયાર છે અને તે કઈ હદ સુધી જઈ શકે છે ? તેવામાં સંયુક્ત રાષ્ટ્રની એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે તાલિબાની વાર્ષિક આવક 1.6 બિલિયન ડોલર એટલે કે સવા ખરાબ રૂપિયાથી પણ વધારે છે. આશ્ચર્યની વાત એ છે કે 10 વર્ષ પહેલા તાલિબાની કમાઈ 300 મિલિયન ડોલર હતી જે હવે પાંચ ગણા થી પણ વધી ચૂકી છે.

image soucre

યુએનના જૂન 2021ના આ રિપોર્ટમાં જણાવાયું છે કે તાલિબાન આ રકમ આપરાધિક ગતિવિધિઓની વડે કમાય છે. તાલિબાન અરબો રૂપિયાની કમાણી અફીણનું ઉત્પાદન, ડ્રગ્સ ની તસ્કરી, વસૂલી જેવા કામ કરીને એકત્ર કરે છે. ગત વર્ષે તાલિબાને ડ્રગ્સની તસ્કરી કરી ને 460 મિલિયન ડોલર એટલે કે 34 અરબ રૂપિયા ની કમાણી કરી હતી. આ ઉપરાંત આવા અરબો રૂપિયાની કમાણી તાલિબાન અવૈધ ખનન કરીને કરે છે.

image soucre

રૂસ અને અમેરિકાની કોલ્ડ વોરનો શિકાર બનેલા અફઘાનિસ્તાનને તાલિબાનીઓના હાથે બરબાદ કરવામાં ત્રણ દેશોના નામ ચર્ચામાં આવે છે. અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે રુસે તાલિબાનને પૈસાની મદદ કરી સાથે હથિયાર આપ્યા અને હથિયાર ચલાવવાની તાલીમ પણ આપી. તેના પરથી સ્પષ્ટ થાય છે કે તાલિબાન કેવી રીતે મોટી સંખ્યામાં લડાકુ સૈનિકોની ભરતી કરી તેમને પ્રશિક્ષિત કરવામાં સફળ થઇ શક્યું છે.

image soucre

આ સિવાય અન્ય કેટલાક વિશ્લેષકોનું કહેવું છે કે તાલિબાનને પાકિસ્તાન અને ઇરાન તરફથી આર્થિક મદદ મળે છે. તાલિબાની નેતાઓ ને ડોનેશન પણ ભરપૂર મળે છે આ ડોનેશન આપવામાં તાલિબાનના અમીર સમર્થક અને કેટલાક ફાઉન્ડેશનના નામ સંકળાયેલા છે. તેમના દ્વારા કટ્ટરવાદી ઇસ્લામિક સમૂહને દર વર્ષે મોટી રકમ દાન તરીકે મળે છે. યુએન તેને નોન ગવમેન્ટલ ચેરિટેબલ ફાઉન્ડેશન નેટવર્ક નું નામ આપે છે.

image soucre

વિશ્વ બેન્કના આંકડા અનુસાર 2018માં અફઘાન સરકારે 11 અરબ ડોલર ખર્ચ કર્યા હતા. જેમાંથી 20 ટકા પૈસા વિદેશી મદદથી આવ્યા હતા. એટલે કે સરકાર પાસે પોતાના માત્ર બે ખરબ રૂપિયા હતા. જ્યારે તાલિબાને વર્ષ ભરમાં જ સવા ખરાબ રૂપિયા એકત્ર કરી લીધા હતા.

image soucre

અફઘાનિસ્તાનમાં કરાવવા પહોંચેલા અમેરિકાના વિશેષ પ્રતિનિધિ એ પણ કહ્યું હતું કે તાલિબાનને આંતરરાષ્ટ્રીય સહાયતા મળે તે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા મળે તે વાતની કોઈ પડી જ નથી. તેનું પહેલું લક્ષ્ય અફઘાનિસ્તાન પર શાસન કરવાનું છે. આ સ્થિતિમાં તાલિબાનને બહારથી મદદ ન પણ મળે તો તેની પાસે ખર્ચ કરવા માટે પર્યાપ્ત રકમ હશે.